The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Mr Kaushal N Jadav

Abstract Inspirational

4.0  

Mr Kaushal N Jadav

Abstract Inspirational

જીવન સંતોષ

જીવન સંતોષ

2 mins
12.9K


એવું કહેવાય સરવાળાની એટલી બધી પણ આશા ના રાખવી જોઈએ કે જેનાથી ખુદ બાદ થઈ જઈએ. કોઈપણ વસ્તુની એક લીમીટ હોય છે. ગુજરાતી કહેવત છે કે "સંતોષી નર સદા સુખી" એટલા માટે કહેવાય કે જીવન જીવવામાં સંતોષ ખૂબ જ અગત્યનું પાસું છે અને જીવનનો સૌથી મોટામાં મોટો સંતોષ તો એ છે કે આપણા કારણે કોઈ બીજી વ્યક્તિ ખુશ થાય છે. આવું દરેક સંબંધોમાં લાગુ પડે જેમકે પતિ-પત્નીનો,ભાઈ-બહેનનો સંબંધ અને દોસ્તો વચ્ચેના સંબંધમાં સંતોષ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાતો કરતા વધારે મેળવવાનું વિચારે ત્યારે એના પતનની શરૂઆત થઈ જાય છે. ભગવાન પણ એની મદદ નથી કરતા કારણ કે એવું કહેવાય કે "કીડીને કણ અને હાથીને મણ" મળી જ જાય છે અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ રાતે એવો નથી કે જેની જરૂરીયાતો પૂરી નથી થતી. કોઈ અદ્રશ્ય શક્તિ આપણને કોઈ ને કોઇ રીતે આપણી જરૂરિયાતો ને પૂરી કરવા મદદ કરે જ છે.

આપણી સામાન્ય જરૂરિયાતો એટલે કે "રોટી કપડા અને મકાન" છે. આ ત્રણ વસ્તુ આપણી પાસે હોય તો આપણે પોતાની જાતને સુખી કહી શકિએ અને જે વ્યક્તિ પોતાની મહેનત અને લગનથી કમાઈ છે અને તે આ ત્રણ વસ્તુઓ ખરીદવા માટે વસ્તુ મેળવવા માટેનો સાચો હકદાર બને છે. આવું જ કંઈક સંબંધોમાં થાય છે દરેક માણસ પોતાના નજીકના માણસ અથવા નજીકના સંબંધી પાસેથી ઘણી બધી આશાઓ લઈને બેઠો હોય છે પરંતુ તે વ્યક્તિ એવું નથી જાણતો કે સામેવાળી વ્યક્તિ માટે પોતે કેટલો અગત્યનો છે. એટલે દરેક સંબંધમાં પણ સંતોષ રાખવો જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિ એક મર્યાદાથી વધારે વસ્તુની આશા રાખે ત્યારે તે હંમેશાં દુઃખી થાય છે. અત્યારના સમયમાં વ્યક્તિ પૈસા કમાવવાની લાલચમાં એટલો બધો ઘેલો થઈ ગયો છે ને કે તેને પોતાના પરિવાર માટે પણ સમય નથી રહ્યો. આજ કારણે ઘણાં સંબંધોમાં તિરાડો પડે છે અને સંબંધો તૂટી જાય છે. દરેક વ્યક્તિ ધન સંપતિ મેળવવાની હોડ માં દિવસ-રાત એટલી બધી મહેનત કરે છે અને ખૂબ ધન કમાય પણ છે પણ અંતે તો દરેક વ્યક્તિ એ ખાલી હાથે જ જવાનુ છે. કોઈપણ કામ કર્યા પછી મળતો આત્મસંતોષ એ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. અને અંતે એટલું ન સંતોષ એ જ સુખી જીવનનો માર્ગ છે અને એ માર્ગ પર ચાલીને આપણા જીવનને સફળ બનાવીયે અને આત્મસંતોષી બનવાનો પ્રયત્ન કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract