STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Tragedy

લવ ડાયરી

લવ ડાયરી

4 mins
365

મેઘના આજે તો ખૂબ સુરત પ્રકૃતિના સાનિધ્યમાં બેઠી છે. અલ્લડ હવા કોઈ મુગ્ધાની જેમ પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહી છે. આ ઝાકળની બુંદોથી આ ફૂલો ન્હાઈ રહ્યા છે. આ ફૂલોની ખાસ દોસ્ત એવી હવા ફૂલોની સુંગંધનું માર્કેટિંગ કરી રહી છે. રંગબેરંગી પતંગિયા એક ફૂલ પરથી બીજા પર કુદા કુદ કરવાનો આનંદ લઇ રહ્યા છે. આ ભમરો જાણે વેલેન્ટાઇન ડે ઉજવવાની તૈયારી કરતો હોય, અને ફૂલોને પ્રપોઝ કઈ રીતે કરવું એની તડામાર તૈયારી કરતો હોય એવું લાગે છે.

આ સુરજે સોનેરી કિરણોનો ભારો છોડ્યો. ધરતીને સોના જેવી ચમકાવી રહ્યો છે. આ આંબા વાડીમાં કોયલ જાણે !વસંતના આગમનની જાણ સમગ્ર સૃષ્ટિને કરતી હોય એવું લાગે છે. આ બપૈયા આ કબૂતરો ચકલી સૌ પોતાની ધૂનમાં આલાપ છેડી રહ્યા છે. મેઘનાનું ફાર્મ જાણે સંગીત સમારંભ હોય કુદરતની સુંદર અનુભૂતિ કરાવી રહ્યા છે. ઠેર ખીલેલા ચંપા ચમેલી ગુલાબ મહેકી રહ્યા છે.હવાના તાલે ઝૂમી રહ્યાં છે. વૃક્ષો પર નવી કૂંપળો ફૂટી નીકળી છે. જેમ એક મા પોતાના નવ જન્મિત બાળકને જોઈ હરખધેલી થાય એમ વૃક્ષો કૂંપળને જોઈ હરખઘેલા બની રહ્યા છે. દૂર ડુંગર પર ધુમ્મસને કારણે બરફના પહાડ જેવું લાગી રહ્યું છે.

આ વસંતનાં આગમનને કારણે હરખઘેલી હવા ફૂલોના કાનમાં કૈક કહી રહી છે.જાણે એવું લાગે કે કોઈ યુવતીને પોતાની માતા કઈ શિખામણ આપતી હોય એવું લાગે છે !.કુમળું ઘાસ ઝાકળથી નાહી ને રૂડું રૂપાળું લાગે જાણે કોઈ ક્યૂટ બાળક જેવું નિર્દોષ લાગી રહ્યું છે.

આવા ખૂબસૂરત વાતાવરણમાં ૪૦ વર્ષની મેઘના પોતાની કોલેજ ડાયરી વાચવામાં મશગુલ છે. મેઘના અને મયુર કોલેજના પહેલા વર્ષમાં મળ્યા, બંનેના વિચારો ખૂબ મળતા હતા. મેઘના એટલે નામ પ્રમાણે વરસતી વાદળી જેવી, હંમેશા એના અધરો પર મુસ્કાન હોય. ખૂબસૂરતી તો એનામાં ઠાંસી ઠાંસીને ભરી હતી. ઇશ્વરે એને ફુરસદની પળોમાં ઘડી હશે !ઝીલ જેવી ગહેરી આંખો, ચાંદ જેવો ચહેરો, કાળા લાંબા કેશ, કમળની પાંખડી જેવા ગુલાબી ગાલ,એના પર કાળું તિલ એના સૌન્દર્યમાં અનેકગણું વધારો કરતું હતું. દેખાવ સાથે સ્વભાવની પણ ખૂબ સુંદર હતી. બધાનું મન મોહી લે એવી એની મધુર વાણી હતી. ભણવામાં પણ હંમેશા અવ્વલ નંબરે રહેતી.

મયુર પણ ખૂબ હેન્ડસમ લાંબો પાતળો, ગૌરવર્ણ, ચોકલેટી ચહેરો, વાંકડિયા વાળ અને આબેહૂબ કોઈ ફિલ્મના હીરો જેવો દેખાવડો હતો. ભણવામાં તેમજ કોલેજની બધી પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેતો, કોલેજની બધી છોકરીઓ એના માટે તરસતી, પણ મયૂરને તો ફક્ત મેઘનામાંજ રસ હતો. હદયના ઊંડાણની ચાહત હતી એના માટે. પ્રેમના અહેસાસને એ સમજતો હતો.પરંતુ પ્રેમનો એકરાર કરવા માટે હંમેશા ડરતો હતો. એને ડર હતો કે મેઘના મારી દોસ્તી પણ તોડી નાખશે.

એકાદ બે મહિના વીતી જાય છે, મેઘના મયુર નોટની અદલા બદલી કરે છે. અને આવી રીતે વધુ નિકટ આવે છે. પણ તેઓના મનમાં કોઈ મેલ નથી એકબીજા વચ્ચે પ્રેમભરી મિત્રતા હતી.પ્રેમનો એક અહેસાસ હતો. એક વખત મેઘના કોલેજથી છૂટીને જતી હોય છે. અને રસ્તામાં કોઈ બાઈકવાળો હડફેટે ચડાવે છે .મેઘનાને ખૂબ વાગી જાય છે. અને ખૂબ લોહી નીકળે છે. મયુર એને ઊંચકી પોતાના કારમાં નાખી હોસ્પિટલ લઈ જાય છે.મેઘનાને લોહીની જરૂર હોય છે. બંનેનું ગ્રુપ મેચ થતું હોય છે .મયુર પોતાનું લોહી આપી મેઘનાની જિંદગી બચાવે છે. અને આવી રીતે મેઘનાનાં હૈયામાં એને એક ઊંચું સ્થાન મળી જાય છે. મેઘનાને એના પવિત્ર પ્રેમનો અહેસાસ થાય છે. ત્યારે મયુર ગુલાબ આપી એના પ્રેમનો એકરાર કરે છે. મેઘના પણ એનો સહર્ષ સ્વીકાર કરે છે.

પછી તો મેઘના જલ્દી સાજી થઈ જાય છે અને કોલેજ પણ આવવા લાગે છે. બંને વચ્ચે ખૂબ પ્રેમ વધે છે. ક્યારેક કોલેજની કેન્ટિંનમાં તો ક્યારેક બગીચામાં ક્યારેક દરિયાકિનારે એની મુલાકાતો થતી રહે છે. એના પ્રેમમાં ખૂબ વધારો થતો રહેછે. એકબીજાની ગેરહાજરીમાં એકબીજાનું મન લાગતું નથી.

સમયને ક્યાં બાંધી શકાય છે ! ત્રણ વર્ષ તો જોત જોતાંમાં પસાર થઈ ગયા. મેઘના તો હોસ્ટેલમાં રહીને ભણતી હતી. કોલેજ પૂર્ણ થતાં પોતાને ગામડે જાય છે. એની શાદીની વાત એના પિતા એ પાક્કી કરી નાખી હતી. એના મિત્રના પુત્ર સાથે, જે મિત્ર એ એને ધંધામાં ખોટ આવી ત્યારે મદદ કરી હોય છે. એનું એક અહેસાન હોય છે એના પિતા પરઅને પિતાના માન સન્માન ને જાળવવા માટે એ મના નથી કરી શકતી. પણ મયુર સાથે બેવફાઈ પણ નથી કરી શકતી કેમકે ખૂબ પ્રેમ કરતી હતી એને.

મયુરને મળવા માટે જાય છે. મયૂરને એની મજબુરીની વાત કરે છે. ત્યારે મયુર કહે છે. "પ્રેમ એટલે ફક્ત પામવું નહિ, આપવું પણ થાય છે. પ્રેમ એટલે કુરબાની, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ તો આત્માનો અહેસાસ છે. શરીરનું મિલન થાય કે ના થાય આત્મામાં રહેલો અહેસાસ કદી મરતો નથી. બસ મને તો તારા પવિત્ર પ્રેમની ઝંખના છે, નહિ કે આ શરીરની. તારો અહેસાસ, તારો પ્રેમ, તારી છબી સદા મારા અંતરમાં રહેશે. કદી એમાં ખોટ નહિ આવે,પ્રેમ પામવાનું નહિ પણ કુરબાનીનું નામ છે. બસ મારા હૈયે તારો અહેસાસ કાફી છે. જીવનપર્યંત રહેશે. સદા તારી ખુશી માટે તારા સારા ભાગ્ય માટે રોજ હું દુઆ કરીશ, તું એક પુત્રી તરીકે તારી ફરજ અદા કર",

બસ આ મેઘના અને મયુરની છેલ્લી મુલાકાત હતી. ત્યાર પછી ક્યારેય એકબીજાને મળ્યા નથી. પણ આજે લખેલી ડાયરીને વાચી, મેઘનાની આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે.અને મયુર માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. એ જ્યાં પણ હોય ત્યાં તું એને સુખી સલામત રાખજે.

પોતાના અશ્રુઓ લૂછી અને રોજબરોજના કામમાં ગૂંથાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance