Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

વર્ષા પ્રજાપતિ

Tragedy Inspirational

5.0  

વર્ષા પ્રજાપતિ

Tragedy Inspirational

મારી બાઈ

મારી બાઈ

8 mins
739


સાણી, સંઘર્ષ, સહાનુભૂતિ, સંસ્કાર અને સહનશક્તિનો સમન્વય એટલે મારી બાઈ. કુશળતા, મર્યાદા, પરોપકાર, અવિરત પ્રયાસ અને સત્યનો આગ્રહ એ એના આભૂષણો. મોટેરા હોય કે નાનેરા દરેકને માનથી બોલાવવાનો એનો સ્વભાવ. આધ્યાત્મિકતા અને સાહિત્ય પ્રેમ એ એમના વારસામાં. ઓછા મુલે જવું પણ ઓછામાંથી નહિ, એ એમનો જીવન સિધ્ધાંત. થોડામાંથી પણ થોડું વહેંચીને ખાવું એવું વિશાળ હદય. અવિરત વાત્સલ્ય રેલાવતો કાહેરો અને કહેવતોનો વિશ્વકોશ એટલે મારી બાઈ.


ત્રીજા ધોરણમાં ભણતો નિસર્ગ એક દિવસ વ્યવહારિક દાખલો ગણી રહ્યો હતો. દાખલો વાંચ્યો ત્યાતો બાઈએ કહ્યું, ‘બેટા આમાં ગણવાનું શું હોય ! આતો મોઢે જવાબ આવડે એવું છે.’ ૫૯ ગાયો હોય અને ૧૭ ગાયો વાડામાં આવે એવું ગણવાનું હોય તો ૧૭આઆટઃઈ એક ૫૯આઆ ઉમેરતા ૬૦ થાય એટલે વધ્યા ૧૬ એટલે ૭૬ થાય. એમાં ક્યા લીટા કરવાના આવે. નિસર્ગ બાઈને જોતો રહ્યો, પછી પૂછ્યું, ‘હે ! બાઈ તું કઈ નિશાળમાં ભણી હતી ? તને ગણિત કયા સાહેબે ભણાવ્યું હતું. આવી રીતે ગણતા કોણે શીખવાડ્યું ? તારી નિશાળમાં અમારા જેવું જ હોમવર્ક આપતા ?’ નિસર્ગના પ્રશ્નોની ઝાડી અટકાવતા એણે કહ્યું, ‘બેટા અમારા વખતમાં ક્યા ભણવાનું હતું ? એમાય વળી અમને છોકરીઓને ક્યા ભણાવતા ? આ તો તારા ભા એટલે કે તારા પપ્પાના નાણા અને મારા બાપુજીએ દૂધ અને ઘીનો હિસાબ કરતાં, ઇત્વાદાની ઈટો ગણતાં એમ કરતાં કરતાં મને પણ ગણિત આવડી ગયું. મને લખતાં ન આવડે કારણ કે પાતી પેન પકડી જ ન હતી. પણ મારાથી નાના મારા ભાઈઓ એમની ચોપડીની કવિતાઓ, પ્રાર્થનાઓ ગાતા, એ હું સંભાળતી અને એ બધું મને યાદ રહેતું. અને આ હું ફોઈને અને તમને બધાને વાર્તાઓ કહું છું, એ તો એ વખતે ગામમાં થતી ભવાઈણા પ્રતાપે. ગામમાં ભવાઈવાળા આવે એટલે હું સવાર સુધી ભવાઈ જોવા બેસી રહું. મારા બાને કહીને જતી કે ભલે હું સવારના ચાર વાગ્યા સુધી ભવાઈ જોવું પણ સવારમાં ભેસોના દૂધ કાઢવાની ચિંતા તું ના કરતી.એતો હું આવીને કરીશ. આવું કહેતી એટલે બા મને ભવાઈ જોવા જવા દેતી. એ ભવાઈ જોઇને અને સાંભળીને રામાયણ, મહાભારતની વાર્તાઓ, જસ્મા ઓડણ, વીર માન્ગ્ડાવાળો, જેસલ-તોરલ, રાજા ભરથરી, હરિશ્ચંદ્ર તારામાતી આ બધું યાદ રહી ગયું. જો બેટા આપણને સોંપવામાં આવેલા કામમાં આપને પુરતી નિપુણતાથી કામ કરીએ તો આપણને કામ કર્યાનો સંતોષ થાય.

