Megha Kapadia

Drama Fantasy

3  

Megha Kapadia

Drama Fantasy

માન્યાની મંઝિલ ૧

માન્યાની મંઝિલ ૧

3 mins
15.2K


માન્યાની મંઝિલ

ચેપ્ટર - 01

‘માન્યા, આજે તો તારે મારી સાથે આવવું જ પડશે. તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઈને જ જઈશ. પ્લીઝ માન્યા, તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહીં પાડે.' પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોની બેસ્ટ ફ્રેન્ડ હતા. આમ તો આ બંનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પહેલા જ થઈ હતી પણ બહુ જલ્દી બંને એકબીજા સાથે હળી મળી ગયા હતા. એકબીજાના કપડાં શેર કરવાથી લઈને બંને વચ્ચે બધા જ સિક્રેટ્સની આપ-લે થતી.

સમય હતો બંનેની બોર્ડ એક્ઝામ પત્યા પછીનો. 12મા ધોરણની પરીક્ષા પત્યા બાદ માન્યા અને પિયોની આખો દિવસ સાથે જ રહેતા. ક્યાં તો પિયોનીએ માન્યાના ઘરે ધામા નાંખ્યા હોય. નહીં તો માન્યા આખો દિવસ પિયોનીના ઘરે રહેતી હોય. બંનેને જોઈને જાણે એવું જ લાગતું હતું કે બંને ફ્રેન્ડ્સ કમ સિસ્ટર્સ વધારે છે. દરેક વિદ્યાર્થીઓની જેમ આ બંને પણ 12માની પરીક્ષા પતવાની રાહ જોતા હતા. જોકે, માન્યાનો ઈરાદો તો પરીક્ષા પત્યા પછી રીલેક્સ થવાનો અને મામાના ઘરે રહેવા જવાનો હતો પણ પિયોનીના મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી. છેલ્લાં ઘણાં સમયથી તેના મનમાં એક વિચાર ઝબક્યો હતો. જેને અમલમાં મૂકવા માટે તે પરીક્ષા પતવાની રાહ જોઈ રહી હતી. આખરે પરીક્ષા પતી ગઈ અને પોતાના વિચારને અમલમાં મૂકવા માટે આજે પિયોની માન્યાને પોતાની સાથે આવવા માટે કન્વીન્સ કરી રહી હતી.

દરેક ટીનેજરને ક્યુરિયોસિટી જગાડતું એવું ફેસબુક તે સમયે પહેલ વહેલું આવ્યું હતું. સ્કૂલના અને કોલેજના ટીનેજર્સ જાણે ફેસબુકના દીવાના બની ગયા હતા. એકબીજાની અપડેટ્સ જોવી, ફોટા જોવા, મનગમતા પાત્રને ફોલો કરવું અને તેના દરેક ફોટા અને એક્ટિવિટી પર ચાંપતી નજર રાખવી તે યુવાનોનું એક વળગણ બની ગયું હતું.

આ જ વળગણના નશામાં પિયોની પણ બહેકાઈ ચૂકી હતી. તેને પણ પોતાની પર્સનાલિટી કૂલ બનાવવા પોતાનું ફેસબુક અકાઉન્ટ બનાવવું હતું. એકબાજુ જ્યારે પિયોની ફેસબુક અકાઉન્ટ બનાવવા માટે તડપી રહી હતી ત્યારે બીજી બાજુ માન્યા પિયોનીની વાતને નજરઅંદાજ કરી રહી હતી.

માન્યા અને પિયોની બેસ્ટ ફ્રેન્ડ્સ ભલે હતા, જરૂર પડે તો એકબીજા માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતા પરંતુ અમુક વસ્તુઓ એવી હતી જેમાં બંનેના મતો એકબીજાથી ભિન્ન હતા. પિયોની હંમેશાથી ફ્રેન્ડ્સમાં મસ્તાનીનું બિરુદ પામી હતી. મસ્તી, તોફાન, બિંદાસપણું, તેની રગેરગમાં શામેલ હતું. જ્યાં પિયોની હોય ત્યાં સમજો શાંતિનું નામોનિશાન જોવા ના મળે. જ્યારે કે માન્યા તેનાથી તદ્દન અલગ હતી. ન તો તે બધા સાથે મિક્સ થતી કે ન તો તેનો બહુ અવાજ સંભળાતો. તે બોલે તો પણ કાન દઈને સાંભળવું પડતું. જો આજુબાજુ શોરબકોર ચાલતો હોય તો તે શું બોલે છે તેનો એક અક્ષર પણ ન સંભળાય તેવો તેનો અવાજ હતો. કહેવાય છે ને કે અપોઝિટ અટ્રેક્ટ્સ. બસ આ બંને સાથે પણ આવું જ થયું. માન્યા અને પિયોની ક્યારે ફોરએવર બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયા તેની તેમને પણ ખબર ના પડી. આમ, પોતાના સ્વભાવ અંતગર્ત બહુર્મુખી પ્રતિભા ધરાવતી પિયોની માન્યાને આજે પોતાની સાથે લઈ જવા માટે કેટકેટલી આજીજી કરી રહી હતી, પણ માન્યાને તો ફેસબુક અકાઉન્ટ બનાવવામાં કોઈ જ ઈન્ટરેસ્ટ નહોતો. જો કે, તેને ખબર નહોતી કે તેનો આ ડિસઇન્ટરેસ્ટ તેના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવવાનો છે અને વાત રહી પિયોનીની માન્યાને કન્વીન્સ કરવાની તો તેની પાસે એક એવું હથિયાર હતું જે વાપર્યા પછી માન્યા પાસે ના પાડવાનો ઓપ્શન જ નહોતો રહેવાનો.

(તો શું હશે પિયોનીનું આ હથિયાર? શું માન્યા પિયોની સાથે જવા માટે કન્વીન્સ થઈ જશે? અને જો હા, તો ફેસબુકની દુનિયા તેમની લાઇફમાં શું પરિવર્તન લાવશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ)


Rate this content
Log in

Similar gujarati story from Drama