Shaurya Parmar

Children Comedy Inspirational

2.3  

Shaurya Parmar

Children Comedy Inspirational

લખોટી

લખોટી

1 min
14.9K


મારું જન્મ સ્થળ કણજરી ગામ. હું બાલમંદિરમાં ભણતો હતો, ત્યારે પપ્પાએ નવું મકાન રાખ્યું. ત્યાંજ ખરેખર મારા ખરા બાળપણની મજા હતી. ઈંદિરા નગરીમાં અમે રહેતા. ત્યાં ઘણા મિત્રો હતા જેમના નામ લઉં તો, આશિષ, તૃષાર, સૌરભ, ચકો, મોટો, રોટિયો, પિંટુભાઇ, પોપિન, રાજુભાઈ, સુરેન્દ્રભાઈ વગેરે. બધા આખું વર્ષ નવી નવી રમતો રમતા. જેમાં, ગીલી ડંડા, સતોડિયું, છાપો, ચોર પોલિશ, સંતા કૂકડી, પકડ દાક, લખોટીઓ, ઘોચણીયું વગેરે રમતા રમતા ઝઘડા પણ ઘણા થતા.

એમાં એક વાર મારો અને તૃષારનો એક લખોટી માટે ઝઘડો થયો. બાપ રે ! લોકો જોવા ઉમટી પડ્યા એવા અમે લડ્યા હતા. એક બીજાને મારંમાર આવી ગયા. મેં એનું ખીસું ફાડી નાખ્યું. એણે મારા શર્ટના બટન તોડી નાખ્યા. આતો મહાભારત જેવી સ્થિતિ હતી. લખોટી કોની? એ દોડીને લેવા જાય એટલે હું દોટ મૂકીને લખોટીને લાત મારી દઉં, પછી હું દોટ મૂકીને લેવા જઉં એટલે એ લાત મારી દે. આખું ફળિયું અમારા ઝઘડાની મજા લઈ રહ્યું હતું. અમે પાક્કા દોસ્ત એક લખોટી હાટુ દુશ્મન બની ગયા હતા.

આ લડાઈનો અંત ભારે રોમાંચક હતો. લાતાલાત કરતા કરતા એક સમય એવો આવ્યો કે લખોટી ઊડીને ભેંસે પાડેલા એક તાજા પોદરમાં ફસાઈ ગઈ. મારું અને તૃષારનું મોં જોવા જેવું હતું. જેની હાટુ આટઆટલી માથાકૂટ કરી એ અંતે એવી જગ્યાએ ફસાઈ ગઈ કે બેમાંથી એકપણ જણ લેવા તૈયાર ના થાય. હું કહું કે લઈલે દોસ્ત તારી લખોટી છે અને એ મને કહે, ના.. ના.. જીગરી આતો તારી છે. અંતે બંને ભેગા થઈ ગયા. પણ ઘરે ફાટેલા શર્ટ જોઈને ધરાઈને માર ખાધો.

આજે પણ અમે સારા મિત્રો છીએ પણ લખોટી ઘણી વખત યાદ કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Children