Jayeshkumar Khatsuriya

Inspirational Children

4.5  

Jayeshkumar Khatsuriya

Inspirational Children

એનક

એનક

4 mins
211


જય ગુજરાત નાં એક સુંદર મજાનાં નાનકડા ગામની પ્રાથમીક શાળામાં ભણતો હતો. જય ખુબજ મહેનતી અને ભણવામાં પણ ખુબ જ રસ લેતો હતો. શાળા માં જય ની છાપ હોશિયાર વિદ્યાર્થી તરીકે ની હતી. તે ભણવા ઉપરાંત શાળાની દરેક પ્રવૃત્તિ માં હોંશેથી ભાગ લેતો હતો. શાળા ના બેગ બગીચાની સંભાળ લેવાની હોઈ, શાળાની વાડ ને રિપેર કરવાની હોઈ, શાળા માં આવેલ મહેમાનો નું સ્વાગત કરવાનું હોય, શાળામાં સંજવારી કાઢીને સાફ કરવાનું કામ હોઈ કે પછી શાળામાં કોઈ પણ કાર્યક્રમ નું આયોજન કરવાનું હોઈ, તેમાં તે આગળ પડતો ભાગ લેતો. રીસેસ દરમિયાન, ઘરે જવાની જગ્યાએ તે શાળા ની બુક બેન્ક ખોલી ને બેસતો. વાર તહેવારે શાળા દ્વારા થતી પ્રભાત ફેરી માં ઝંડો પકડીને મોટા અવાજે સ્લોગન બોલવામાં તેને ખુબજ આનંદ આવતો. શાળા માં સવાર સવાર માં થતી પ્રાથના સભામાં, હાર્મોનિયમ કે તબલા વગાડીને પ્રાથના ગવરાવવામાં તે રીતસર તલપાપડ થતો. શાળામાં તેમજ ગામમાં પણ, દરેક રમત ગમત માં ઉત્સાહથી ભાગ લેતો. ચાર ધોરણ સુધી ક્લાસ માં મોનિટર બન્યો અને ત્યાર પછી, આખી સ્કૂલ નો નાયબ પ્રમુખ અને છેલ્લે પ્રમુખ બનતા, રાષ્ટ્રીય તહેવાર ના દિવસે ધ્વજ ને સલામી આપતાં જય માં દેશ પ્રતિ કુરબાન થવાની ભાવના સ્પષ્ટ રૂપી દેખાઈ આવતી હતી. તેનો સ્કૂલ માં હંમેશા પહેલો નંબર જ રહેતો. તેથી, શાળા માં મોટી ઓફિસમાંથી ઇન્સપેકશન આવે ત્યારે, જય ઉપર ક્લાસ નું માન- સન્માન જળવાય રહે, તેની વિશેષ જવાબદારી રહેતી. તે દિવસે, તેને મોટા સાહેબ તરફથી ચોકલેટ પાકી ! જય નો હવે ગામ ની શાળા માંથી સાત ધોરણ નો અભ્યાસ પૂરો થયો અને ગામ માં સાત ધોરણ સુધીજ સ્કૂલ હતી, તેથી ન છૂટકે પણ નજીક ના શહેર ની શાળામાં આઠમા ધોરણમાં એડમિશન લીધું. નવી સ્કૂલ અને નવું શહેર. દરેક લોકો નવા નવા એન્ડ વાતાવરણ પણ નવું. એક તરફ મિત્રો અને ગામ છોડવાનું દુઃખ, તો બીજી તરફ, એક નવી મંજિલ અને જીવનમાં કંઈક બની જવાની હોંશ. જયમાં આત્મ વિશ્વાસ ઠુંસી ઠુંસી ને ભરેલો હતો. તેનું કારણ, અત્યાર સુધીનું નું તેનું જીવન અને સુખદ અનુભવ હતો. ઘરના તથા ગામના લોકોની અલિખિત આશા પણ હતી કે છોકરો આગળ જઈને ગામનું નામ રોશન કરીશે.

પહેલો દિવસ તો નવી સ્કૂલ માં એમજ પસાર થઇ ગયો. બધાજ નવા. જય ગામનો છોકરો. થોડું કઈ અસંકોચ જેવું પણ તેને લાગ્યું. બીજા દિવસે, હિન્દી નો ક્લાસ હતો. ટીચરે, સામાન્ય વાતચીત પછી, "એનક" નો પાઠ વાંચવા માટે વિધાર્થીઓ ને કહ્યું. અતિઉત્સાહી જય એ હાથ ઊંચો કર્યો, તે અહીંયા પણ ઇમ્પ્રેસન જમાવા માંગતો હતો. જયે "એનક" નો પાઠ ખોલ્યો ને વાંચવાનું ચાલુ કર્યું. જેવું વાંચવાની શરૂઆત કરી કે તુરંત જ અમુક સ્ટુડન્ટ હસવા લાગ્યા. જય ને એ ન સમજાણું કે તેઓ કેમ હસે છે. જેવું થોડું વધારે આગળ વાંચ્યું, તો થોડા વધારે વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. શરૂઆત માં ટીચરે તેઓને ટપાર્યા પણ પછી તો મોટા ભાગના વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. જયે ટીચર સામે જોયું, તો તેઓ પણ હસવું રોકી ન શક્યાં. જય ખુબજ ગભરાઈ ગયો. જય ને કઈ સુજતુ નહોતું. કપાળ અને હાથ ઉપર પરસેવો વળવા લાગ્યો. આંખે અંધારા આવવા લાગ્યા. જય ને થયું કે તે જમીન પર પડી જશે. જય ની બાજુ માં બેઠેલ વિદ્યાર્થીએ તેને હાથ પકડી ને નીચે બેસાડી દીધો. ટીચરે બીજા વિધાર્થી પાસે પાણી મંગાવી ને જય ને પીવરાવ્યું. ટીચરે તો કશું ન બતાવ્યું, પણ સાથે બેઠેલ વિદ્યાર્થી એ બતાવ્યું કે જય નું હિન્દી બિલકુલ ખરાબ હતું, વળી જય ના ઉચ્ચાર તો બિલકુલ ગામડિયા જેવા. આ ઘટના ને લીધે જય નો આત્મવિશ્વાસ એકદમ તૂટી ગયો. નિરાશ થઈ ગયો. જય સુનમુન થઇ ગયો. શું કરવું, કશુંજ સમજાતું નહોતું.

જય ગામડિયો તો હતો, પણ તેણે અન્ય ગ્રામીણ ની જેમ નાનપણથી ઘણી બધી સમસ્યાનો સામનો કર્યો હતો. આ ઘટના એ જય ને હલાવી દીધો હતો, પણ જય હાર મને તેવો ન હતો. જયે ખુબજ આત્મા મંથન કર્યું. તેણે સંકલ્પ કર્યો કે કોઇપણ રીતે હિન્દી શીખવું. જયે ચેલેન્જ સ્વીકારી લીધી. ખુબ જ મહેનત કરી. આજે, જય સ્ટેજ ઉપર પુરા આત્મવિશ્વાસથી હિન્દી કાવ્ય પઠન કે હિન્દી સાહિત્ય સભા માં ચર્ચા કરી શકે છે. તેને હિન્દી પરિષદ દ્વારા પારિતોષિક મળે છે. હિન્દી માં, સારું વ્યાખ્યાન આપી શકે છે. અને જય, બે જ મહિના માં ક્લાસ મોનીટર તરીકે પુરા બહુમત થી ચૂંટાઈ ગયો અને જયે જ્યાં સુધીમાં, દસ ધોરણ સુધી નો અભ્યાસ પૂરો કર્યો, ત્યાં સુધી માં આખી શાળામાં રમત ગમત અને સાંસ્કૃતિક કાર્ય મંત્રી તરીકે સેવા પણ કરી. નવા શહેરમાં, સામાજિક સંસ્થા દ્વારા વિધાર્થીઓ માટે મફતમાં ચલાવાતા કોચિંગ ક્લાસમાં સેવા પણ આપી. અને, સ્કૂલ માં નંબર વન તો ખરીજ !

મિત્રો, જય પાસે ઘણા વિકલ્પ હતા. તે પ્રિન્સિપાલ સાહેબ ને ફરિયાદ કરી શકત. તે ટીચર અને વિદ્યાર્થીઓ સાથે ઝગડા કરી શકત. તે ક્લાસ માં આવી પ્રવૃત્તિ માં ભાગ લેવાનું બંધ કરી શકેત. છેલ્લે, સ્કૂલ કે ક્લાસ બદલવાનું પણ વિચારી શકત. પણ તેણે, પોતાની નબળાય ને મોટા મન થી સ્વીકારી અને તેને સુધારવા માટે તનતોડ મહેનત કરી. તે જ, તેની સફળતાનું રહસ્ય છે. એનક મતલબ ચશ્માં. જય ની આંખમાં નાનપણથી કંઈક કરવાના ચશ્માં જે લાગેલા હતા, તેથી તે પરિસ્થિતિ ને હકારાત્મકતાથી જોઈ શક્યો અને આ કઠિન પરિસ્થિતિમાં પણ તે હકારાત્મકતાથી વિચારી શક્યો અને સફળ થયો . આ "એનક" ના પાઠે અને ઘટનાએ, જય ની આગળ ની જિંદગી સરળ કરી આપી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational