લોલીપોપ અને ત્રણ ધ્વજ
લોલીપોપ અને ત્રણ ધ્વજ


વર્ષો અંગ્રેજો, પોર્ટુગાલ અને ફ્રેંચ લોકોની ગુલામીમાં આફ્રિકા ખંડ રહ્યો અને તબક્કાવાર લોહીયાળ અને ક્યારેક અહિંસક ક્રાંતિ કરતા કરતા એના દેશો સ્વતંત્ર થતા ગયા. આવો દુઃખદાયી ઈતિહાસ રહ્યો છે આફ્રિકા ખંડનો. અને એટલે જ આ સંઘર્ષ દરમ્યાન આ ખંડ વિશ્વના અન્ય ખંડ અને દેશોથી ક્યાંક આર્થિક રીતે પાછળ રહી ગયો.
સાંસ્કૃતિક દ્રષ્ટીએ આફ્રિકા ખંડ એ જીવંત પ્રજાતિનો બેનમૂન નમુનો છે. ભૌગોલિક દ્રષ્ટીએ એટલી વિવિધતા છે અહી કે અહી જીવન જીવંત થઇ જાય છે. ક્યાંક ભેંકાર રણ પ્રદેશ છે તો ક્યાંક ગીચ જંગલ, ક્યાંક પહાડી પ્રદેશ છે તો ક્યાંક સપાટ દરિયા કિનારો. વેપાર અને વાહનવ્યવહાર શરુ થયો એ પહેલા એટલે કે લગભગ સાતસો વર્ષ પૂર્વે, આફ્રિકા અલગ અલગ પ્રજાતિ અને કબીલાઓમાં વહેંચાયેલું હતું. દરેકની પરંપરા અલગ, રીત-રસમ અલગ, જનમ, મરણ અને જીવતરના મૂલ્યો અલગ. પણ, એક વાત સામાન્ય હતી અને એ વાત હતી કુદરતની નિકટતાની. આ સંસ્કૃતિ સાથે આજે પણ આ ખંડ જીવંત છે.
પ્રાચીન કાળથી આફ્રિકાના ખંડના ઉત્તર અને પૂર્વ તરફના પંદર કબીલાના વડા દરવર્ષે એક વખત ભેગા થ
તા અને વિકાસ અને વિનિમયની ચર્ચા કરતા. ત્યારથી જ મિત્રતા અને સંમેલનની સ્થિતિ વ્યવસ્થામાં હશે એવું માની શકાય. હાલ થોડા વર્ષો પૂર્વેની આ વાત છે. એક વખત આ સંમેલનમાં એક વૈશ્વિક વ્યાપારી પ્રવેશ્યો, જેની વગ ખુબ જ હતી. વિશ્વમાં જેનું મોટું નામ હતું અને લખલુંટ સંપત્તિ હતી. ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર એની પકડ હતી. એ વ્યાપારીને આવકારતા દરેક વડા સમજી ગયા હતા કે વાયરો કઈ દિશામાં વાશે. વ્યાપારીએ પૃથ્વીના ગોળા જેવી એક કેક સહુ સમક્ષ મૂકી, જ્યાં ઉત્તર-પૂર્વ આફ્રિકાખંડના ત્રણ કબીલાના પ્રદેશો પર એને લોલીપોપ મૂકી હતી અને એ ત્રણ લોલીપાપની વચ્ચે એના વ્યાપારિક સંસ્થાનું ચિન્હ ઊંચું કરી ધ્વજ માફક ખોસ્યું હતું. વ્યાપારી કઈ પણ વાત કરે એ પહેલા જ સંમેલનના વડાએ સહર્ષ ત્રણ લોલીપોપ અને ચિન્હ ઉખેડીને લા, પીળો અને લીલો નાનો અમસ્તા ધ્વજ ફરકાવી દીધા. અને એ જોતા જ વ્યાપારી ખીજાયને ચાલ્યો ગયો.
આ પ્રસંગની વાર્તાનો સાર હતો કે આફ્રિકા ભૂખંડની સ્વતંત્રતા માટે ત્યાના વડા અને ઉપરીઓ જ એટલા સક્ષમ હતા કે કોઈ દમનકારી કે વ્યાપારિક શોષણ કરનારા ટકી શકતા નહોતા.પણ સમય જતા..