Dr Kaushal N Jadav

Abstract Inspirational Thriller

4  

Dr Kaushal N Jadav

Abstract Inspirational Thriller

બદલો

બદલો

2 mins
528


વિજયસેન નામનો એક યુવા વિદ્યાર્થી કે જેને નાનપણથી જ રાજકારણમાં રસ હતો.

એ જ્યારે કોલેજમાં હતો ત્યારે એના નજીકના એક સંબંધીની છોકરીનું 3 લુખ્ખા તત્વોએ અપહરણ કર્યું અને એના પર બળાત્કાર કર્યો.

આ ઘટનાથી હતપ્રભ બનેલી અને સમાજના ડરથી એ છોકરી એ આપઘાત કર્યો અને એ આપઘાતના પડઘાના કારણે છોકરીના માતાપિતા એ પણ આપઘાત કરી લીધો.

આ બધી ઘટનાઓને જોઈને વિજયસેન ખૂબ જ નિરાશ થઈ ગયો કારણ કે જે છોકરી સાથે આ ઘટના બની હતી એ છોકરી એ વિજયસેનને અભ્યાસમાં ખુબ જ મદદ કરી હતી અને એના નિરીક્ષણ હેઠળ જ વિનયસેન બારમાં ધોરણમાં પાસ થયો હતો અને વિજયસેન એ છોકરીને દીદી કહીને જ બોલાવતો હતો.

આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ જ્યારે વિજયસેન પોતાના જુના ફોટાઓ જુએ ત્યારે એ દીદીની યાદ આવી જાય અને ક્યારેક રડાય પણ જવાતું અને જ્યારે જ્યારે એ દીદીના ગુનેગારોને ખુલ્લેઆમ રખડતા જોતો ત્યારે એને ગુસ્સો ખૂબ આવતો પણ એ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો.

એટલામાં વિજયસેનની કોલેજ પણ પુરી થઈ ગઈ અને એ સિવિલ સર્વિસની પરિક્ષા માટે તૈયારી શરૂ કરી.

અને અંતે એણે સિવિલ સર્વિસની પરિક્ષા આપી અને એ પાસ થઇને આઇ.પી.એસ. ઓફિસર બની ગયો.

તેનું પોસ્ટીંગ તે જ શહેરમાં થયું જ્યાં એણે પોતાની કોલેજ પૂર્ણ કરી હતી.

એણે પોસ્ટિંગના દિવસે જ આખા શહેરના તમામ બળાત્કારીઓને બોલાવ્યા કે જેમની પાછળ કોઈ રાજકારણીઓનો હાથ હતો અને એમાં એના દીદીનો ગુનેગાર પણ શામેલ હતો.

ત્યારબાદ એક પછી એક એ દરેક બળાત્કારીઓના મોબાઈલ જપ્ત કરીને દરેકના લાગતા વળગતા રાજકારણીઓને મેસેજ કર્યો કે "મંગળવારની સાંજે સીટી કલબ ફાર્મના બેંકવેટ હોલમાં એક પાર્ટીનું આયોજન છે અને ઘણા બધા રાજકારણીઓ આવવાના છે તો તમે પણ સમયસર પહોંચીને પાર્ટીની શોભા વધારશો"

અને આવો મેસેજ કરીને શહેરની ભાગોળે આવેલા ફાર્મ હાઉસમાં બોલાવ્યા કે જ્યાં આ દરેક બળાત્કારીઓ અને એને બચાવનારા કરનારા રાજકારણીઓને મોતના ઘાટ ઉતારવા માટે અલગ જ વ્યવસ્થા કરી હતી.

એણે સોમવારે જ એ ફાર્મ હાઉસના દીવાલોમાં રહેલી પાઇપમાં જ્વલનશીલ ગેસનું કનેક્શન અપાવી દીધું હતુ.

અને સાથે સાથે હોલની એકદમ વચ્ચે રહેલ ટેબલ પર દારૂની બોટલોનો એક વિશાળ ખડકલો કર્યો.

મંગળવાર એ બધાજ લોકો ત્યાં ભેગા થયા હતા અને પાર્ટી શરૂ થઈ ગઈ હતી.

ધીમે ધીમે કરતા તમામ વેઈટર અને અન્ય લોકોને બહાર બોલાવી લીધા અને એ દરવાજા બહારથી બંધ કરાવી નાખ્યા. ત્યારબાદ તરત જ ગેસ પાઇપને ઓન કરીને વિજયસેને એ જ્વલનશીલ ગેસ હોલમાં છોડયો અને એ ગેસની બળતરાને કારણે ત્યાં કાળો દેકારો મચી ગયો.

અને અચાનક જ એક મોટા ધડાકા સાથે એ હોલમાં આગ લાગી અને એ તમામ લોકો ભડથું થઈ ગયા.

અને આમ વિનયસેન એ પોતાના દીદીને ન્યાય અપાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract