STORYMIRROR

Jayeshkumar Khatsuriya

Inspirational Children

3  

Jayeshkumar Khatsuriya

Inspirational Children

એક માર્ક

એક માર્ક

4 mins
261

ગયા અઠવાડિયે મારા લંગોટિયા મિત્ર 'રઘલો' માનવાચક ભાષામાં 'રધુ' અને અત્યારે 'રઘુરાજ'નો ફોન આવ્યો. તેણે મને 'ઇન્સ્ટાગ્રામ' પરથી શોધી કાઢ્યો. મારુ અને રઘુ નું નાનપણ ગુજરાતનાં એક જ નાના પણ ખુબ જ સુંદર મજાના ગામમાં પસાર થયું. અમારી સ્કૂલ પણ એકજ હતી. ગામની શાળામાં સાત ધોરણ સુધીનું જ ભણતર હોવાથી, આઠ ધોરણ ભણવા મેં નજીકના શહેરની હાયર સેકન્ડરી સ્કૂલમાં એડમિશન લીધું. તેથી અમે બન્ને ત્યારથી છૂટાં પડી ગયા અને ત્યારથી 'રઘુ' સાથે ખાસ સંપર્ક ન રહ્યો. આજે ત્રીસ વર્ષ પછી તેનો ફોન આવતા, મન પર ફરી એકવાર નાનપણની એ ખુબજ રમણીય યાદો છવાઈ ગઈ. ખુબ જ વાતો કરી. બધી વાતોનું વર્ણન કરવું મુશ્કેલ તેમજ બિન જરૂરી છે. પણ, એક વાત જે મને ખુબ જ સ્પર્શી ગઈ અને આ પ્લેટફોર્મ માટે ખુબ જ મહત્વની લાગી, તેથી વર્ણન કરું છું.

જે રીતે મેં આગળ બતાવ્યું તેમ, ગામની શાળામાં સાત ધોરણ પછી વ્યવસ્થા ન હોવાથી, મારી જેમ રઘુ એ પણ બીજા શહેરમાં આઠમા ધોરણમાં એડમિશન લીધું હતું. નવું શહેર અને નવી સ્કૂલ, છતાં પણ અભ્યાસ માં ખુબ જ ધ્યાન આપતો. આઠ અને નવ ધોરણ પુરુ થયું. એન્જિનિયર બનવાનું સ્વપ્નું સાધી રાખ્યું હતું, તે પણ આઈ આઈ ટી માંથી. તેથી વિશેષ મહેનત પણ કરતો. સારી મહેનત પછી દસ માં ધોરણ ની પરીક્ષા આપી. બાકી પેપર તો સારા ગયા હતાં. પણ અંગ્રેજી નું પેપર અઘરું હતું. ગામથી આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓની આજ પરેશાની હોય છે. બન્યું પણ એવું કે માત્ર 'એક માર્ક ' માટે તે અંગ્રેજીમાં અને તેથી દસ ધોરણની પરીક્ષામાં નાપાસ થયો. રઘુ પરિણામ ને લીધે નિરાશ થયો. ઘરનાં લોકો તેમજ મિત્રો એ સહાનુભૂતિ આપી અને સાથ આપ્યો અને રઘુ ને ફરીવાર પરીક્ષા આપવા માટે માર્ગદર્શન આપ્યું. રઘુ એ ફરીવાર પણ ખુબ મહેનત કરી. તે રિપીટ પરીક્ષા માં પાસ થયો. પણ જીવનની આ પહેલી નિષ્ફળતાએ તેને અંદરથી હલાવી દીધો હતો. તેથી અગિયાર-બાર માં ધોરણ માં આગળ ભણવાનું સાહસ ઓછું થઇ ગયું. તેથી તેણે બાર ધોરણ માં આગળ ભણવાની જગ્યા એ, અમદાવાદ ની પોલીટેકનીક કોલેજ માં ડિપ્લોમા એન્જિનિયરિંગ માં એડમિશન લીધું. ત્રણ વર્ષ પુરા થતા, રાજ્ય માં એક એકમ માં નોકરી પણ મળી ગઈ. ડિગ્રી એન્જિનિરીંગ ન હોવાથી તે એન્જિનિયરની જગ્યા એ સુપરવાઇઝર બની ગયો હતો, તેથી સારી નોકરી હોવા છતાં તેને સંતોષ ન હતો. તેથી, તે પાર્ટ -ટાઈમ ડિગ્રી ક્લાસ માં જોડાણો અને બાકીના, પાંચેક વર્ષ પછી તેણે એન્જિનિયરિંગની ડિગ્રી પાસ પણ કરી લીધી. તેની કંપની માં એક ખુબ જ સારી વ્યવસ્થા હતી કે કોઈ કર્મચારી જો વધારાનું ભણતર યાને કી રઘુ એ કર્યું તેમ હાયર ડિગ્રી લે તો તેને ઓફિસર બનવા માટે તક મળે. પણ, તે માટે ડિગ્રી માં 70 ટકા હોવા જોઈએ અને આંતરિક પરીક્ષા આપવી પડે. રઘુ ના નસીબ બે ડગલાં પાછળ હતાં. તેથી, તેને ડિગ્રી માં તો ટકા 73 આવ્યા, પણ આંતરિક પરીક્ષા માં નાપાસ થયો. તેથી પાછો તે ઓફિસર / એન્જિનિયર બનવાની તક ચૂકી ગયો. ખુબજ આશા હતી. મહેનત અને સમર્પણની પણ કોઈ કચાશ રાખી ન હતી. પરિવારે પણ ખુબ જ ભોગ આપ્યો હતો.