 

બાઈની વાતમાં નિસર્ગને હજી વિશ્વાસ ન પડ્યો. એણે ફરીથી પૂછ્યું, ‘બાઈ નિશાળમાં ગયા વિના, પરીક્ષા આપ્યા વિના આ બધું આવડે જ નહિ. સરવાળા બાદબાકી તો ઠીક તને ભાગાકાર ગુણાકાર કરતાંય આવડે છે. ઘડિયા પણ આવડે છે. મને તો લાગે છે કે તું જુઠ્ઠું બોલે છે ?’ ;જુઠ્ઠું’ શબ્દ સંભાળતા જ એના ચહેરાના ભાવ બદલાયા. અને પુત્રને વાત્સલ્યભાવે સમજાવનારી બાઈ બોલી, ‘જો બેટા જૂથને અને મારે આડવેર. તું તારા પપ્પાને પૂછજે, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જશે.

 

નિસર્ગ માટે એ સમજવું મુશ્કેલ હતું કે બાઈએ અનુભવની શાળામાં અનૌપચારિક કેળવણી પ્રાપ્ત કરી હતી. બાઈ અને નાના મામાની ઉમર વચ્ચે વીસ વરસનો ગાળો. એટલે પિયરમાં ભાભી હોય કે સાસરે દિયર જેઠની પુત્રવધુઓ હોય, દરેકની પ્રસુતિ વખતે હોસ્પીટલમાં રાત્રે રોકાવાનું બાઈના નસીબમાં જ હોય. બાઈ એ જવાબદારી હોંશથી સ્વીકારતી. એ સમયે હું તો નાની, મારા કરતાં બે મોટાભાઈ અને એક બહેન. અમારા બધાનું જમવાનું બનાવવાનું, ઘેર ઢોર ઢાંખર એટલે એમને ચાર-પૂળા, છાણ વસીંદુ કરી સાંજની છેલી બસમાં ગામડેથી પાંચેક કિલોમીટર દૂર તાલુકા મથકે હોસ્પીટલમાં જવાનું. રાત રોકાવાનું. સવારની બસમાં પાછા ઘરે આવે ત્યારે તો વાડામાં બાંધેલી ભેંસ અને હું એની રાહ જોતા. ભેંસને એની દોહવાની ચિંતા હોય અને મને મારી ચાની. રાતનો ઉજાગરો હોય છતાંય તેના ચહેરા પર ક્યારેય થાક વર્તાતો નહિ. અને જો ક્યારેક પુત્રવધુઓ પૂછે, ‘કાકી તમને થાક નથી લાગતો ?’ ‘થાક વળી કેવો હોય ! દીઅસ ઉગેથી લઈને આથમે ત્યાં સુધી કામ કરવાનું હોય એમાં વળી થાક શાનો ! તમારા જેઈ મોટીયાર હતી એટલે તો થાક શું એની ખબર જ નહતી. આ તો હવે છોકરા થયા એટલે થોડું એવું લાગે.’

 

ઘેર ઢોર ઢાંખર ખરા પરંતુ પંડ્યની જમીનના નામે માત્ર અડધો વીઘા. એમાં માત્ર ચોમાસા પુરત ખડ થાય. એટલે અન્યના ખેતર પ્ર નિર્ભર રહી પશુઓ ઉછેરવાના. રોજનું ત્રણ થી ચાર કિલોમીટર ચાલીને નિંદામણનો પોટલો માથે મુકીને ઘરે આવવાનું. નીન્દામાંનનો પોટલો બંધાવો હોય કે મોટો ભરો બંધાવો હોય એમાં સમગ્ર ગામમાં બાઈનો જોતો ન જડે. એની બંધાણીની રીત એવી હોય કે ઘાસ કે નિંદામણની માત્રા હોય વધુ પણ દેખાય ઓછું. બાઈની વિશેષતા એ કે બે થી ત્રણ મણનો ભારો બાંધે સાથે જે કોઈ હોય એમને માથે ભારો ચઢાવી આપે. અને છેલે પોતે રહે. એ ભારાને ઉભો કરી પોતે નીચે બેસી ઢીંચણન સહારે ભરો માથે કરે. અને પછી ધીમેથી ઉભી થઈને ચાલવા માંડે. બાઈની સાથે ખેતરમાં જનારા બધા પૂછે, ‘તમે આવી રીતે કોઈની મદદ વિના ભરો માથે કેવી રીતે મૂકી શકો ?’ ત્યારે એ જવાબ આપતી, ‘એ કળથી થાય બળથી નહિ !’ આવી કોથા સુજ્ના દર્શન એના દરેક કામમાં થતા.

 

કામમાં ચિવટતા અને ચોકસાઈ એ એના એકમની આગવી ઓળખ. જો મને સોંપવામાં આવેલું કામ અમે અધૂરું મુક્યું હોય અથવા છોડી દીધું હોય તો તરત જ કહેતી,’આપને એવી રીતે કામ કરવું કે કામ કર્યા પછી એમાં બીજા કોઈને જોવાપણું ના રહે. આપના કામ કર્યા પછી ફરીથી બીજા કોઈની એ કામમાં પૂરતા કરાવી પડે તો એ કામ ન કર્યા બરાબર જ ગણય ! અને જો એની ગેરહાજરીથી કોઈ કામ બગડ્યું અથવા ન થયું તો અમને ચોક્કસ આ કહેવત સાંભળવા મળતી. ‘ સવામણ તેલ હોવા છતાં અંધારું.’

 

બાપુજીના અને એના સંઘર્ષકાળની વાતો કરતાં કરતાં શ્રાવણ-ભાદરવો વહેવાનું શરુ થતો.એનું ધ્યાન જ ન રહેતું. માગશર અને પોષ મહિનાની ઠંડીમાં સવારે ચાર વાગે ઉઠી પગથી માટી ખુન્ડીએ એનો ગાર બનાવવાનો, એમાંથી ઈટો બનાવવાની, ઈટો સુકાય એમ એને ફેરવવાની. ત્યારબાદ ઈ ગોઠવવાની. આ ગોઠવાયેલી ઈટો તેરથી પંદર ઈટો એક વખતમાં એમ કરતાં કરતાં માથે મુકીને ઈટવાળે ખડકવાની.

એમાં એકદિવસ એવું થયું કે મોટાભાઈ ખાટલામાંથી નીચે પડ્યા. સ્વેતારનું બટન હડપચીમાં ઘુસી ગયું. દવાખાનું તો ક્યાં હતું ? રૂ બાળીને ઘામાં ભર્યું. અને ભાઈ છાના રહ્યા એટલે પાછું કામે લાગી જવાનું. ટાઢ-તડકો વેઠીને કામ કરવાનું. તમને મોટા કર્યા.અને એમાય મજુરીનું વળતર આજના જમાના જેવું અહીં. એટલે એ ઈટો પાકે અને વેચાય ત્યારે નફામાંથી જે મળે એમાંથી ગુજરાન ચલાવવાનું. અને રહેવા માટે તો એ છ મહિના પુરતું છાપરું જ હોય, મને એમ થાય કે ભગવને મારી બાઈને કોઈ નોખી માટીમાંથી જ બનાવી છે. તોજ આટલું શારીરિક શ્રમ્વાળું કામ કરી શકે.

સ્વાસ્થ્યની બાબતમાં મારી બાઈ નસીબદાર. જીવન પર્યત નિરામય સ્વાસ્થ્ય રહ્યું. એકવાર ભાઈની દીકરીએ કહ્યું, ‘પપ્પા મને કબજીયાત થયો છે, દવા લેતા આવજો ! આટલું સંભાળતા જ બાઈએ પૂછ્યું, ‘હે ભાઈ, આ કબજીયાત એટલે શું ?’ બાના નિરામય સ્વાસ્થ્યનું રહસ્ય એમનો ખોરાક અને એમની પરેજી. અમે નાના હતા ત્યારે બાને૪ પગમાં ખરજવું થયેલું. ડોકટરે એમને મીઠું ખાવાની ણા પાડી, બાઈએ છ મહિના સુધી બિલકુલ મીઠા વિનાનું ખાવાનું ખાધું. અમારા માટે બનાવે એમાંથી એના માટેનું મીઠા અવગરનું કાઢી લે ત્યારબાદ મીઠું નાખે. બાઈને ગળી વસ્તુઓ પ્રિય. એમાય વળી કંસાર, શીરો, કે સુખડી બની હોય તો બાઈ એવુજ કહે કે ચોપડી ખાવામાં શું ખાવાનું ? ખાવાનું તો આજ છે. મહોલ્લામાં કોઈના ઘરેથી પ્રસાદ આવેલો હોય તો બધાને ખબર જ હોય કે એ બાઈના ભાગ્માજ આવવાનો છે. પણ બાઈ બાળકોને પૂછે, ‘ભઈલા તારે નથી ખાવો ? એના પ્રત્યુત્તરમાં ભઈલો જ્યારે પ્રસાદ સામે જોઈ મોઢું બગાડે ત્યારે બાઈ કહેતી, ’બેટા અન્નનો તિરસ્કાર ન કરાય. અન્ન એ દેવ છે. ણા ખાવું હોય તો ણા પડાય, પણ તિરસ્કાર ન કરાય.

 

અમારા ઘર પાસેના વાડામાં બે આંબાના અને પાંચેક સીતાફળના ઝાડ. મૂળ બાઈનીજ મહેનતનું આ પરિણામ. આંબા પર મોર ફાળે ત્યારે ધ્વની બાઈને પૂછે. ‘બાઈ આ વખતે કેટલી કેરીઓ આવશે ?’ બાઈ કહેતી કે બેટા, વાયરા કેવા વાય એના પર કેરીઓના ઉતારનો આધાર. જો મોર ઝરી જાય તો ઓછી કેરીઓ બેસે. અને એમાય એક વાત યાદ રાખ, જેટલા મોર બેસે એટલી કેરીઓ ન બેસે. જેટલી કેરીઓ બેસે એ બધી જ પાકે નહિ. જેટલી પાકે એટલી આપને ખાઈએ નહિ. ધ્વનીને બીજું તો બધું સમજાયું, પણ આ છેલ્લું વાક્ય ન સમજાયું. જેટલી પાકે એટલી આપને ન ખાઈ શકીએ ! એટલે એ બાઈને પૂછે, ‘એવું કેમ ?’ત્યારે બાઈ કહે, ‘બેટા આડોશ-પડોશ હોય એમને પણ આપવી પડે,. સગા સબંધીને આપવી પડે, વધે ટે આપણે ખાવાની. એમાય વળી વાડામાં આવતા પક્ષીઓનો ભાગ તો ખરોજ. આવી નાની અમથી વાતમાં બાના પરગજું સ્વભાવના દર્શન થતાં.

 

બૈઠી કોઈનું દુખ ન જોયું જાય. પોતાને જો કોઈ તકલીફ હોય તો સહન કરે. અમને દીકરીઓને પણ એની એજ સલાહ કે જીવનમાં સહન કરતાં શીખો. જો સાચા હોવ તો સામાવાળાને પડકારો. પણ સમય આવે એનો સામનો કરી જવાબ આપો. પણ જો કોઈ બીમાર હોય તો એનું દુખ જાને એનું પોતાનું હોય એવું લાગે. જો કોઈ બીમાર હોય તો એના ખબર અંતર પૂછવા અછુક જવાનું. જો કોઈ સગા – સબંધી બીજે ગાન હોય અને બીમાર હોય તો તોપણ ખબર અંતર પૂછવા જવાનો આગ્રહ રાખે. અને પછી કહેતી, ‘આપને ક્યાં કોઈનું દુ:ખ લઇ લેવાના હતા. આતો જઈએ એટલે સમાંવાલને થોડો દિલાસો મળે, આન્મે આપની વાતોમાં એ પોતાનું દુખ ભૂલી જાય. વડીલોની પાસે બેસીને ખાલી વાતો કરો તોય એમનું અડધું દુ:ખ દૂર થઇ જાય.’


બાઈને મામાના ઘરનું ખુબ ઘેલું, એની દરેક વાતમાં મા, ભા, મામા એ દરેકનો ઉલ્લેખ અચૂક આવે. મહોલ્લામાં પણ બધાને ખબર કે કોઈપણ વાત હશે, પણ બાઈ એમના પિયરને અચૂક યાદ કરશે. અરે કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે દસ પંદર મિનીટ સુધી વાત કરી હોય એમાં પણ મામાના ઘરનો ઉલ્લેખ ન થયો હોય એવું ના બને. જો કોઈએ કોઈને તુકારે બોલાવ્યા હોય કે ધ્વનીએ નિસર્ગને ભઈલાને બદલે અન્ય કોઈ નામથી બોલાવ્યો હોય તો બાઈ અચૂક કહેતી. ‘બેટા મારા નાનાભાઈ મારા કરતાં વીસ વરસ નાણા છે, છતાં મેં ક્યારેય એમને ભાઈ સીવાય બોલાવ્યા નથી. અને તું ભઈલાને તુકારો કેમ કરે છે ? સામેવાળાને માન આપીને બોલાવીએ તો આપણને પણ માન મળે. મામાના ઘરે બધાજ મને મોટી બહેન કહીને બોલાવે છે. એટલે દરેકને માનથી બોલવાનું સમજી ?’


બરાબર અમૃત્વર્ષની ઉજવણીમાં પહોચી અને બાઈ થોડી બીમાર થઇ. ગામમાં અને પરગામમાં જેને પણ જાણ થઇ એ એના ખબર અંતર પૂછવા આવ્યા. એમની વાતોમાં જાણે કે પોતાનું દુ:ખ ભૂલવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગ્યું. આજીવન સ્વાધ્યાયની પ્રવૃત્તિ થાકી શ્રીમદ ભાગવત ગીતાના સિદ્ધાંતોને કારણે કર્મના સિધ્ધાંત પ્રમાણે જીવન જીવનાર મારી બાઈ કદાચ ઈશ્વરનો સંકેત પામી ગઈ હતી. છેલ્લા શ્વાસ સુધી દુ:ખ સહન કર્યું, પણ ચહેરા પર ગ્લાની ન વર્તાવા દીધી. સહનશક્તિના એના પર્યાયને એણે સાબિત કર્યો. અમારા સૌની હાજરીમાં જ હદયમાં ધરબાયેલી લાગણીઓનું ઘોડાપુર ઉમટ્યું. અમારા શ્રાવણ ભાદરવામાં અમને શ્રવણના ભજનનું રસપાન કરાવ્યું. પંદર દિવસની ટૂંકી માંદગીમાં બાઈએ સ્વર્ગારોહણ કર્યું. અને ડોકટરે બાઈના નિધનનું કારણ આપ્યું કે, બાનું હદય પહોળું થઇ ગયું હતું.


Rate this content
Log in

More gujarati story from વર્ષા પ્રજાપતિ

Similar gujarati story from Tragedy