Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Vrajlal Sapovadia

Fantasy Thriller


3  

Vrajlal Sapovadia

Fantasy Thriller


માણસમાં 'એક્સપાયરી ડેટ'

માણસમાં 'એક્સપાયરી ડેટ'

4 mins 295 4 mins 295


ઘણા સમયથી ચાલતો વિવાદ આખરે પૂરો થયો. જેનો અંત સારો એનું બધું જ સારું. 1990માં વિશ્વમાં ઉદારીકરણ ની શરૂઆત થઇ અને ગ્રાહકોમાં જાગૃતિ આવવા લાગી ત્યારથી પ્રચંડ માંગણી થતી આવતી હતી કે દરેક પ્રોડકટ માં 'એક્સપાયરી ડેટ' લખેલી હોય છે તો માણસમાં કેમ નહિ? ધીમે ધીમે એ માંગ આંદોલનમાં પરિણમી અને કુદરતે માણસો સામે નમતું જોખી પહેલી એપ્રિલ 2100થી જન્મતા દરેક વ્યક્તિની ઉપર 'એક્સપાયરી ડેંટ' નો સિક્કો મારવાનું ચાલુ કરાયું તેના થોડા વરસ પછીનો સંવાદ:


મોહનભાઈ અને સંગીતાબેન ની દીકરી ગ્રેટા ઉંમરલાયક થઇ એટલે પરેશભાઈ અને ગીતાબેનના દીકરા એલેક્સના બાયોડેટા એક્સચેન્જ કર્યાં પછી ગ્રેટા એના મમ્મી પપ્પાને લીધા વગર જ સીધી જ પહેલી એપ્રિલ 2121ના રોજ એલેક્સના ઘરે પહોંચી ગઈ. વાતમાં મોણ નાખતા ગીતાબેને કહ્યું એલેક્સનો 2 મિલિયન ડોલર પગાર છે, સિલિકોન વેલીમાં દુનિયાની સૌથી મોટી કંપની બૂડલમાં સી.ઈ.ઓ. છે, અહીં 6 બેડનું ઘર છે, ફ્લોરિડામાં બીચ ઉપર વેકેશન હોમ છે. 100-125 વરસ પહેલાના અમેરિકાના પ્રમુખનું ખાનદાની મકાન અમે હમણાંજ 100 મિલિયન ડોલરમાં ખરીદી લીધું છે. જાહોજલાલીની વાત પુરી થઇ એટલામાં જ ગ્રેટાએ વાતમાં મોણ નાખ્યા વગર પૂછ્યું, તમારી 'એક્સપાયરી ડેટ' કઈ છે? ગીતાબેન રાજી થતા બોલ્યા હજી તો બહુ દૂર છે, 2140, જાન્યુઆરી 14મી. ગ્રેટાનું મોઢું પડી ગયું તેણે તરત વચ્ચે રહેલા માર્ટિનભાઈને ફોન ઉપર જ ખખડાવ્યા કે તમને કહેલું તો હતું કે છોકરો ઓછું ભણેલો કે કમાતો ચાલશે પણ તેની મમ્મીની એક્સપાયરી ડેટ નજીકની હોય તેવો મુરતિયો બતાવજો. ગીતાબેનને કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં ચાલુ ફોને ગ્રેટા ઉભી થઇ પોતાનું રોકેટ લઇ ઉડી ગઈ.


માર્ટિનભાઈએ કહ્યું મારા દૂરના એક સગાનો છોકરો આફ્રિકાના કોંગોમાં છે હજુ નોકરી મળી નથી એટલે ખેતી કામ કરે છે તેની મમ્મીની એક્સપાયરી ડેટ એકાદ મહિનાની છે અને આફ્રિકામાં મોટી જમીન જાયદાદ છે. તમે કહો તો ફિટ કરી આપું ગ્રેટા કહે એક મહિનામાં જમીનનો દસ્તાવેજ થઇ જશે? માર્ટિનભાઈ કહે એ મારી જવાબદારી ને ગ્રેટાએ છોકરો જોયા વગર હા પાડી દીધી.


શોભાની એક્સપાયરી ડેટ 31 ઓગષ્ટ 2125 હતી ને આગલા દિવસે 30મી તારીખે ફોનની ઘંટડી રણકી. ઇન્ટરનલ રેવન્યુ સર્વિસમાંથી જેમ્સ ડગ્લાસ બોલું છું, તમારી એક્સપાયરી ડેટ કાલની છે અને તમારો ડિસેમ્બર 2124નો ટેક્સ બાકી છે, આજ સાંજ સુધીમાં રકમ જમા નહિ કરાવો તો અમે તમને અને મી. યમરાજને ડિટેઈન કરીશું. તેના પતિ સૌરભે તરત જ ટેક્સ ભરી દીધો.


 પટણા યુનિવર્સિટીની વરસ 2130-2133 બેચનું ગણિત વિષયમાં પી.એચ.ડી. એડ્મીસનનું લિસ્ટ બહાર પડી ગયું છે, 3 સીટ માટે 30,000 ઉમેદવાર લાઈનમાં ઉભા છે. મેરીટ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે આવેલા અને લાઈનમાં ઉભેલા પવનસિંઘને પ્રિન્સિપાલ પૂછે છે તમારી એક્સપાયરી ડેટ કઈ છે? પવનસિંઘ આત્મવિશ્વાસથી જવાબ આપે છે, નવેમ્બર 2140. પ્રિન્સિપાલ કહે સોરી, અહીં ત્રણ વરસની ડિગ્રી હજુ સુધી કોઈએ 10 વરસમાં પુરી નથી કરી, નેક્સટ મેન પ્લિઝ. નેક્સટ મેન એક વુમન હતી લીના સિંહ, જેણે પોતાની લાયકાત ઉપર 15 મિનિટ ભાષણ આપ્યું પણ પ્રિન્સિપાલ ઉપર એની કોઈ અસર ના થઇ, યોર એક્સપાયરી ડેટ પ્લીઝ? સર, ઘણી લાંબી છે, 2151 ફેબ્રુઆરી! સાહેબ કહે સોરી, શોર્ટ પડે છે, 10-15 વર્ષે પી.એચ.ડી. થાવ તો પણ કામ માટે 5-6 વરસ જ વધે છે, નેક્સટ પ્લીઝ! નેક્સટ મેન રોકેટસીંઘ આવે છે, પ્રિન્સિપાલ પૂછે છે, દસ એકા નો ઘડીયો બોલી બતાવો. રોકેટસીંઘ ધ્રુજતા ધ્રુજતા કહે છે સર બહુ વરસ પહેલા કરેલો એટલે યાદ નથી આવતું. પ્રિન્સિપાલ કહે યોર બર્થ ડેટ? રોકેટસીંઘ લાંબા સમય પછી કાગળના થોકડામાંથી શોધીને કહે છે 1 જાન્યુઆરી 2100. તમારી ઉમર? રોકેટસીંઘ માથું ખંજવાળે છે. પ્રિન્સિપાલ ફરી પૂછે છે કેટલા વરસ થયા તમને?  કોઈ જવાબ મળતો નથી. મારા બા કહેતા તા કે તું મોટો થઇ ગયો છો પણ ચોક્કસ ઉમર ખબર નથી. સાહેબ કહે નો પ્રોબ્લેમ. યોર એક્સપાયરી ડેટ? પવનસિંઘ ફાઈલમાં જોઈને કહે છે, માર્ચ 2190. પ્રિન્સિપાલ કહે યુ આર એડ્મિટટેડ.


મોબાઈલ કંપનીએ નાણાંભીડથી બહાર નીકળવા સ્કીમ કાઢી છે, માસિક 100 ડોલર અને વાર્ષિક 500 ડોલર. એલેક્ષાંડર પોતાનું એક વરસનું મોબાઈલ બિલ ઓનલાઇન ભરે છે, મોબાઈલ કંપનીનો ફોન આવે છે કે તમારું બિલ અમે સ્વીકારતા નથી કેમકે તમારી પોતાની એક્સપાયરી ડેટ 11 મહિના પછી છે એટલે તે દિવસથી તમારો અને અમારો કોન્ટ્રેક્ટ પૂરો થઈ જાય છે. હજુ સુધી અમારા ટાવર સ્વર્ગ કે નરકમાં લાગેલા નથી. એલેક્ષાંડર કહે મેડમ એક મહિના સુધી મારી પત્ની ફોન વાપરશે. મેડમ કહે નિયમ પ્રમાણે તમારે માસિક ચાર્જ ભરવો પડશે તમને આ સ્કીમ લાગુ નથી પડતી.

કેટલીયે કંપનીઓ અને સરકારે નોકરીના નવા નિયમ બહાર પાડ્યા છે કે ઉમેદવારની એક્સપાયરી ડેટ રિટાયરમેન્ટ ડેટ પછી છ મહિનાથી વધુ ના હોવી જોઈએ, જેથી પેન્શનમાં બચત થાય.


ટેક્નોલોજી કંપનીઓએ નવું બાર કોડ રીડર બઝારમાં મૂક્યું છે જે ગ્રાહકની એક્સપાયરી ડેટ તરત જાણી લે છે. સુપર ટેક્નોલોજી કંપનીઓએ એક્સપાયરી ડેટ છુપાવવાના અને જરૂર મુજબ લાંબી કે ટૂંકી વાંચી શકે તેવા મશીન વિકસાવ્યા છે. સરકારે આવા મશીન ગેરકાયદેસર છે તેવું જાહેરનામું બહાર પાડ્યું છે. લિબરલ સિટીઝન ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે કે એક્સપાયરી ડેટ વ્યક્તિની આંતરિક બાબત છે તેને સરકાર કે બીજી એજંસી પૂછી ના શકે કે ના જાહેર કરી શકે. રિસ્પોન્સિબલ યુથ વિંગે માંગ કરી છે કે એક્સપાયરી ડેટની પ્રથા બંધ કરવામાં આવે કેમકે તેનાથી મેરેજ વ્યવસ્થા ભાંગી પડી છે. સાસુ વધારે જીવવાની બીકે કોઈ કન્યા જેની માતા વધારે જીવવાની હોય તેવા મુરતિયા પસંદ કરતા નથી અને લાબું જીવવા વાળા ઉમેદવારોને કોઈ વધુ પેન્શન આપવું પડશે તેની બીકે કોઈ નોકરી આપતું નથી. ચોરે ને ચૌટે એક્સપાયરી ડેટની વાતો થાય છે. નિષ્ણાતો અને રાજકારણીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. મોંઘવારી, બેકારી અને ફુગાવાના પ્રશ્નો ભુલાય ગયા છે એટલે સરકાર એક્સપાયરી ડેટ પ્રથા ચાલુ રાખવા માંગે છે. આ પ્રથા લાગુ કરવા કુદરતે ઇન્ફ્રાસ્ટ્રચર અને સ્ટેશનરીમાં જંગી રોકાણ કરી નાખ્યું છે, સ્ટાફની મોટા પાયે ભરતી કરી દીધી છે એટલે આંદોલનકારીઓને મચક આપતી નથી. જોઈએ હવે શું થાય છે, ડિસેમ્બર 2200 સુધી રાહ જોવા સિવાય છૂટકો નથી.


Rate this content
Log in

More gujarati story from Vrajlal Sapovadia

Similar gujarati story from Fantasy