માસ્તર
માસ્તર
શિક્ષકદિન નિમિત્તે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં જ્યોતિએ ધારદાર વાણીમાં આપેલું વક્તવ્ય.
મા અને શાળામાં શિક્ષક આપણું ઘડતર કરે એટલે જ શિક્ષકને માસ્તર કહેતા.
" માસ્તર એટલે મા ની સમકક્ષ."
આજે એવા માસ્તરો નથી રહ્યાં, અર્થોપાર્જન કરતા શિક્ષક બની ગયા છે. પહેલાંના ગુરુજીને શિષ્ય સાથે પોતાના સંતાન જેવો ભાવ હતો. શાળા સાચા અર્થમાં વિદ્યામંદિર હતી. જ્યારે આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે. સેલ્ફફાઈનાન્સ શાળા, કોલેજમાં નેતાઓ, ઉદ્યોગપતિઓનું રોકાણ હોવાથી તગડી ફી વસુલ કરે પણ ભણતરમાં ભલીવાર નહીં.. આવા શિક્ષણક્ષેત્રે આવતા બાળકો પણ પૈસાવાળાને ત્યાંનાં જ. શિક્ષકોને માન-સન્માન આપવાની વાત તો દૂર પણ દાદાગીરી કરે. આવી સ્થિતિમાં સાચા અર્થમાં જે શિક્ષકને, વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું હોય તે કેવી રીતે આપે? આજના આધુનિકરણમાં માત્ર શિક્ષકોનો જ વાંક નથી, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એટલાં જ જવાબદાર છે. અંતે હું એટલું જ કહીશ કે શિક્ષક અને વિદ્યાર્થીઓ અરસપરસ સ્નેહથી વર્તીને શાળાને સાચા અર્થમાં વિદ્યામંદિર બનાવે.