amita shukla

Romance Inspirational Others

4.0  

amita shukla

Romance Inspirational Others

મારા વ્હાલા વરસાદને પત્ર

મારા વ્હાલા વરસાદને પત્ર

3 mins
304


આ ચોમાસાનો પ્રથમ લવલેટર મારાં પ્રિય વરસાદને, અષાઢના પ્રથમ દિવસે, બાવરી બની જોતી રહી હતી આજે તને, તું કેટલો ગોરંભાયેલો કાળા ડિબાંગ વાદળોથી, સૂર્ય પ્રકાશનું એક કિરણ પણ ધરતી પર નહોતું આવવા દેવું તારે. ગુસ્સામાં તું કેટલો ગર્જ્યો, તારાં અગ્નિ ઝરતાં તણખાનાં લીસોટા મારાં ઘરમાં લાઈટની જરૂરત ના પડી તો, જતી રહી રિસાઈને.

હે વરસાદ, તું આજે આટલો ગાજયો કે હમણાં તું તૂટી પડીશ અને આફત આવશે એવું લાગ્યું, પણ પછી તું કેમ રિસાયો ?

આકાશ ખુલ્લું કરી દીધું, વાદળ હટાવી દીધા, ઉજાસ પાથરી દીધો. કેમ ના ચોમાસે વરસ્યો ? એવી તે કેવી રીસ ચડી વરસાદ તને ? અવનીથી માઠું લાગ્યું ?

અવનીનો શું વાંક ? માનવી પ્રદુષણ જ એટલું ફેલાવે છે. દરિયામાં પણ ઠાલવે, જ્યાં ત્યાં ગંદકી કરે. વૃક્ષોનું નિકંદન કરે, તને તો પ્રકૃતિ ગમે, પ્રકૃતિ ખીલવવા તો તું વરસાદ રૂપે મેઘ મલ્હાર બની વરસે. બધામા તું સંગીત પૂરે. તારાં આવવાથી તો ઊભા પાક લહેરાય. માનવી તેનાથી તૃપ્ત થાય. લીલીછમ ઓઢણી ઓઢાળી તું અવનીને નવોઢા બનાવે હર ચોમાસે. શુંં તારો અદભુત પ્રેમ !!!

વરસાદ તું વરસેને જ્યારે, ત્યારે મન કાબુમાં નથી રહેતું. તારાંમાં ભીંજાઈને જાણે સઘળાં દુઃખ, વિરહાગનીથી તપતા તન, યાદોનો બવંડરનો કાફલો જાણે ઓગળી જાય છે. મન શાંત થાય છે. આનંદની હેલી ચઢે છે. ઝરમર વરસાદનાં સંગીતમાં મન મોર બની નૃત્ય કરે છે. ટેહુકનાં ટહુકા દિલથી શોર કરે છે.

તારાં આલિંગનમાં દિલ ઝૂમી ઊઠે છે પિયુની બોલી કોયલ જેવી મીઠી લાગે છે. દિલમાં પ્યારની કસક ઊઠે છે તને ચુમતાં મન ઝૂમે છે. ચોમાસાની રાહ જોતા ભીનાં સપનાં સાચાં પડે છે. વેરી વરસાદ મટી તું પ્રેમી બને છે.

તું ધીમો ધીમો વરસી પહેલાં માટીની સુંગધ પ્રસરાવે,

ઝરમર ઝરમર વરસાદ વરસાવી દિલ ડોલાવે..

અનરાધાર વરસી તું તૃપ્ત કરે. હેલી જેવો વરસી મન ભય પમાડે, ગાંડોતુર બને જ્યારે, ત્યારે પૂર ના પૂર લાવી તહસનહસ કરી નાંખે.

એટલી શુંં મળવાની ઉતાવળ કે તું ઘરમાં ઘૂસી જાય. નદીઓ છલકાવે, દરિયા છલકાવે, લોકોની આંખો છલકાવે. તું તો ઘરની બહાર જ વરસાદ સારો. તારાં પાણી ઘરમાં આવી જાય છે તો અમારી આંખોમાં પાણી આવી જાય. જેનાં કાચા મકાન હોય, જેનું છત જ આભ હોય એનો હવે વિચાર કરતો રહેજે. માનવી છે તો ભૂલો તો કરીશુંં તું સહન કરી લેજે. સુધરવાની ખરેખર કોશિશ કરતા રહીશુંં.

તારાં દિલની વાત કરું, તું પણ ધરાને મળવા કેટલો આતુર હોય છે. તારો વિરહ પણ લાંબો હોય.. તું આભમાં વાદળ લઈને ફર્યા કરે, નીચેથી ધરતી જોયા કરે. તું રંગબેરંગી થાય તેનાં પ્રેમમાં, ઉદાસી ઓઢે ત્યારે કાળો રંગ છોડે. અમે બધું સમજીએ છે, તમારી આંખ મિચોલી. આનંદ માણીએ અતિ તમારી પ્રેમકહાની જોઈ.

ધરાને લાગે જ્યારે ખરેખર તું ગુસ્સે ભરાયો છે, કાળા ડિબાંગ વાદળોમાં પાણી છલોછલ હોય પણ વિરહ પણ ખૂબ ભરેલો હોય, ધરાની નજર મળે તો તું વરસે. ધરા પણ તને ખૂબ તડપાવે, તું પણ એવું જ કરે છે ને. ધરાના નયનોનાં બાણથી વાદળાં ઘવાય અને વરસી પડે અનરાધાર ધરાને આલિંગવા ઉતાવળે. એ મુલાકાત યાદગાર બને મિલનની તું સર્જે આભે મેઘધનુષ એની ખુશીમાં સાત રંગોથી સજી. સર્જાય આભમાં રંગોળીને ધરા ખુશ થાય નીચેથી જોઈને. આંખો આંખોમાં થાય વાતો મુલાકાતની ને આંખો વરસે પ્રેમમાં અમીભરી.

ચોમાસાના ચાર મહિના, વરસાદને સંગ ભીંજાઈ,

ચિતડું મારુ ચોરી લીધું, હું ખૂબ હરખાઈ !


Rate this content
Log in

Similar gujarati story from Romance