લીલાભવન
લીલાભવન


મિત્રો, આપણું જન્મવું એ આપણાં માતા-પિતા માટે એક ચમત્કાર કે ઈશ્વરનાં એક આશીર્વાદજ છે, આપણાં જન્મની ઘટનાં સાથે કેટ - કેટલી યાદો જોડાયેલ હોય છે, તેમાંથી એક યાદ હોય છે કે આપણે જન્મ બાદ જે ઘરમાં જન્મ્યા તે ઘર !
મારો જન્મ 29 જુલાઈ, 1990ના રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ હતો, આ દિવસે મેં પહેલીવાર માના ગર્ભની બહારની રંગબેરંગી દુનિયા જોઈ હતી. મારો જન્મ થવાને લીધે મારા માતા - પિતા ખુબજ ખુશ હતાં, બધાંજ લોકો મારા માતા - પિતાને મારો જન્મ થવાને લીધે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતાં, નોર્મલ ડિલિવરી થવાને લીધે મને અને મારા મમ્મીને બીજે દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી !
સુરતમાં એ સમયે અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબજ સારી હતી, એ સમયે અમારે હીરાના ચાર કારખાના, ત્રણ એમ્બ્રોઇડરી માટેનાં કારખાનાં, ચાર કાર, બે બાઇક ટૂંકમાં એ સમયે અમારે જાહોજલાલી હતી....!
સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, હું અને મારા મમ્મી અમારી કારમાંજ અમારા ઘર સુધી આવ્યાં, અમારૂ ઘર એ એક આલીશાન બંગલો હતો. જેનાં પર મોટાં - મોટા અક્ષરોમાં લખેલ હતું. "લીલાભવન" જે નામ મારા પપ્પાએ તેમનાં મમ્મી એટલે કે મારા બાના નામ "લીલા બહેન" પરથી રાખવામાં આવેલ હતું.આ લીલાભવન એકદમ આલીશાન હતું, જેમાં બહારની તરફ વિશાળ પાર્કિંગ, મોટો બગીચો, અને મકાનમાં પ્રવેશ કરતાં જ મોટો આલીશાન હોલ આવેલ હતો....અમારા મકાનમાં મારો એક ખુબ જ મોટો ફોટો બનાવીને દીવાલમાં લગાવવામાં આવેલ હતો, અને મકાનનો હોલ એટલો વિશાળ હતો કે જેમાં મારો ભાઈ આરામથી નાની સાઇકલ લઈને આંટા મારી શકતો હતો !
પરંતુ મિત્રો કહેવાય છે કે સુખ અને દુઃખ એ જીવનની બને બાજુ આવેલ હોય છે, અંતે એ અમારી પડતીનો દિવસ આવ્યો, મારા પપ્પાનાં ધંધામાં મોટી એવી ભારે નુકશાની આવી, આ સમયે મારા પપ્પાનાં બધાંજ ભાગીદારોએ પોતાનાં હાથ ઊંચા કરીને પોત- પોતાના રસ્તે ચાલતાં થયાં, અને અંતે મારા પપ્પાએ ખુબજ ઊંડાણપૂર્વક વિચારીને અમે જે બંગલામાં રહેતા હતાં તે આખો બંગલો કે મકાન જે હાલતમાં હતું તે જ હાલતમાં લેણદારોને સોંપી દીધો, જેમાંથી લેણદારોઓ બધીજ ઘરવખરી વેચી મારી, અને અંતે આ બંગલો લીલાભવન વહેંચીને પોત - પોતાનો હિસ્સો લઈને ચાલતાં થયાં.
મિત્રો મારા પપ્પાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તે જેને સૌથી વધુ પસંદ કરે છે, તે લીલાભવનને એકદિવસ આવી રીતે છોડીને ચાલતાં થવું પડશે. મિત્રો ત્યારથી અમે સુરત શહેર કાયમિક માટે છોડી દીધું છે, પરંતુ એ લીલાભવન સાથે મારા પપ્પા ઉપરાંત અમારા બધાની લાગણીઓ જોડાયેલ હતી.
ત્યારબાદ અમે બીજા શહેરમાં રહેવા જતાં રહયા જ્યાં મારા પપ્પાએ ફરીથી ખુબજ મહેનત કરીને શૂન્યમાંથી સર્જન કર્યું, અને હાલમાં અમારી આર્થિક પરિસ્થિતિ ખુબ જ સારી છે. મારા પપ્પાની હિંમતને સો - સો સલામ છે, સલામ છે મારા પપ્પાની મહેનતને, સલામ છે મારા પપ્પાની હિંમતને, સલામ છે મારા પપ્પાની શૂન્ય માંથી સર્જન કરવાની તાકાતને.
મિત્રો આમ લીલાભવન એ માત્ર અમારું મકાનજ નહીં પરંતુ અમારી લાગણી કે અમારી આસ્થાનું એક કેન્દ્ર હતું, આમ લીલાભવન સાથે અમારી લાગણીઓ તો જોડાયેલ હતી જ તે પરંતુ સૌથી વધુ લાગણી મારા પપ્પાની જોડાયેલ હતી અમારા એ મકાન લીલાભવન સાથે.