Mr Kaushal N Jadav

Tragedy

3  

Mr Kaushal N Jadav

Tragedy

નવરાત્રી ઉત્સવ : "સીધી વાત"

નવરાત્રી ઉત્સવ : "સીધી વાત"

3 mins
84


નવરાત્રી - ઉત્સવ દર્શન

નવ રાત્રી ૯

વીસ વજા ૨૦

એક અમાસ ૧

કઇક આવો હિસાબ માંડ્યો હતો આપણાં પૂર્વજોએ આદ્યશક્તિની આરાધના કરવા માટે.

નવરાત્રીના ૯ દિવસ બાકાત રાખવામાં આવ્યા મા આદ્યશક્તિ માટે.

બધા લોકો ભાવ ભક્તિથી શક્તિની આરાધના કરતા હોય.

પોતાના સ્વર કંઠેથી માતાજીના ગરબા ગાતા હોય, ધૂપ દીવા આરતી અને કોઈ અદ્રશ્ય શક્તિનો અનુભવ કરાવે એવું આધ્યાત્મિક વાતાવરણ હોય.

નાની નાની બાળાઓ અને એમની માતાઓ અને એમના વડીલો સુદ્ધા ગરબા રમવા ભેગા થતા હોય.

અને બધા લોકો ભાવ ભક્તિથી મા દુર્ગાની આરાધના કરતા હોય.

કંઈક આવું સાંભળેલું છે મેં મારા વડીલો પાસેથી અને અત્યારે જાણે નવરાત્રી એક મોજ મસ્તીનું સાધન બની ગય છે

ડીજે પર દેકારો કરી ને ફિલ્મોના ગીતો વગાડતા હોય અને એના પર અત્યારનું યુવાધન હિલોળે ચડ્યું હોય.

બહેનો દીકરીઓ માતાઓ અને સ્ત્રીઓ પણ ઉછળી ઉછળી ને ડિસ્કા કરતી હોય. 

જરાક વિચારો કેવું અશ્લીલ દ્રશ્ય ઊભું થતું હોય ત્યાં માતા પિતા ને પણ દીકરીઓની ચિંતા હોય છે પણ એ લોકો પણ દીકરીની જીદ સામે કઇ કહી શકતા નથી.

અને દીકરાઓ સાવ શરમ મૂકીને છોકરીઓ ઉપર લાઈનો મારવામાંથી જ ઊંચા ના આવતા હોય.

શું આવી નવરાત્રી હોય જ્યાં આપણે બેનો દીકરીઓ માતાઓ ને શરમાવે એવા ગીતો વગાડી વગાડી ને માં આદ્યશક્તિ ની આરાધના કરવા ભેગા થઈ.

હકીકતમાં આ દિવસોમાં આદ્યશક્તિ ની આરાધના માટે ના હતા અને આપણે એને આપણી મોજ મસ્તી માટે રોકી લીધા.

બહુ શરમ ની વાત છે કે આપણે જ આપણી માં નો મજાક કરવા ભેગા થાય છીએ અને ડિસ્કા કરીએ છીએ.

અત્યાર ના યુવાનો ને મંદિર જવું નથી ગમતું, કપાળે તિલક કરવું નથી ગમતું, ભગવાન ની વાતો સાંભળવી નથી ગમતી, વડીલો સાથે બેસવું નથી ગમતું.

બસ ગમે છે તો આ વ્યસનો, દારૂ, રખડપટ્ટી,સિગરેટ, પાન, ફાકી, માવ, ગુટકા, ડિસ્કા અને કોણ જાણે બીજા કેટલા બધા અવગુણો.

જો આવું જ રહ્યું ને થોડો સમય તો યાદ રાખજો તમારા દીકરાઓ ને પણ તમે કઇ મહી કહી શકો એના પર માતા પિતા તરીકે નો હક પણ નહીં જતાવી શકો અને જો બળજબરી થી બોલશો તો તમારી સામે કેસ ઠોકી ને જેલ માં પુરાવી દેશે જેમ વિદેશોમાં થાય છે.

આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલી રહ્યા છીએ.

હિપ હોપ, જાઝ,રેપ અને આવા કેટલા વિદેશી સ્ત્રોતો ની સામે આપણા ઘર ના અને આપણી બહુમૂલ્ય સંસ્કૃતિ ના ઘટકો ને ભૂલી ગયા છીએ.

કોઈ રોમીયો ને પકડીએ તો એ કહે ભગવાન શ્રીકૃષ્ણ પણ રાસલીલા કરતા હતા એ પણ ગોપીઓ ને પજવતા હતા તો અમને શુકામ કઇ કહો છો.

તો એમના માટે મારો જવાબ ભગવાન શ્રીકૃષ્ણ પણ રાસલીલા કરતા હતા એ પણ ગોપીઓ ને પજવતા હતા પણ એને ધર્મ માટે ઘણા કામો કર્યા અને ભગવાન પુર્ણપુરુષોત્તમ તરીકે અમર થઈ ગયા.

દરેક ને સીતા જેવી પત્ની તો જોઈએ છે પણ પોતે રામ બનવા નથી માંગતો.

આપણે કહી છી આ રૂપિયો ડોલર સામે બવ તૂટ્યો હો અરે તૂટે જ ને કારણ કે આપણે જ આપણા પગ ઓર કુહાડી મારી રહ્યા છીએ.

માતા ને મમ્મી અને પિતા ને ડૅડ જેવા મૃતદેહ વાચક શબ્દો નો ઉપયોગ કરતા પહેલા થોડું વિચારવું જરૂરી છે.

ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ની જગ્યા એ સુપ્રભાત અને શુભ રાત્રી બોલતા આત્મીયતાની લાગણી અનુભવાય છે.

બસ અંતે એટલું જ કહેવું રહ્યું કે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળવા માં પોતાની સંસ્કારી સંસ્કૃતિ ને ના ભુલાવીએ અને પોતાના માતાપિતા અને પોતાના દેશ ધર્મ સંસ્કૃતિની મર્યાદા રાખી ને બધું કાર્ય કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy