Rahul Makwana

Drama

3  

Rahul Makwana

Drama

લક્ષ્મી

લક્ષ્મી

2 mins
556


મિત્રો, આપણે આપણાં જીવન દરમ્યાન ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવતાં હોઈએ છીએ, જેમાંથી અમુક ઉપલબ્ધિ ખુબ જ મોટી હોય છે, જ્યારે અમુક ઉપલબ્ધિઓ નાની હોય છે, તો ક્યારેક આપણે મેળવેલ ઉપલબ્ધિ આપણાં આત્મા કે મનની શાંતિ માટે ખૂબ જ મોટી હોય છે.!


મેં પણ મારી લાઈફમાં ઘણીબધી ઉપલબ્ધિ મેળવી, જેમ કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મને મળેલ અલગ અલગ ઉપલબ્ધિ, સરકારી નોકરી મેળવવી..વગેરે, પરંતુ આ બધામાંથી જો મારા માટે કોઈ શ્રેષ્ઠ ઉપલબ્ધિ હોય તો તે છે, એક દીકરીનાં પિતા બનાવની ઉપલબ્ધિ.!


મારા પત્નીને બે વખત એબોર્શન થયાં બાદ મારા અને મારા પત્નીનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે શું આપણાં જીવનમાં સંતાન પ્રાપ્તિ નહીં લખેલ હોય.? આ થવા પાછળનું કારણ જાણવા માટે અલગ - અલગ ખ્યાતનામ ગાયેનકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) પાસે કન્સલ્ટિંગ કરાવ્યું, અલગ - અલગ પ્રકારની ઘણી બધી લેબોરેટરી તપાસ પણ કરાવી.એ બધાં જ રિપોર્ટ નોર્મલ આવ્યાં.. ઘણીબધી દોડધામ કર્યા બાદ, અમે બનેવ મનોમન તૂટી ગયાં હોવા છતાંપણ એકબીજાને વ્હાલથી સાંત્વનાં આપતાં રહ્યાં.


ત્યારબાદ એકાદ વર્ષ બાદ અમારા ગાયેનકોલોજીસ્ટની સલાહ પ્રમાણે અમે પ્રેગ્નન્સી પ્લાન કરી. એક કહેવત છે કે "ઉપરવાલે કે ઘરમેં દેર હે, લેકિન અંધેર નહીં...!" - આ કહેવત મુજબ જ મારા વાઈફનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ત્યારબાદ મારા વાઈફની પ્રેગ્નન્સી આગળ વધી, અને નવ મહિનાબાદ નોર્મલ ડિલેવરી પણ થઈ.. અંતે અમારા ઘરે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા.!


આ સમયે હું અને મારા પત્ની એટલાં ખુશ હતાં કે અમે અમારી લાગણીઓ જણાવતાં જણાવતાં થાકતા જ ન હતાં. અત્યાર સુધીમાં મને ઘણીબધી ઉપલબ્ધિઓ કે સફળતા મળી. પરંતુ એ બધી સફળતા કરતાં પણ અમારા ઘરે દીકરીનો કોઈપણ પ્રકારના વિઘ્ન કે તકલીફ વગર જન્મ થયો. એ જ મારા કે મારા પત્ની માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ ઉપલબ્ધિ હતી. આમે ય તે જે લોકોએ ગયાં જન્મમાં સારા કામ કરેલાં હોય તેનાં જ આંગણે લક્ષ્મીજી અવતરે છે...!


Rate this content
Log in

Similar gujarati story from Drama