તે ઈચ્છે તો કંપની ના રૂલ પ્રમાણે, હજી એકવાર ત્રણ વર્ષ પછી આંતરિક પરીક્ષા આપી શકે. તેની ઉપર ધીરેધીરે કુટુંબની જવાબદારી પણ ખુબ વધી ગઈ હતી. હવે બનવું પહેલા જેટલું સરળ નહોતું. પણ માથા પર ઓફિસર / એન્જિનિયર બનવાનું સ્વપ્ન સવાર હતું. ફરી એકવાર, ઘરના લોકોના સપોર્ટથી આખરી યુદ્ધ માટે શરૂઆત કરી. કોઈ કચાશ ન રહે, તે માટે તેણે ડિગ્રી કોલેજ ના પ્રોફેસરો નું ટ્યુશન ચાલુ કર્યું. ઓફિસ, સામાજીક અને અન્ય કારણો ને લીધે ઘણી વાર ક્લાસ છૂટી જતાં, તેથી 'આઈ ઈ એસ' ટ્યૂટોરિયલ ની બુક્સ પણ મંગાવી લીધી. એક-એક વસ્તુ, એન્જિનિયર કન્સેપ્ત (સિદ્ધાન્ત ) ખુબજ બારીકાઈ થી શીખવા લાગ્યો. તેની મહેનત રંગ લાવી. તેણે પરીક્ષા ખુબ જ સારી રીતે પાસ કરી. તે કંપનીમાં ઓફિસર બની ગયો. તેને ખુબ જ આનંદ આવ્યો. પણ તેના સ્વપ્ન ને હાસિલ કરવા માટે જે સંઘર્ષ કર્યો હતો, તેણે તેને જિંદગી માં ઘણુંબધું શીખવી દીધું હતું. તેને લાગતું હતું કે તેણે જે પ્રાપ્ત કર્યું તેની કરતા વધારે ગુમાવ્યું હતું. તે જીવન માં હજી પણ કંઈક હાસિલ કરવા માંગતો હતો. કંઈક બનવા માંગતો હતો. તેથી, તેણે હજી આગળ અભ્યાસ ચાલુ રાખવાનું નક્કી કર્યું. તેણે પી.એચ.ડી માં એડમિશન લીધું અને છ વર્ષ પછી પી.એચ.ડી કરી લીધું. પહેલા વિચાર્યું હતું કે પી.એચ.ડી કરીને કોઈ કોલેજ માં પ્રોફેસર બની જઈશ. જો કે , 55 વર્ષ ની ઉંમરે નોકરી બદલવી વ્યવહારિક નહોતી લાગતી. તે, હવે આજુબાજુની શાળા -કોલેજોમાં જઈ ને વિદ્યાર્થીઓ ને મોટીવેટ કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં કોચિંગ કરે છે. સાથે, પોતાનો વિભાગ બદલાવીને પ્રશિક્ષણ વિભાગ માં ટ્રાન્સફર લેવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. અત્યારે તેનું નાનપણનું એન્જિનિયર સ્વપ્ન પૂરું થયું છે, અમારા થી પણ વધારે ઉચ્ચ ડિગ્રી છે. સારો પગારવાળી નોકરી છે. પણ, 'એક માર્ક' નો ઝટકો, જે દસ ધોરણ માં લાગેલો, તેણે તેને વોરિયર બનાવી દીધો હતો, તે હજી પણ તેને શાંત બેસવા નથી દેતો. તેને હજી પણ કંઈક વધારે કરવા માટે પ્રેરિત કરે છે.

મિત્રો, જીવન માં આપણે ઘણી વાર આવી પરિસ્થિતિમાં મૂકાતા હોઈએ છીએ. ત્યારે આપણી સામે બે રસ્તા હોય છે. પહેલો રસ્તો મહેનત કરી ને આગળ વધવાનો અને બીજો માથા પર હાથ મૂકીને, બાકીની જિંદગી નસીબ ને દોષ આપીને રડવાનું. રઘુ એ પહેલો રસ્તો પકડ્યો અને આજે તેની પાસે ઘણું બધું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational