Dr Kaushal N Jadav

Abstract Inspirational

3  

Dr Kaushal N Jadav

Abstract Inspirational

ચિંતાનો વિષય : કળિયુગની ચરમસીમા

ચિંતાનો વિષય : કળિયુગની ચરમસીમા

2 mins
277


यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत

अभ्युत्थानमधर्मस्य तादात्मानं सृजाम्यहम.

એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો વિકાસ થાય છે ત્યારે ધર્મના ઉત્થાન માટે ભગવાન પોતે અવતરણ પામે છે. આ વાત કદાચ કલ્કિ અવતાર વિશે હોય શકે કારણ કે આ કળિયુગમાં કલ્કિ અવતારની ખાસ જરૂર છે. આજ કળિયુગ એના ચરમ અવધિ પર પહોચી ગયો છે અને માનવજીવન પર ઘણી અસરો ઉપજાવી રહ્યો છે.

કળિયુગની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઈ. સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઈ હતી. આજ આ કળિયુગના લક્ષણો જોતા એવું લાગે કે આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે. જીવનના અન્ય લક્ષ્ય જેમ કે ધર્મ, અર્થ કે મોક્ષનું મહત્વ ઓછુ થઈ ગયું છે. પુરાણો મુજબ કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ જેટલો માનવામાં આવે છે, અને કલિયુગનો અંત નજીક જ હોય એવો આભાસ થાય છે કારણ કે કલિયુગના અંત પછી સતયુગ ફરીથી ચાલુ થાય છે.

ધર્મ ભૂલાતો જાય છે અને અધર્મ આ દુનિયાને ભરડો લઈ રહ્યો છે. અનેકવિધ ગુના અને અસંખ્ય પ્રકારની વાસનાઓનો આ કળિયુગના ખોળામાં વિકાસ પામી રહી છે. ધર્મ એટલે જેને ધારણ કરી શકાય પણ આજ ના યુગનો માનવ એ નશાખોરી, લોભ, મોહ, લાલચ અને અન્ય અસ્પૃશ્ય વસ્તુઓ ધારણ કરવા તલપાપડ થાય છે એટલે જ કદાચ કળિયુગની ચરમસીમા આવી ગઈ હોય એવું લાગે છે.

આજ કૃષ્ણ એ વાંસળી સાઈડમાં રાખીને લાકડી લઈ આવવાની ખાસ જરૂર છે કારણ કે આજ દુનિયા રસ્તો ભૂલી ગઈ છે અને રસ્તો ચીંધડવા માટે વાંસળી કરતા લાકડી વધુ અસરકારક રહેશે.

આજ આપણે વાસનાત્મક દ્રષ્ટિકોણના કારણે ઘણું બધું ગુમાવીએ છીએ.

અને અંતે એટલું જ વિચારવું રહ્યું કે જો કળિયુગનો અંત થાય અને સત્યયુગનો પ્રારંભ થશે તો કદાચ આજની પેઢીના માનસપટ પર આ કઠોર કળિયુગની થોડી તો અસર રહી જ જશે અને આગળની પેઢીમાં વર્ણસંકર જેવા લક્ષણો ઉદભવશે અને કદાચ આ કારણસર આગળની ભાવિ પેઢી ખૂબ જ મોટી અસમંજસમાં આવીને ખોટા રસ્તે પોતાની વાટ પકડશે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract