'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

મા ! મારે ઊડવું છે -૧૪

મા ! મારે ઊડવું છે -૧૪

2 mins
403


એક દિવસ કોલેજમાં રજા હોવાથી કાલુ ઘરે આવે છે. મા સાથે ખૂબ વાતો કરે છે. વાત-વાતમાં તે સ્ટીવ જોબ્સ વિશે વાત કરવા લાગે છે, ‘‘મા ! આ સ્ટીવ જોબ્સ એટલે એપલ કંપનીની સફળતાના સુકાની. એપલ કંપનીનાં કોમ્પ્યૂટર, મોબાઈલ, આઈપોડ, આઈફોન વગેરે બજારમાં ધૂમ મચાવે છે. મા ! આ સ્ટીવ જોબ્સ એક સાહસિક બિઝનેસમેન છે. તેમનું કહેવું છે કે, સંશોધન કરવાની ક્ષમતા સાહસ કરનારમાં હોય છે, કામદારમાં નહિ. ગુણવત્તામાં દાખલો બેસાડવો જોઈએ. સારી ડિઝાઈન એટલે સારો દેખાવ, એ વાત ખોટી છે. હકીકતમાં તો સારી ડિઝાઈન એટલે ઉત્તમ કામગીરી છે. તમારે સારું કામ કરવું હોય તો એ કામના પ્રેમમાં પડો. મા ! આવું આવું તો સ્ટીવ જોબ્સે ઘણું કહ્યું છે. એ જાણીને પણ મન ખરેખર ઊડવા લાગે છે.’’

માએ કાલુને વચ્ચે અટકાવ્યો, ‘‘દીકરા, ચાલ હવે ખાઈ લે ! પછી નિરાંતે વાતો કરજે.’’ પણ કાલુને ખાવાની તો જરાય ઉતાવળ નહોતી. તેને તો વાતો જ કરવી હતી. માના ખૂબ આગ્રહને લીધે તે ખાવા તો બેઠો, પણ ચાવવાની સાથે વાતોય ચાલુ જ રાખી. તેના મુખ ઉપર હંમેશાં ઉત્સાહ જ ચમકતો રહે છે. કયાંય કોઈ નિરાશા દેખાતી જ નથી. કયાંથી દેખાય ? નિરાશા, અશકય, અઘરું જેવા શબ્દો તો એ શીખ્યો જ નથી ! હવે કહો, આ મુકત-ગગનના પંખીને કોણ રોકી શકે ? બસ, એના વિચારો સતત ઊડયા જ કરે છે.

રજાનો એક દિવસ માંડ તે ઘરે રહ્યો, ત્યાં તો તેણે સ્ટીવન સ્પીલબર્ગ વિશે પણ વાંચી નાખ્યું. સ્ટીવન સ્પીલબર્ગ એટલે અમેરિકન ફિલ્મોના નિર્માતા અને નિર્દેશક. તેણે ડ્રિમવર્ક સ્ટુડિયો નામની કંપનીની સ્થાપના કરી, મોટાં-મોટાં સપનાં જોયાં અને ફિલ્મો બનાવી. ત્રણ વખત તો તેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ‘ટાઈમ’ મેગેઝીનના સંશોધનમાં સદીની સો શ્રેષ્ઠ વ્યક્તિઓમાં તેમનો સમાવેશ થયો છે. આ સ્ટીવન સ્પીલબર્ગનું કહેવું છે કે, ‘‘મેં પૈસા કમાવવા માટે કામ નથી કર્યું, સારું કામ કર્યું એટલે પૈસો આપમેળે આવ્યો. જીવવા માટે સપનાં તો જોવાં જ જોઈએ. કદી’ આશાવાદી ન બનો, આશાભર્યા બનો. સારું કામ કરવાથી એક જિંદગીમાં અનેક જિંદગી જીવી શકાય છે.’’ કાલુને આ છેલ્લી વાત તો ખૂબ ગમી ગઈ છે. કાલુને પણ સારું કામ કરવું છે, આગળ વધવું છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract