Mr Kaushal N Jadav

Action Crime Thriller

3.9  

Mr Kaushal N Jadav

Action Crime Thriller

લોહિયાળ કોરોના 2020

લોહિયાળ કોરોના 2020

8 mins
73


(કોરોના વાઈરસના કારણે સમગ્ર દુનિયામાં હજારો લોકોનાં મોત થયા છે એ સમયે દુનિયાનાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો કોરોનાની દવા શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે એ સમયની કહાણી)


સૂમસામ રસ્તા પર પુરપાટ વેગે જતી એક રિક્ષાનું અચાનક કાર સાથે અથડાવાથી જાનલેવા અકસ્માત થાય છે. કારમાં રહેલા ડો.મેહરાનું ઘટનાસ્થળે જ મોત થાય છે અને રિક્ષા ડ્રાયવર ઘાયલ થઈ ને ત્યાં બેભાન પડી જાય છે.

ઘટનાસ્થળેથી એક ઈન્જેક્શન મળે છે કે જેમાં કોરોના વાઈરસ યુકત લોહી ભરેલ હોય છે. રિક્ષા ડ્રાયવર એ કોઈ કંપનીના મૅનેજર કે કોઈ અન્ય ઊંચી પોસ્ટના વ્યક્તિ હોય એ રીતે શર્ટ પેન્ટ અને ટાઈમાં સજજ હોય છે. ડ્રાયવરને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એ મરણપથારીએ પડ્યો હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એમનું નિવેદન લેવા આવેલા હોય છે...

અને શરૂ થાઈ છે એક અનાથ રીક્ષા ડ્રાયવરની સસ્પેન્સ ભરેલી કહાની..

રાત ના સમયે સૂમસામ રસ્તા પર એક દંપતી અને તેનો પુત્ર વિજય ત્રણેય લોકો બીજા શહેરમાં જવા પોતાની કાર લઈને નીકળે છે...સફર હોય છે ઉન્નત મસ્તકે જીવન જીવવાની...રસ્તામાં ખૂબ વરસાદ અને વીજળીના હાડ કંપાવી નાખે એવા અવાજો વચ્ચે પુરપાટ વેગે આવેલી એક મોટર કાર માંથી 3 બુકાનીધારી લોકો બહાર આવે છે અને કાર ને આંતરી લઈ ને ધડાધડ ગોળીબાર કરી ને એ દંપતીને મોતના ઘાટ ઉતારી દે છે...અને એ એ ત્રણે લોકો ફરાર થઈ જાય છે.

સવાર થાય છે અને પોલીસ ખાતાના અધિકારીઓ ત્યાં તપાસ માટે આવે છે અને ત્યારબાદ વિજય ને ખભામાં ગોળી લાગી હોય છે અને ઘાયલ અવસ્થામાં હોવાથી તેને હોસ્પિટલમાં મૂકવામાં આવે છે અને એની સારવાર થાય છે.

એ 28 વર્ષ નો અનાથ યુવાન વિજય એક સફળ ડોક્ટર અને શિક્ષક છે અને પોતાના વિદ્યાર્થીઓ ને સફળતાના રસ્તાઓ શીખવે છે. પરંતું એના કાનમાં ઘણા વર્ષો પછીયે એ ગોળીઓના અવાજો સંભળાતા રહે છે. અને એ પોતાના માતપિતાની હત્યાનો બદલો લેવાનું નક્કી કરે છે.

બદલો લેવા માટે પોતાના માતપિતાની હત્યા નું કારણ જાણવું જરૂરી હતું.

તે કંપની એટલે કે જ્યાં તેના પિતા જે દવા બનાવવાની કંપનીમાં કામ કરતા હતાં ત્યાં વિજય જાય છે.

ત્યાં એ લોકો અલગ અલગ પ્રકારના રસાયણો અને દવાઓની માહિતી મેળવે છે અને ઘણું શીખે છે. પણ ડોક્ટર વિજયની નજર આમતેમ ફરે છે અને અચાનક જ એની નજર સ્થિર થઈ જાય છે એક રૂમ તરફ કે જ્યાં ઘણાં બધાં જાનવરોને પૂરી ને રાખવામાં આવેલ હોય છે.(સસ્પેન્સ)

ડો.વિજય ને ખબર હોય છે કે મેડિકલ ફિલ્ડમાં દવાઓના પ્રયોગો જનાવરો પર થતા રહે છે અને ત્યારબાદ જ એ દવાઓ ને માણસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ત્યાં કંપની માં વિજયની મુલાકાત ડો.શુક્લા સાહેબ કે જે તેના પપ્પાના ખાસ મિત્ર હતા તેની સાથે થાય છે અને એ બંને એકબીજાને ઓળખી જાય છે.

વિજય ડો.શુક્લાને એમના પપ્પા વિશે પૂછે છે ત્યારે એને જાણવા મળે છે કે એના માતાપિતાની હત્યાના આરોપી એ જ એક અન્ય મેડીસીન કંપની ચેરમેન ડો.મેહરા છે.

વિજય ડો.શુક્લા ને કહે છે કે એ કંપની ના ચેરમેન ને મળવા માંગે છે. પણ ડો.શુક્લા એમને અટકાવે છે અને વિજય ને આશ્વાસન આપે છે કે એ વિજયને એના માતાપિતા ની હત્યાનો બદલો લેવા માટે મદદ કરશે.

વિજય નક્કી કરે છે કે એ હત્યારાને સજા અપાવશે અને પોતાનાં માતાપિતાની હત્યાનો બદલો લેશે.ત્યારબાદ એ પોતાના વિદ્યાર્થીઓને લઈ ને પરત ફરે છે અને એ પોતાનાં ઘરે જાય છે.

એકલોઅટૂલો એ વિજય પોતાનાં માં બાપ ને યાદ કરી ને ખૂબ રડે છે અને એના ફોટા સામે હાથ જોડી ને બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે.


(થોડાં દિવસો પહેલાં)

વિજય અને તેનો પરિવાર ખુબ જ સંપન્ન અને સુખી હતો એના પપ્પા એક સરકારી મેડીસીન કંપનીમાં ડ્રગ એડવાઈસર તરીકે કામ કરતા હતા.

એકવાર કંપનીની લેબોરેટરીમાં કોરોના દવાનું રીસર્ચ કરવામા આવ્યું અને એ દવા ખૂબ જ અગત્યની શોધ બની. એ દવાથી અનેક લોકોનો ઈલાજ શકય હતો અનેક રોગી વ્યક્તિઓને ખુશહાલ જિંદગી આપવી શક્ય હતી.

વિજયના પપ્પા ડ્રગ એડવાઈસર હતા એટલે એમને દવાની બધી જ પેટન્ટ અને બનાવવાની વિધિ ખબર હતી. એવું ઈચ્છતા હતા કે એ દવા બધા લોકો માટે ઉપયોગી થઈ શકે એટલી સસ્તી હોવી જોઈયે પણ એમને ધાર્યું એવું થયું નહીં.

એ દવા ની શોધ થાય બાદ બીજી કમ્પનીના ચેરમેન ડો.મેહરા ને લાલચ જાગી અને એ કોરોનાની દવાની પેટન્ટ લેવા માટે વિજયના પપ્પાને દવા વિશે જાણકારી મેળવવાના બહાને પોતાની ઓફીસ બોલાવ્યા અને પૈસા અને પોસ્ટની લાલચ આપી ને દવાની પેટન્ટ અને એને બનાવવાની પ્રક્રિયાની માંગણી કરી પણ વિજય ના પપ્પા એક નિષ્ઠાવાન વ્યક્તિ હતા અને એમણે એ ઑફર ને ઠુકરાવી ને ત્યાં થી નિકળી ગયા.

