નયના
નયના
ગઈ કાલે મારા નજીકનાં સંબંધી કે જે સરખી ઉંમરનો હોવાથી મારો મિત્ર પણ છે, તેની સાથે થોડા દિવસ પહેલા તેમજ સામાન્ય વાતચિત દરમિયાન મેં સ્ટોરીમિરર બાબતમાં જાણકારી આપી અને બતાવ્યું કે હું સ્ટોરીમિરર માં દરરોજ એક સુત્ર લખું છું. તેણે રસ પડતા, મેં બતાવ્યું કે થોડીક સ્ટોરી પણ લખી છે. તો તેણે મને તેનો થોડા વર્ષો પહેલા નો અનુભવ બતાવ્યો અને આગ્રહ કર્યો કે હું તે જો યોગ્ય લાગે તો સ્ટોરીમિરર માં લખું. જે તેની ભાષામાં નીચે વર્ણન કરું છું.
ચાર વર્ષ પહેલાં તે north- East માં LTC લઈને પરિવાર અને મિત્રો સાથે ફરવા ગયેલો. હવાઈમાર્ગે બાગડોગરા એરપોર્ટપર ઉતારીને, ત્યાંથી લોકલ ટ્રાવેલ એજન્ટથી ટુર બૂક કરીને રોડ મુસાફરી કરતા, ફરવા લાયક સ્થળોની મુલાકાત લેતા લેતા બીજા દિવસે સાંજે ગંગટોક, સિક્કિમ પહોચ્યા. એક હોટેલમાં ઉતર્યા હતાં. તેઓ મુસાફરીમાં થાકી ગયા હતાં, વળી સાંજ પડી ગઈ હતી તેથી આજે તો દૂર તો જવાની ઈચ્છા ન હતી. વળી, બીજા દિવસે વહેલી સવારમાં સનસેટ પોઈન્ટ જવાનું હતું તેથી સમયસર ડીનર માં ભેગા મળીશું અને અત્યારે થોડો આરામ કરી લઇયે તેવું નક્કી કરીને બધામિત્રો પોતપોતાની રૂમ માં જવાં છુટા પડ્યા. મિત્ર પણ પોતાની રૂમ માં આવ્યો અને રૂમ ની બાલ્કની માં બેઠો. ખુબજ રળિયામણું દ્રશ્ય હતું. બરફ થી ઢંકાયેલ પહાડો વચ્ચે આથમતા સૂરજનું દર્શન અલોકિક હતું. જાણે કે સ્વર્ગ !
ત્યાં એક નાની કન્યા નો મધુર અવાજ સાંભળી ને, તેના કાન ચમક્યા. અંધારું હતું તેથી કઈ દેખાતું ન હતું તેથી તે હોટલમાંથી બહાર આવ્યો અને તે જે કન્યા ગીત ગાતી તે તરફ ગયો. તેને નવાઈ લાગી કારણ કે કન્યા ગુજરાતીમાં ગીત ગાતી હતી. તેને લાગ્યું કે કદાસ બીજા ગુજરાતી ટુરિસ્ટની બેબી હશે. છતાં, ગીત લોકપ્રિય હતું અને કન્યા નો અવાજ પણ ખુબજ મધુર હતો તેથી તેને ખુબજ આનંદ આવ્યો. તેણે તે કન્યાને પૂછ્યું કે “ બેટા તારું નામ શું છે ? તો તેણે કોઈ જવાબ નો આપ્યો. તેણીને સવાલ જ ન સમજાયો. તેઓ ની વાતચિત સાંભળીને, એક મોટી ઉમર ના બહેન ત્યાં આવ્યા.
તે બહેને બતાવ્યું કે તેનું નામ નયના છે અને તે મૂળ ગુજરાતી છે. પણ હવે, તે સિક્કિમની રહેવાસી છે. તે આ કન્યાની દાદી છે. આ હોટલની માલિક છે. તેઓ ભાવનગરના દીકરી છે. જયારે તેણે જાણવા મળ્યું કે અમે પણ ભાવનગર ના છીએ તો તેનો આનંદ નો પર ન રહ્યો અને અમારો અચરજનો !
નયના બેને બતાવ્યું કે તેઓ સંગીત અને થીયેટર ના ખુબજ શોખીન. આવા જ કાર્યક્રમ ને લીધે તેનો સંપર્ક મૂળ સિકીમ નિવાસી શ્રી નીમ લેપ્સા સાથે થયો અને ક્યારે પ્રેમમાં પરિવર્તન પામી ગયો તેનું ભાન જ ન રહ્યું. માબાપ ને સમજાવતા ખુબ જ વાર લાગી પણ શરૂઆત થી જ દીકરી દીકરા નો ભેદભાવ ન રાખતા અને એક માત્ર સંતાન હોવા છતાં, માબાપે, નયના બહેન ની ઈચ્છા ને મન આપી ને તેના લગ્ન નીમ સાથે કરી આપ્યા. જીવન ખુબજ સુખથી આગળ વધ્યું. માબાપ હતાં ત્યાં સુધી, ભાવનગર સાથે સંપર્ક રહેતો હતો. પણ છેલ્લા વીસેક વર્ષથી તેઓ એ આ દુનિયામાંથી વિદાય લીધા પછી, ભાવનગર માં વડવા, ભાવસાર છેરી માં મકાન હોવા છતા આવ્યા ન હતાં. આજે પોતાના વતનથી કોઈ આવ્યું છે તેટલે તેઓ ને પોતાનું વતન યાદ આવી ગયું. હવે પતિ તેણે છોડી ને સ્વર્ગ સિધાવી ગયા છે. તેઓ પોતાના દીકરા સાથે અહીં ગંગટોકમાં જ રહે છે. નાની પોતી માં પોતાનું પ્રતિબિંબ જોઇને પોતાની બધી જ કળા તેને શીખવે છે. તેથી, ગુજરાતી પૂરું ન સમજવા છતાં, નાની બેબી ખુબ જ સરસ કાઠીયાવાડી ગરબા અને લોકગીત ગાઈ શકે છે. નયના બેન, આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યમાં ખુબ જ વ્યસ્ત રહે છે. તેઓ, નયના દાદીના નામે લોકલ પબ્લિકમાં લોકપ્રિય છે. પોતાનાનાં પરિવાર સાથે ખુબ ખુશીથી રહે છે. તેઓ માટે હવે ગંગટોક જ પોતાનું વતન છે, છતાં હજી તેઓની આંખોમાં ભાવનગરનો પ્યાર ઝળકતો હતો. કદાચ તેથી જ તેઓ એ અમારા ઘણા આગ્રહ છતાં પણ અમારું ત્રણ દિવસનું હોટલનું બીલ ન લીધું. અમારી, ત્યાંની ફરવાની પૂરી વ્યવસ્થા પણ કોઈ ચાર્જ વગર કરી નાંખી.
નયના બેન સાથે થયેલ આકસ્મિક મુલાકાતે મિત્રની આ વખતની ટુર અવિસ્મરણીય બનાવી દીધી હતી. તે આજેય નયના બહેનને યાદ કરે છે. અને વાર તહેવારે તેની સાથે વટ કરે છે. તેનું ગુજરાતી, તેમાય કાઠીયાવાડી, અને તેમાય ભાવનગરી હોવાનું ગૌરવ થયું.
