લાગણીનું યુદ્ધ
લાગણીનું યુદ્ધ
અમુક વાતોથી જ રમૂજવૃત્તિ ઉત્પન્ન થાય છે અને પછી હાસ્યાસ્પદ બની જવાય છે અને હાલમાં ઘરમાં બેઠાં બેઠાં આવાં હાલ પણ થાય છે....
પંકજ અને રંજના બંને પતિ-પત્ની હતાં પણ બંને વચ્ચે આસમાન જમીનનો તફાવત હતો...
પંકજ ને તીખું અને તળેલું જ ખાવાં જોઈએ..
જ્યારે રંજના ને ગળ્યું અને મોળું ખાવાં જોઈએ...
એ સિવાય પણ દરેક વસ્તુઓમાં વિરોધાભાસ જ હોય...
રોજ બરોજ નાની નાની વાતમાં તુ તુ મેં મેં ચાલતી રહેતી...
પંકજ પોતાની જાતને બાપુ કહેતાં...
કંઈ પણ હોય કહે જોયું આ બાપુ નો ભડાકો...
એક દિવસ ઓફિસ થી સાંજે પાછાં આવતાં પંકજે રંજના માટે મિઠાઈ લેવા દુકાનમાં ગયા...
બધી જ મીઠાઈ નાં ભાવતાલ પૂછ્યાં...
પછી ખાલી હાથે ઘરે આવ્યા અને કહે આજે રસોઈ માં શું બન્યું છે?
રંજના કહે ખિચડી ને શાક છે તો કહે એમ કરો થોડો ગોળ સમારીને આપો એટલે મિઠાઈ ખાધાં બરાબર જ છે...
પછી બીજા દિવસે કહે હવે બહુ દિવસો થયાં છે તો ફરસાણ બનાવો...
રંજના કહે તમને કટલેસ ભાવે છે તો બનાવું પણ મિલ્ક ટોસ નું પેકેટ લેતાં આવજો...
પંકજ કહે સારું...
સાંજે આવતાં જીરા ટોસનુ પેકેટ લઈ આવ્યા..
રંજના એ જોઈને કહ્યું કે આતો જીરા ટોસ છે એટલે ફરી દુકાને જઈને બદલાવીને આવ્યા..
રંજના એ જોઈને કહ્યું કે આ તો જીરા ટોસ જ લાવ્યા પાછાં જુઓ આ દેખાય છે...
તો પંકજ હાથમાં ટોસ નું પેકેટ લઈ ને કહે ડોબી આ તો હોલ છે. હોલ... ( કાણાં )
રંજના કહે ટોસમા હોલ હોય પણ જીરું છે એ જુઓ...
આમ કરતાં સમય પસાર થતો રહ્યો...
અને આખાં વિશ્વમાં કોરોના વાઈરસ ની મહામારી ફેલાતાં ભારતમાં પણ લોકડાઉન આવ્યું...
હવે ઘરમાં બેઠાં પંકજ ને અકળામણ થતી એટલે એ બહાર જવાનાં બહાનાં શોધતાં...
આજુબાજુના બધાં જ પડોશીઓ નાં કામ કરી આપે એ બહાને દશ વખ
ત ધક્કા ખાય અને પાડોશણ જોડે હસી હસીને વાતો કરે...
પંકજ ને નજીકના નંબર નાં ચશ્મા હતાં એક દિવસ સવારે પેપર વાંચીને ચશ્મા ત્યાં જ મુકીને બાજુવાળા એ બૂમ પાડી એટલે વાતચીત કરીને આવી ચશ્મા પર જ બેસી ગયા...
હવે ટીવી તો જુએ ... પણ પેપર અને મોબાઈલમાં વોટ્સએપ પર મેસેજ વાંચવા ચશ્મા વગર તકલીફ પડી એટલે ફેવીકીક લઈ આવ્યા પણ ચશ્મા રીપેર નાં થયાં. સેલો ટેપ લગાવી દોરી બાંધી પણ વચ્ચે થી જ ચશ્માના બે ભાગ થઈ ગયા એ કેમ જોડાય...
હવે ટીવીમાં ઓનલાઇન ચશ્મા ની જાહેરાત જોઈ રંજના એ કહ્યું કે અહીંથી આ રીતે ઓનલાઈન મંગાવી લો તો કહે એ તો બહું મોંઘા હોય દુકાન ખુલશે એટલે લઈ આવીશ અને હેરાન થતાં રહ્યાં...
હવે ઘરમાં રહીને કંટાળી ગયા એટલે જૂની પત્તા ની કેટ શોધી અને રોજ ઢગલાબાજી અને ગધ્ધા ચોર રમવા કહે...
પતા થી કંટાળી ને એક દિવસ કોડીઓ લઈ આવ્યા હવે કોડી રમે અને બાપૂ જીત્યા ની બૂમો પાડે...
રામાયણ અને મહાભારત જોઈ એવી ભાષામાં વાત કરે...
આમ ઘરમાં રહીને આવાં બેહાલ થયાં...
પણ પંકજ નો સ્વભાવ જ એવો એટલે કશું પણ તકલીફ નાં હોય તો પણ રંજના જોડે લાગણીનું યુદ્ધ કરે અને પછી કહે તને કેમ આવી ટેવ પડી છે ઝઘડવાની...
હવે ઘરમાં સાવરણી ટૂટી ગઈ હતી એટલે રંજના એ બીજા દિવસે દૂધ લેવા પંકજ જતાં હતાં ત્યારે કહ્યું કે એક સાવરણી લેતાં આવજો...
પંકજ દૂધ લઈ ઘરે આવ્યા...
રંજનાએ કહ્યું સાવરણી નાં લાવ્યા તો કહે એની પાસે એક જ હતી અને એ પણ બસો રૂપિયા માં આપતો હતો હવે પચાસેક રૂપિયા ની સાવરણી નાં બસો અપાય ?
હું લોકડાઉન ખુલશે એટલે તને અડધો ડઝન લાવી આપીશ..
રંજના કહે તો અત્યારે શું કરું?
તો પંકજે જુની સાવરણી ને પતંગ નાં દોરાથી લીમડા અને આસોપાલવ ની લાકડીઓ મૂકી બાંધી આપી કહે લે હવે કચરો વાર ...
આમ ઘરમાં રહીને આવાં નિતનવા ગતકડાં થાય.