અને શરૂ થયો ડો.મેહરા નો ખેલ...એમણે વિજય ના પપ્પાને લાંચ લેવાનાં આરોપમાં ફસાવી દીધા અને એના પપ્પા ને જેલમાં જવું પડયું.

ત્યાર બાદ એને એ કંપની કે જ્યાં વિજયના પપ્પા કામ કરતા હતા ત્યાંના અન્ય અધિકારી ને પૈસાની લાલચ આપી ને એ દવાની માહિતી અને રિસર્ચ ના ડેટા પોતે લઈ લીધા અને એ દવાની કિંમત ખૂબ જ વધારીને માર્કેટમાં મૂકવા માટે સરકારને અરજી કરે છૅ.એની કિંમત એટલી વધારે હતી કે માત્ર શ્રીમંત લોકો જ એ દવાનો ઉપયોગ કરી શકે અને ગરીબોને એ દવા મળી જ ન શકે.

હજુ પણ ડો.મેહરા ની અરજી સરકાર માં પેન્ડીંગ પડી હતી.

આ સમય દરમિયાન જેલમાંથી છૂટ્યા બાદ વિજય ના પપ્પા એ ડો.મેહરા પર કેસ કર્યો કે ડો.મેહરા એ કોરોના ની દવાની માહિતી ની ચોરી કરી છે પણ અપુરતા પુરાવાઓ ને કારણે એ કેસ હારી ગયા. એમને એવું લાગ્યું કે હવે એ શહેર માં રહેવુ એમના માટે મુશ્કેલ છે એટલે તેઓ નીકળી ગયા પોતાની કાર માં અન્ય શહેર જવા.

ડો.મેહરા ને બીક હતી કે જો વિજય ના પપ્પા એમના વિરુધ્ધ પુરાવાઓ શોધી લેશે તો તેને જેલ થશે અને ડ્રગ માર્કેટમાં એની ખૂબ બેઈજ્જતી થઈ જશે.આથી એ વિજય ના પપ્પાની હત્યા કરાવવા માટે ગુંડાઓ ને પૈસા આપી ને વિજયના પપ્પા તથા એમના પરિવાર પર ગોળીબાર કરાવે છે અને વિજય અનાથ બની જાય છે.


(હાલમાં)

વિજયમાં શારીરિક તાકાતનો અભાવ હતો એટલે એ પોતાનાં શરીર ને ખડતલ બનાવવા માટે મહેનત શરૂ કરે છે અને પોતાનાં શરીર ને મજબુત બનાવે છે.

 બાદ એ ડો.મેહરા ને મળવા માટે એમની કંપનીમાં કૉલ કરે છે અને કહે છે કે તે ડો.મેહરા ને મળવા માંગે છે પણ ડો.મેહરા એક નામી વ્યક્તિ હોવાથી એની મુલાકાત માટે અરજી થઈ શકતી નથી.

વિજય ત્યારબાદ ડો.મેહરા અને એના ફૅમિલી વિશે શોધખોળ શરૂ કરે છે અને તેને જાણ થાય છે કે ડો.મેહરાની દીકરી શ્રેયા પણ મેડિકલ કોલેજ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

હાલ તો લોકડાઉન હોવાને કારણે કૉલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બન્ધ હોય છે પણ એક ડોકટર તરીકે શ્રેયા હોસ્પિટલમાં સેવા કરવા જતી હોય છે.

વિજય ડૉ. મેહરાની દીકરી શ્રેયા ને કિડનેપ કરવાનો પ્લાન બનાવે છે. એ એક ડૉક્ટરો માટે એક મીટિંગનું આયોજન કરે છે એ મેસેજ શ્રેયાને પણ મળે છે અને એ મીટિંગ માટે તે ડો.વિજય ના હોસ્પિટલમાં પહોંચી જાય છે. ત્યારે વિજય એને પકડી લે છે અને એનું અપહરણ કરી ને શ્રેયા ને એની લેબોરેટરીમાં પુરી દે છે.

વિજય એક ડોક્ટર હતો એમણે ઘણા કોરોના ના રોગીઓની તપાસ કરી હતી અને લોહીના સેમ્પલ લઈ ને એના પર રિસર્ચ કરતો હતો. એટલે એ લોહીનું ઈન્જેક્શન લે છે એને શ્રેયાના મોબાઈલમાંથી જ ડો.મેહરા ને કોલ કરે છે. અને ડૉ.મેહરા ને કહે છે કે એ દવાઓ ની કિંમત સસ્તી કરે અને પોતાનાં તમામ ગુનાઓ ને સ્વીકારી ને સરકાર સામે સરેન્ડર કરે અને જો એ એવું નહીં કરે તો વિજય શ્રેયા ને એ કોરોના યુકત લોહીનું ઈન્જેકશન આપી દેશે. પણ ડો.મેહરા પૈસાના નશામાં એટલા ધૂત હોય છે કે એ પૈસા માટે પોતાની સગી દીકરી શ્રેયા ને પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય છે.

શ્રેયાનું અપહરણ થયું એ જાણી ને ડો.મેહરા ખૂબ જ ડરી જાય છે અને એ પોતાના ગુંડાઓ ને શ્રેયાને છોડાવવા માટે મોકલે છૅ.

પણ ત્યાં વિજય હાજર હોવાથી વિજય અને ગુંડાઓ વચ્ચે ખૂબ જ લડાઈ થાય છે અને એ તમામ ગુંડાઓ ને ઢોરમાર મારી ને ડો.મેહરા પાસે પાછા મોકલે છે.

શ્રેયા વિજયને ખુબજ વિનંતી કરે છે અને એને છોડી દેવા માટે માંગણી કરે છે ત્યારે વિજય પોતાની સંપૂર્ણ કહાની શ્રેયા ને કહે છે ત્યારે શ્રેયા ને પણ પોતાનાં પિતાના કર્મો પર પસ્તાવો થાય છે અને એ વિજયની મદદ કરવા માટે તૈયારી બતાવે છે.

વિજય ડો.મેહરા ને કોલ કરી ને કહે છે કે એણે શ્રેયા ને છોડી મૂકી છે એટલે એ ત્યાં આવીને શ્રેયા ને લઈ જાય...

ડો.મેહરા આવે છે ત્યાં પણ શ્રેયા ને ત્યાં ન જોતા એ ફરી વિજય ને કોલ કરે છે.

વિજય પોતાની લેબોરેટરીમાંથી નીચે આવે છે અને ડૉ.મેહરા અને વિજય વચ્ચે ફાઈટ થાય છે.

આ ફાઈટ માં વિજય ખૂબ જ ગંભીર રીતે જખમી થાય છે બેભાન થઈ જાય છે અને ડૉ.મેહરા એને મરેલો સમજી ને ભાગી જાય છે...

થોડી વાર પછી વિજય ને હોશ આવે છે અને એ પોતાની કાર ચાલુ કરે છે પણ લોકડાઉન ના કારણે ઘણા દિવસોથી કાર ચાલુ થઈ નહોતી એટલે એ જામ થઈ ગયેલી હોય છે.

એ બીજી કાર લઈ ને ડો.મેહરાનો પીછો કરે છે અને એને પકડીને લેબોરેટરીમાં લઈ આવે છે અને એને ખુરશી સાથે બાંધી દે છે. 

સામે કેમરો ગોઠવીને ચાલુ કરે છે અને કોરોનાયુક્ત લોહીનું ઈન્જેકશન ભરી ને ડો.મેહરા ને જગાડે છે અને કહે છે કે એમાં જ ગુના કબુલ કરે.

વિજય ડો.મેહરાની કંપનીમાં કોલ કરે છે અને ડો.મેહરા ની વાત કમ્પની ના ખાસ ટ્રસ્ટી સાથે કરાવી ને એ પેનડ્રાઈવ કે જેમાં કોરોનાની દવા ના બધા જ ડેટા પડ્યા હોય એને વિજયની લેબોરેટરીમાં લાવવા કહે છે.

 પેનડ્રાઈવ આવી ગયા બાદ વિજય ઈન્જેક્શન ડો.મેહરા ના હાથ પાસે લઈ જાય છે અને ડરાવી ને એના ગુનાઓ કબુલ કરાવતો એક વિડીયો બનાવે છે.

આ દરમિયાન અચાનક જ ડો.મેહરા વિજય ને જોરદાર પાટુ મારે છે અને વિજય પડી જાય છે અને માથા પર ઈજા થવ થી બેભાન થઈ જાય છે.

ડો.મેહરા પોતાને ખુરશીમાંથી છોડાવીને કાર લઈને ભાગી જાય છે.

થોડી વાર બાદ વિજય ને હોશ આવે અને વિજય જુવે છે કે ડો.મહર ભાગી ગયા છે ત્યારે તે વીડિયો કેમરા અને પેન ડ્રાઈવ ને કબાટ માં મૂકી ને તેને ડો.મેહરા ને પકડવા જવાનું વિચારે છે.

એ શ્રેયાને બીજા રુમમાંથી બહાર કાઢે છે અને એને કાર માં બેસાડી ને કાર ચાલુ કરે છે પણ પેટ્રોલ ના હોવાનાં લીધે કાર ચાલું થતી નથી.

વિજય જુવે છે કે એના હોસ્પિટલ ની સામે ના રસ્તામાં એક રીક્ષા પડેલી છે...

વિજય બેભાન થયેલી શ્રેયા ને ખભે નાખી ને રિક્ષાવાળા પાસે જાય છે અને કહે છે કે એને સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ જાય... પણ રિક્ષા વાળો ના પાડે છે એટલે વિજય એને એક કોરો ચેક આપી ને રીક્ષા ની ચાવી લઈ લે છે અને એમાં શ્રેયા ને બેસાડી ને ડો.મેહરા નો પીછો કરે છે.

થોડા અંતરે વિજય ડો.મેહરા ની કારની સાથે થઈ જાય છે અને એ એની કાર ને રસ્તાની સાઈડ માં દબાવી ને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ડો.મેહરા ની કાર ની સ્પીડ ખૂબ જ હોવાથી એમનો અકસ્માત થાય છે અને ડૉ.મેહરા ઘટનાસ્થળે જ મૃત્યુ પામે છે.અને વિજય ગંભીર હાલતમાં ઘવાઈ ને પડી જાય છે અને એના ખિસ્સામાં રહેલું ઈન્જેક્શન બહાર નીકળી ને એની બાજુ માં પડી જાય છે.

ત્યાર બાદ ત્યાં પોલીસ આવે છે અને બેભાન હાલતમાં વિજય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એ મરણપથારીએ પડ્યો હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એમની પૂછપરછ કરવા આવે છે....

અને વિજય પોતાની બધી જ વાત અધિકારીઓ ને કરે છે અને કહે છે કે એમના લેબોરેટરી ના કબાટમાં એ પેન ડ્રાઈવ અને એક કેમેરો છે જેમાં ડો.મેહરા પોતે દરેક ગુના કબુલ કરે છે એ વિડીઓ અને કોરોનાની દવાના બધા ડેટા પડ્યા છે....

આટલુ કહી ને વિજય ઊચ્ચ અધિકારીઓ ને હાથ જોડી ને વિનંતી કરે છૅ કે એ ડેટાની મદદથી કોરોનાની દવા બનાવે અને એનો યોગ્ય ઉપયોગ કરે.

અને અંતે વિજય દુનિયા છોડી ને ચાલ્યો જાય છે અને કોરોનાના હજારો દર્દીઓને એક નવી જિંદગી આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Action