રાવણ- વેદોના મહાજ્ઞાતા
રાવણ- વેદોના મહાજ્ઞાતા
અરે રાવણ પણ મહાન જ હતો. દેવતાઓ જેમની પાસે યજ્ઞ હવન કરાવતા એવો મહાન વેદજ્ઞાતા બ્રાહ્મણ હતો. નવગ્રહો ને પોતાના પગ નીચે રાખ્યા હતા, ખુદ ભગવાન પણ એના માટે ચોકી કરવા આવતા હતા. ઋષિ વિશરવા અને કૈકસી ના પુત્ર અને ધન દેવતા કુબેરજી મહારાજના ભાઈ હતા.
અપાર ધન, સોનાનો મહેલ, અનંત એવો ધનભંડાર હતો એમની પાસે, પણ એનો અહંકાર વધી જતા ભગવાન એ પણ અવતાર ધારણ કરવો પડ્યો, એને દશ માથા હતા એટલે નહીં
પણ દશ માણસો જેટલી બુધ્ધિ હતી એટલે દશાનન કહેવાયા !
જેણે શિવ ઉપાસના કરીને પ્રસન્ન કર્યાં હોય એ રાવણ એટલો મહાન હોવા છતાં એક સ્ત્રી પર કરેલી કુદ્રષ્ટિએ એનો નાશ કર્યો. અંતે એટલું જ કહેવું કે આ વિજયાદશમીએ આપણી અંદર રહેલા અનેક રાવણ જેવા કે ખરાબ વ્યસન, ખરાબ સંગત કે અન્ય ખરાબ આદતો અને ખરાબ વિચારોનું ધન કરીને એક સાર્થકરૂપે રાવણદહન કર્યું કહેવાય.