માં એ માં
માં એ માં
દરેક બાળકના ઘડતરમાં માનો ખુબ જ અમૂલ્ય ફાળો હોય છે. જય પર પણ તેની બાનો વિશેષ પ્રભાવ રહેલ છે. જયનો જન્મ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલ ભાવનગર જિલ્લાના એક ખુબ જનાના પણ સુંદર મજાના ગામમાં થયો હતો. જય કુટુંબ વિશાલ હતું. જય નું ઘર ગામના પ્રમાણમાં સદ્ધર હતું. તેમજ તેના દાદા, દાદી, બાપુજી તથા ખાસ તો તેની બાનો સ્વભાવ માયાળુ હોવાને લીધે, ઘર પર ગામના લોકોનો આવરો જાવરો વધારે રેતો હતો. ગામના લોકોને એક માત્ર આશાનું સ્થાન જયનું ઘર હતું,
પછી તે તેઓની સામાજિક સમસ્યા હોઈ કે આર્થિક પરેશાની હોય, મન મટાવ હોઈ કે હેલ્થને લગતી વાત હોય, ગામના લોકોને હંમેશા વિશ્વાસ બની રહેતો કે જયના ઘરે તેનો ઉકેલ મળી જશે. પણ, આ બધા ઘસારા ને લીધે, આખો દિવસ જયની બાનું ભારણ ખુબ જ વધારે રહેતું. જય, આ બધું જોયા કરતો. ક્યારેક બા થાકી જાય તો બાને કહેતો પણ હતો, 'બા તમે આટલું બધું શું કામ માથાકૂટ કરો છો ? થોડો આરામ કરતા હોય તો ?' તો બા હસીને જવાબ આપી દેતા કે 'બેટા, શરીર છે તો થાક તો લાગે પણ લોકોના મોઢા પર જયારે સ્મિત જોવ છું ત્યારે મારો બધોજ થાક ઉતરી જાય છે.'
જયની મમ્મી વધારે ભણેલી ન હતી, પણ તેની આ શિખામણ જય માટે કોઈ પણ ડિગ્રી ધારી કરતા પણ અમૂલ્ય હતી અને તેણે જ તેના જીવન ઘડતરનો મજબૂત પાયોનાખ્યો. જયની બાની સમજાવેલ વાત આજના સન્દર્ભમાં પણ કેટલી યોગ્ય છે. હજારો લોકો કોરોનાને લીધે પીડિત છે ત્યારે સરકાર ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ પહોંચી વળાય તેમ નથી. ત્યાર, સંસારના અનેક સારા માણસો પોતાનો વ્યક્તિગત રૂપથી કે પછી પોતાની ઓફિશ્યિલ કૅપેસિટીથી, દિવસ રાત લોકો ની સેવા કરે છે. માત્ર એક ઉદ્દેશ કે લોકોની સેવા કરવી.
જયને તેની બાએ આપેલ સંદેશ આજે સૌથી વધારે પ્રેરણા આપે છે. સાચે જ "માં એમાં "
