કલ્પેશ દિયોરા

Drama

2.5  

કલ્પેશ દિયોરા

Drama

લવ સ્ટોરી

લવ સ્ટોરી

3 mins
1.1K


નિકુંજ તું મારો ફોન કેમ રિસીવ નથી કરતો? સવારથી બપોર સુધીમાં મેં ત્રીસ વાર તને ફોન કર્યા પણ તું તો મારો ફોન રિસીવ જ નથી કરતો. મારાથી તને કઈ તકલીફ કે કોઈ એલર્જી તો નથી ને? તો મારી સામે જ તું આવીને મને કહી દે કે મને આ તકલીફ છે.

નહીં મનીષા એવી કોઈ તકલીફ નથી. પણ મને કોલેજમાં મોજ મસ્તી કરવી પસંદ નથી. હું મારું કરિયર બનાવા માટે આ કોલેજમાં આવ્યો છું નહિ કે ગર્લફ્રેંડ બનાવા. તું આજ એમ કહે ચાલને નિકુંજ મુવી જોવા જઈએ કાલ એમ કહે ચાલને નિકુંજ કોઈ સારી હોટલમાં જમવા જઈએ. મારા બાપ પાસે એટલા રૂપિયા નથી કે હું તને આ બધી મોજ કરાવી શકું.

નિકુંજ તારી પાસે પૈસા ન હોઈ તો આજ હું આપી દશ બિલ પણ આજની પાર્ટીમાં તારે આવું જ પડશે. તું નહીં આવ તો હું આજ પછી કયારેય હું નહીં મળું. કે નહીં ફોન પણ કરું.

મનીષા તું સમજવાની કોશિશ કરે તારા પપ્પા પાસે એટલી સંપત્તિ છે કે તું જીવ ત્યાં સુધી એક રૂપિયો પણ તારે કમાવાની જરૂર નથી. એ સંપત્તિમાંથી જ તું મોજ કરી શકે છો. મારા બાપને મારી પર આધાર છે. તેમણે રાત દિવસ કામ કરીને મને આ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. એ બધુ મારી નજરે મને દેખાય છે. અને આમ પણ આ કોલેજની હવે છેલ્લી એક્ઝામ છે. હું ફેલ થઈને મારા પપ્પા પર બોજ બનવા નથી માંગતો. પ્લીઝ મનીષા હું નહીં આવું. તું મને ફોર્સ નહી કર.

નિકુંજ હું તને છેલ્લી વાર મારી સાથે આવાનું કવ છું. એ પછી હું તને ક્યારેય નહીં કવ. મને ખબર છે તું આવીશ જ તું મને ના નહીં પાડી શકે હું તને એડ્રસ મેકલું છું. તું સાંજે 8:30 આવી જાજે હું તારી રાહ જોશ.

નિકુંજ અને મનીષા ચાર વર્ષથી એક કલાસમાં હતા કોઈ પણ પાર્ટી મનીષાના ઘરની ખુશીની હોઈ નિકુંજ જતો. પણ આ વખતે તે એક્ઝામને લીધે મનીષાને તે ના કહી રહ્યો હતો. પણ આજ તે મનીષા સામે હારી ગયો. અંતે પાર્ટીમાં જવાનું નક્કી કર્યું. બ્લ્યુ પેન્ટ અને યેલો ટી-શર્ટ પહેરીને નિકુંજ તૈયાર થઈ ગયો.

8:30ને બદલે 8:45 થઈ ગઈ મનીષા નિકુંજની વાટ જોઈ રહી હતી. ત્યાં જ સામેથી આવતો નિકુંજ મનીષાને દેખાયો. નિકુંજને જોઈને મનીષા ખુશ થઈ ગઈ. તે જલ્દી એની પાસે ગઈ. મને ખબર હતી નિકુંજ કે તું આવીશ જ.

દરેક પાર્ટીની જેમ આજ પણ મનીષાએ બધા મહેમાનની ઓળખાણ આપીને કહ્યું આજ એક એવા વ્યક્તિની હું તમને ઓળખાણ આપીશ કે હું તે વ્યક્તિ ને ખૂબ પ્રેમ કરું છું.

નિકુંજને થયું મનીષા એ મને પહેલા જાણ પણ ન કરી કે તે કોઈને પ્રેમ કરે છે. જે પણ હોઈ તે છોકરો સારો જ હશે મનીષાને હું જાણું છું. તે મારી બેસ્ટફ્રેન્ડ છે.

મનીષા એ કહ્યું હું તે વ્યક્તિને ઘણા સમયથી ઓળખું છું. પણ કોઈની સામે કઈ નોહતી શક્તિ તેને પણ મેં કહ્યું નથી. આજ હું બધાની સામે જ કહેવા માગું છું કે તે વ્યક્તિને હું ખૂબ પ્રેમ કરું છું. તે વ્યક્તિનું નામ છે "નિકુંજ"

"હા" નિકુંજ હું તને ખૂબ પ્રેમ કરું છું. આ સાંભળીને તારા પગ ધ્રુજતા હશે. તને થશે કે મનીષા મને પ્રેમ કરે છે? નિકુંજ કોઈપણ સ્ત્રી એવા જીવનસાથી શોધતી હોઈ છે કે તેને નાની વાતમાં ખુશ રાખે. કોઈપણ સ્ત્રી પૈસા પહેલા પ્રેમને વધુ મહત્વ આપે છે. હું જાણું છું નિકુંજ કે તું મને જીવનભર ખુશ રાખીશ. હું હંમેશા તારી સાથે રહીને જીવનભર તારો સાથ આપીશ.

આઈ લવ યુ નિકુંજ

નિકુંજ દોડીને સ્ટેજ પર જઈને મનીષાને ભેટી પડ્યો

આઈ લવ યુ ટુ મનીષા


Rate this content
Log in

Similar gujarati story from Drama