પપ્પાની હૂંફ
પપ્પાની હૂંફ
મારા ડોકટર મિત્ર શાંતિ એ એક સરસ મજાનો અનુભવ મારી સાથે શેર કરેલો. તેઓ એમએસ કરીને એક હોસ્પિટલમાં કામ કરતાં હતાં. શરૂઆતનાં વર્ષો હોવાથી, સર્જરી માટે જુનિયર ગણાય, તેથી ડિપાર્ટમેન્ટનાં વડા ડોકટર શાહનાં માર્ગદર્શનમાં સર્જરીનું કામ કરતાં. ઘણી વખત, ડોકટર શાહ ઓટીનો ડ્રેસ પહેરી ને ઓટીની બહાર બેસતા અને કહેતા કે કઈ તકલીફ પડે તો બોલાવી લેજો, પણ ખબર નહીં તેઓને ક્યારેય બોલવા ન પડયા. જ્યારે એક વખત તેઓ ઓપરેશન વખતે હાજર ન હતા તો ઘરેથી તાત્કાલિક બોલાવવા પડેલા. ખબર નહીં તેઓની હાજરી, પછી ભલે ઓટીની બહાર હોય, ગજબનો આત્મવિશ્વાસ આવતો હતો.
મને પણ પપ્પાની હાજરી આવોજ આત્મ વિશ્વાસ આપતી હતી. જેને હું પપ્પાની હૂંફ કહું છું. આપણે સૌએ આ હૂંફનો અનુભવ કર્યો હશે. માત્ર તેનું હોવું જ પૂરતું છે. જીવનનાં ઘણા પ્રશ્નો, પછી તે આપણા અભ્યાસને લગતી હોય, કોઈ વસ્તું ખરીદવાની હોય, સામાજિક પ્રસંગ હોય કે જીવનની જટિલ સમસ્યા હોય, પછી ભલે પપ્પા તેમ વધારે દખલ ન કરે, પણ આ બાબત પર તેઓની સાથે વાત કરીને નિર્ણય લઈએ ત્યારે અનેરો આનંદ આવે છે અને નિર્ણયની સાચાપણનો અને તેની સફળતાં માટેનો આત્મ વિશ્વાસ ખૂબ વધી જાય છે.
પિતાજી હોઈ તો કોઈની સાડબારી ન હોય. ઘરનું વાતાવરણ પણ ખૂબજ વ્યવસ્થિત શિસ્તબદ્ધ ચાલે, પછી ભલે તે કશુંજ ન બોલે. પપ્પાની હૂંફ વિશે જેટલું લખું તેટલું ઓછું છે.
તો દરેક મિત્રો જેના પપ્પા હયાત હોય, તેઓ પપ્પાની હૂંફનો ભરપૂર લાભ લાંબા સમય સુધી ઊઠાવી શકે તેવી શુભેચ્છા.
