Harsha dalwadi

Tragedy Thriller

3  

Harsha dalwadi

Tragedy Thriller

મારી ભૂલ

મારી ભૂલ

2 mins
246


હવે તો મિતાલી અને મોબાઈલ એકમેકના પર્યાય બની ગયા. સામાન્ય પરિવારમાં જન્મેલી મિતાલીને સોશિયલ મીડિયાએ પાંખો આપી. શહેરની હોસ્ટેલની હવાએ એની પાંખોને ઉડાન આપી. રજાના દિવસોમાં એ જ્યારે ઘરે આવે ત્યારે એ અને એનો મોબાઈલ. એની મોટી બહેન ક્યારેક ટોકે પણ ખરા કે, "શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે ? થોડાક દિવસ આવી છે તો મોબાઈલ મૂકી અમારી સાથે સમય વિતાવ." મિતાલીને આ ના ગમે. એ તરતજ જવાબ આપે, "તને ના ખબર પડે, અમારે તો બધું મોબાઈલમાં જ ભણવાનું હોય અને સર્ચ કરવાનું હોય. હું મારું જ કામ કરું છું" એની મમ્મી એની મોટી બહેનને કહેતી, "અઠવાડિયા માટે આવી છે તો શું કરવા ટોકે છે ?" મમ્મીના આ શબ્દો એને બળ પૂરું પાડતા અને એ બમણા વેગથી એના મોબાઈલને આલિંગન આપી પોતાના કામમાં વ્યસ્ત થતી. શેમાં વ્યસ્ત થતી એ રામ જાણે.

એક દિવસ એવું બન્યું કે મિતાલી ઘરેથી હોસ્ટેલ જવા રવાના થઈ. સાંજે એની હોસ્ટેલમાંથી એના ઘરે ફોન આવ્યો કે મિતાલી કેમ આજે હોસ્ટેલ પરત નથી આવી ?...આ વાત સાંભળી મિતાલીના મમ્મીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એ હાંફળા થઈ મિતાલી ની મોટી બહેન ને કહ્યું કે રજની મિતાલી હોસ્ટેલ નથી પહોંચી તે ક્યાં ગઈ હશે? મને ચિંતા થાય છે. ત્યારે અચાનક મિતાલીનો ફોન આવે છે ફોનમાં કહે છે મમ્મી મેં મારા એફબી. ફ્રેન્ડ રિધમ સાથે લગ્ન કરી લીધા છે. આ વાત કરી મિતાલી એ ફોન મૂકી દીધો અને એના મમ્મી અને રજની બન્ને ચિંતન વદને એકબીજાને જોઈ રહ્યા હતા. એક વર્ષ પછી મિતાલી એ પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે મમ્મી તને અને રજની ને ખૂબ તકલીફ આપી છે અને મને મારી એ ભૂલની સજા ભગવાને આપી દીધી છે. રિધમ એ મારી સાથે લગ્ન કરી એનું મન ભરીને મારો ઉપયોગ કરીને મને વેચી દીધી હતી. હવે એ પીડા મારાથી સહન નથી થતી એટલે તમને આ પત્ર મળે તે પહેલા હું દુનિયા છોડીને જતી રહી હોઈશ. મમ્મી મને મારી આ ભૂલ માટે બની શકે તો માફ કરજે. આટલું વાંચીને રજની અને તેની મમ્મી રડી પડ્યા અને બોલ્યા કે આ તારી ભૂલમાં હું પણ સાથીદાર બની છું મિતાલી. મને માફ કરજે દીકરી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy