માસુમ પરિચય
માસુમ પરિચય
માસુમ પરિચય જીવ નો !
હાંસિયા પાડતા સ્વાતિ ને બકુલ સ્કૂલમા વાતોએ ચડ્યા હતાં. બંને ટીચર્સ લાઉન્જ માં ગોઠવાયેલા. રિસેસ પછી પણ ફ્રી પિરિયડ હતોતો બંને વિદ્યાર્થીઓની પ્રગતિ નોંધપોથી માં માર્ક્સ ટપકાવવા તૈયારી કરી રહ્યા હતાં. સભ્યતા ને સંસ્કૄતિ ઉપર આધુનિકતાનું આક્રમણવાતનો વિષય હતો. આજે જમાનો અલગ થયો છે કે વ્યક્તિથી…જમાનો બદલાયો છે કે વ્યક્તિ ની સલાહ "આક્રમણ" બની રહે છે કે સહાયક છે ? દિવસ ને દિવસ અને રાત ને રાત કહેવાની સમજ હોવા છંતા જાણે મોટી ભૂલો કરી બેસે છે આ બધી ચર્ચા વચ્ચે "માસુમ" આવી ને ઊભો, મેડમ કેન આઈ બી એક્ઝક્યુઝ. ફોર ટુમોરો ?? મોમ ને ડેડ ની સાથે લોંગ ડ્રાઈવ કરવા જાવુ છે". 'યુ સ્ટીલ હેવટુ બ્રિંગ ધ નોટ ' ઓકે મેડમ..સ્મિત કરીને માસુમ ચાલ્યો ગયો..દસ વાર ના કેહવા છંતા રોજ સૂકો નાસ્તો ને
તે પણ "પ્લેઈન મમરાં"સ્મિત કરી કહી દેતો કાલે બીજો નાસ્તો લાવીશ. ફરી એજ ને એના મમરાં. !! કેવું ને કેટલું તો પણ ક્યાંથી આવી વળગે છે
ખાલીપણું કે પરાણે વ્હાલ કરી બેસે છે એક ભુલકું ને એની અભિવ્યક્તિ ની અનુભૂતિ તમને વળગ્યા વગર ના રહે . !! તો પણ વિશ્વ સાથે કનેક્ટેડ થવાની ક્ષુલ્લકે
દોટમાં પોતાના ઘરનો ઉંબરો અને સાંકળ વચ્ચે નો ભેદ ભૂલાય અને સાવ નીરવતા મૂકી જાય..ખાલી ઓરડા જેવા માસુમ માં તોય..છૂપાયના એની સભ્યતા-સંસ્કાર ને સ્મિત ..!!
છ માસિક પ્રગતિપત્રક માં વાલી ની સહી કર્યા વગર પ્રગતિપત્રક પાછું આવ્યું ત્યારે ફરી ટકોર કરેલી કે આમ નહીં ચાલે ..એમ કર કે કાલે અડધો દિવસ છે તો બપોરે મમ્મી ને લઈ ને જ આવ. !!
“પણ. મમ્મી તો ભગવાન ના ઘેર ચાલી ગઈ..!!” આજ પણ વાત કરતા સ્વાતિ ને બકુલ ની આંખો ડબડબી ગયેલી. .!! નાના ઝંડાઓ લઈ ને
કૂદાકૂદ કરતા બાળકો વચ્ચે 'માં' વગર નો માસુમ પોતાની "હિંદમાતા" માટે ખુશ હતો. જોઈને શિક્ષકો-શિક્ષિકાઓ અને પ્રિન્સીપાલ મનોમન વંદી રહ્યા માસુમ ને. !!! જીવ ન અનુભવી શકે જીવન ..સાક્ષીમાં રહે સમય ને સરરર. .સરતો જ જાય. જીવ સમય માત્ર પસારકરતો જાય છે.
