Shaimee Oza

Drama Inspirational

2  

Shaimee Oza

Drama Inspirational

માં ના ધાવણના ઋણ

માં ના ધાવણના ઋણ

6 mins
347


     

    દુનિયામાં સાહસ કરે છે તેનો જ સિક્કો પડે છે, ને બીજા બધાં વાતો કરતાં જ રહી જાય છે, ના તેમનું કંઈ તારીખ ન કંઈ કામ દુનિયા તો શું તેમને તેમની નવી પેઢી પણ યાદ નથી કરતી. દુનિયા પાગલ લોકો ચલાવે છે, ને ડાહ્યા ડોઢાઈ કરવામાં જ રહી જાય છે, મારે આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે. જેને પોતાનું નામ વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવીને વિશ્વ વિક્રમ સર્જેલ છે. તેને બહાદુર અફસરનો એવોર્ડ મળેલો છે.


   મારે વાત કરવી છે, એક જાબાજ શેરની જેને વિશ્વમાં ભારત ને બહાદુર દેશ તરીકેની ગણના કરાવી છે. તે હીરો એ પોતાની બહાદુરીનો પરિચય આખા વિશ્વને કરાવ્યો છે. ભારતના લોકો પોતાનો અર્થ જાતે જ નક્કી કરે છે, શબ્દકોષ ને બદલી નાંખ્યો જડમૂળથી, પુરા દેશમાં જ નહીં વિદેશમાં પણ આ હીરો છવાઈ ગયો અને દુશ્મનનો પણ વહાલો થઈ ગયો. જેની અંદર દેશ સેવાનું ઝૂનુન છે, જેની પેઢી દર પેઢી આમાં જોડાઇ છે, પ્રણામ એવા દેશ ભક્તો ને,બહુ ઓછા લોકો હોય છે, જેનાં ઘરે આવો શેર અવતરે છે, જય હિંદ ધન્ય છે આ ભારત ભૂમિ ખરેખર વીરો કેરી ભૂમિ છે. આ શહીદોના ત્યાગ બલિદાનોથી તો કેસરી રંગ તિરંગે શોભે છે. આ દેશના તિરંગાને લહેરાતો રાખવા માટે કેટલીયમાં ના દિકરાઓ કેટલીય પત્ની ઓના પતિઓએ તો કેટલાક બાળકો ના પિતા એ પોતાના લોહી રેડયાં છે તિરંગા ની શાન કાજે પણ આ બધાંય નો હિસાબ ચુકતો કરી આવનાર વીરની ગાથા મારે ગાવી છે, જે દેશનાં લોકોના મુખનો શબ્દ થઈ ગયો. લોકો ને પોતાની વીરતા થી દિવાના કરી નાંખ્યા.દેશ માં એક મિશાલ ઉભી કરી યુવાનો જેના ચાહક થઇ ગયા. મારે વાત કરવી છે એ સિંહ ની જેને તેની એક ગર્જના થી દુશ્મનો ને મોંમા આગળી મુકવા મજબુર કર્યા તે સાહસી સપૂત ની.


    આ વીર પુરુષ નું નામ છે, અભિનંદન વર્ધમાન. તે વ્યવસાયે પાયલોટ છે, આ 21 જૂન 1983 ના દિવસે અને તમિલનાડુ ના તામ્બરમ્ ની પવિત્ર ભૂમિ પર આ સિંહ અવતર્યો,તેમના પિતા નું સિમ્હાકૂટી છે, તે પણ એર માર્શલ રહ્યા હતા પણ હાલ માં નિવૃત્તિ થઈ ગયેલા છે. તેઓ ઓફીસર કમાન્ડીંગ ચીફ પણ રહી ચુકયા છે, તેમાં તેમનો સર્વીસ નં13606 હતો. તેમના પિતા તેમના કામ માટે પરમ વિશીષ્ટ સેવા મેડલ,અતિ વિશીષ્ટ સેવા મેડલ પણ મળ્યો છે, રિટાયર થયા પછી સિમ્હા કૂટી વર્ધમાને એક તમીલ ફિલ્મ કાર્ટુલ વેલેતાઇને માં એક એડવાઇઝર તરીકે કામ કર્યું હતું, આ ફિલ્મ 1999ના કાર્ગીલ યુધ્ધ પર હતી,આ સ્ટોરી ભારતીય પાઇલોટ પર હતી, તેને પાકિસ્તાન ના રાવતપીંડી ની જેલ માં પ્રીઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ નાં કેદી રુપે રાખવામાં આવે છે,આ જ ઘટના અભિનંદન સર સાથે જ ઘટી હતી,જે ઘટનાએ આખા દેશ ને એકતાંતણે બાંધી દીધો. તેમની માતા શોભના ડોકટર છે,તે સમાજ સેવા કરી રહ્યા છે.


   અભિનંદનના દાદા પણ વિંગ કમાન્ડર રહી ચુક્યા હતા, તેમને બીજા વિશ્વ માં ભાગ પણ લીધો હતો.અભિનંદન સાહેબ ની પેઢીઓ દેશ ની સેવા માં લાગેલી છે, ધન્ય એ માં બાપ ને જે આવા વીર પુત્ર ની ભેટ દેશ ને આપે છે,આ દેશ સર તમારો સદાય ને કાંજે ઋણી રહેશે.તેમના ભાઇ પણ દેશ સેવા માટે કાર્યરત છે.


 તેમને કેન્દ્રીય વિધ્યાલય બેંગાલુરુ માં પ્રાથમિક લીધું, શિક્ષણ લીધું,તેમણે વધુ માં કહીએ તો પુણે નજીક આવેલા કડક વાસલાય માં નેશનલ એકેડમી ઓફ ડિફેન્સ માં પણ અભ્યાસ કર્યો છે.તેમણે તાલિમ પુરી કર્યા પછી તેમણે 19 જુન 2004 માં ઇન્ડિયન એરફોસ માં જોડાયા,હાલ માં તેમનો સર્વિસ નંબર છે27981.તેમના પત્ની નું નામ તન્વી મારવાહા છે.તેઓ પણ હેલીકોપ્ટર પાઇલોટ રહી ચુક્યાં છે,ઈન્ડિયન એરફોસ માં એમનો સર્વિસ નંબર 288000 તેઓ બાળપણ નાં મિત્રો છે.તેમને પાંચમા થી લઈ ને કોલેજ માં માઇક્રોબાયોલોજી ની ડિગ્રી સાથે કરી.તન્વી મેંમ એ આર્મ ફોસ એક્સ્યુકીટીવ ની ડિગ્રી અમદાવાદ ની કોલેજ આઇ આઇ એમ માં કરી છે.તેઓ 15વર્ષ સ્ક્રોર્ડન લીડર તરીકે કામ કરી ચુક્યા છે.હવે રિટાયર થયાં છે. રિટાયર થયાં પછી બેંગલોર માં રિલાયન્સ જીયો નાં ડી.જી.એમ.પદ પર કામ કરી રહ્યાં છે.અભિનંદન ને તન્વી મારવાહાથી એક દિકરો પણ છે.


      કહેવાય છે કે બંને સારા એવા મિત્રો જયારે લગ્ન કરે છે. ત્યારે જીંદગી ના રંગ થી રંગ મળી જાય છે અને જીંદગી જીવવા જેવી લાગે છે અને દાંમ્પત્ય જીવન માં મધુરતા આવે છે.તે ઘટના અભિનંદન સર પર ઘટી.તેમને લગ્ન તેમની બચપણ ની મિત્ર સાથે કર્યા,જયારે બે સમજુ મિત્ર લગ્ન કરે છે, ત્યારે તેમનુ લગ્ન જીવન સૌથી સુખી માં સુખી હોય.એકબીજાને સમજવું,એકબીજા ના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવાની,એકબીજા નાં રંગે રંગાવવા ની,એકબીજા ની કપરી પરિસ્થિતિ એ ઢાલ બની ઉભા રહેવાની, એકબીજાની કાળજી લેવાની એકબીજા ને હુંફ પુરી પાડવાની પણ કંઈ મજા હોય છે.

આ વાત નું વર્ણન કરવા લફ્જ ની કલમ હજી ફીકી છે


     આ સિંહ ના એવા પરાક્રમ ની વાત છે, જેને આખા દેશ ને એકસાથે કરી દીધો.જયારે 14 ફેબ્રુઆરી 2019 નાં પુલવામાંના હુમલા માં ૪૪સૈનિક ભાઇઓ શહિદ થયા એ ઘટના એ આખા દેશ ને શોકાત્તુર કરી નાંખ્યો.પાકિસ્તાન આર્મી ઓફિસરો જીતનું જશ્ન મનાવતા હતા ત્યારે ભારત ના શેર સૈનિકો એ ત્યાં ઘર માં ઘુસીને માર્યા હતા.


     બાકીનુ કામ ઇન્ડિયન એરફોસે પુરુ કર્યું.પાકિસ્તાન નો હિસાબ ચુકવવા નું કામ ઇન્ડિયન એરફોસના એક શેર અભિનંદન વર્થમાન અને તેના મિત્ર બંનેએ બીડુ ઝડપ્યું,પછી તે જુનુ ખખડેલુ વિમાન ઉડાડી મુછાળો એક મર્દ પાકિસ્તાને અમેરિકા પાસે થી ખરીદેલા નવા મિરાજ વિમાન ના ભુક્કા બોલાવી દે છે.અને હજાર કિલો ટન નો બોમ્બ ભારત માં ની જય બોલાવી ને નાંખી 44 ભાઈ ના મોતનો બદલો હજાર મારી ને લે છે. ને પાકિસ્તાન આ શેરની હિંમત જોઈ દંગ રહી જાય છે. આ સિંહનું વિમાન ક્રેક થઇ ને તુટી જાય છે, તેમનો મિત્ર બદનસીબે શહાદત વોરે છે, ને આ શેર પેરાશૂટ થી નીચે આવે છે. ત્યારે તે પાકિસ્તાન ના વિસ્તાર માં આવી જય હિંદ ના સાદ થી પાકિસ્તાન ને હલાવી નાખ્યું.


અભિનંદનઃ ભૈયા એ કોનસા ઇલાકા હૈ,


પાકિસ્તાન ના લોકો: એ પાકિસ્તાન ને કબજા કિયા હુઆ હિન્દુસ્તાન કે કશ્મીર કા ઇલાકા હૈ,


અભિનંદનઃ યાની કી હિન્દુ સ્થાન હૈ!

પાકિસ્તાન ના લોકો : હા જનાબ જી,

અભિનંદનઃ ભારત માતા કી જય,ભારત માતા કી જય,

પાકિસ્તાન ના લોકોઃ પાક આર્મી જીંદાબાદ ! પાક આર્મી જીંદાબાદ ,પાકિસ્તાન જીંદા બાદ,


(લોકો તેને ઘેરી લે છે અને મારે છે નાક માંથી લોહીની શેરો નિકળે છે.)છતાં એ સિંહ બંદુક થી પોતાનું રક્ષણ કરે છે, ને હાર માનવાની જગ્યા એ દોડે છે,ને પોતાનો દસ્તાવેજ પાણી માં વહાવે છે.


બંદુક ની ગોળી ઓ ખતમ જાય ત્યારે તે શેર હાર માનવા ની જગ્યા એ દોડે છે, પાકિસ્તાન ના આર્મી ત્યાં આવી જાય છે. તેને પાકિસ્તાન ના લોકો થી બચાવે છે. તેમને પ્રાથમિક સારવાર આપે છે,તેમને માનસિક યાતના આપવા માં આવે છે,


પાકિસ્તાન આર્મી કેટલાક સવાલ જવાબ કરે છે,


પાકિસ્તાન આર્મીઃ આપકા નામ,

અભિનંદનઃ અભિનંદન વર્ધમાન,

પાક .આર્મીઃ આપ કોનસે યુનિટ મેં કામ કરતે હો,

અભિનંદનઃ ઇન્ડિયન એરફોસ મેં વિમાન ચાલક હુ,

પાક .આર્મી:આપકા મેરેજીકલ સ્ટેટ્સ!

અભિનંદનઃ શાદીસુદા હું,

પાક આર્મીઃ આપકા કા ઉદેશ ક્યા થા ,

અભિનંદનઃ સોરી મેં નહીં બતા શકતા, 

પાક.આર્મી: આપ કોનસે ગાંવ સે હો,

અભિનંદનઃ સોરી મેં નહીં બતા શકતા,


   પાકિસ્તાન આર્મી તેને બકરી ના દૂધ ની ચા પિવડાવે છે,પાકિસ્તાન આર્મી જેવું કડકાઈ થી અભિનંદન પાસે આવે છે ત્યારે આ સપૂત એ જે અગત્ય ના કાગળ જે ગળી જાય છે.પાકિસ્તાન આર્મી જોઈને દંગ રહી જાય છે, આ શેર ની હિંમત તો જુઓ!


અભિનંદન જેલ માં છે,

ને હાહાકાલ પાકિસ્તાન માં,

લોકો આ સિંહ ની હિંમત જોઈ,

દિવાના તેના થઈ જાય છે,

આ શેર ની ઓલાદ છે,

નથી બકરી નું બચ્ચું,

ભારત નું પાણી છે,

પાકિસ્તાન લોકો ના મૂખે 

આ નામ છવાઈ જાય છે

લોકો ના દિલ માં છાપ છોડી જાય છે,

દુશ્મન દેશ માં જયહિંદ નારા લગાવી,

શબ્દ કોષ ભારત નો બદલી જાય છે.


 મારી આ વાર્તા આજના યુવાનો ને સમર્પિત છે. આજ નો યુવાન જે ધારે તે કરી શકે છે, મોટી મોટી ફુસકી ઓ છોડ્યા કરતાં તે બોલાયેલા શબ્દ ને હકિકત માં ફેરવી બતાવો તો તમે ખરાં,ઘરે બેઠા બેઠા નથી થતું જીવ હાથ માં લઈ ને જવું પડે છે.


  લોકો ના મૂખે સિંહ ના નામ શોભે માયકાંગલા ના નહીં, હે નારી તને વંદન છે કે તે આવો સિંહ દિકરો ભારત માં ને કાંજે ધર્યો તે શોભાદેવી અને તન્વી દેવી ને પણ જેને પોતાના પતિ ને આટલો સહકાર આપ્યો,આ સિંહ ને આવકાર સ્વયં મેઘરાજા પણ આપે છે, આ સિંહ ને જોઈ ને મને હનુમાનજીની યાદ આવી જેને રાવણની લંકા બાળી તેમ આ સપૂતે રાવણ દેશ ને ધમાકે ઉડાવ્યો.


જય હિંદ જય અભિનંદન.


Rate this content
Log in

Similar gujarati story from Drama