Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

લાગણીનો સંબંધ

લાગણીનો સંબંધ

3 mins
158


આંગણમાંથી જ બૂમાબૂમ કરતો જીનલ આવ્યો.

ને સરગમ ને જોઈને “અરે, શું થયું? તારી આંખોમાં પાણી કેમ છે ?”

 જીનલ તો વેલેન્ટાઈન ડે ઉજવવાના ચક્કરમાં વહેલો આવ્યો હતો. 

સરગમ :- આંખો લૂછતી પાણી નો ગ્લાસ ભરીને લાવી.

ને બોલી "ના રે, એ તો મારી આંખોમાં ધૂળ ઊડી ને એટલે જાનું.”

“હવે તું મારી આંખોમાં ધૂળ નાખે છે બેબી. સાચું બોલ, કેમ રડે છે ?” જીનલે એની નજીક ગયો.

“કંઈ નહીં, અહીં જો, આ આપણો કાચબો ને એનાથી ડૂસકું ભરાઈ ગયું.”

“અરે..‌કેમ કેવી રીતે આ કાચબો મરી ગયો.?

“મેં. હમણાં જ જોયું” કહેતાં એની આંખ ફરી ઉભરાઈ આવી.

જીનલ પણ આ જોઈને થોડીવાર સુધી ગમગીન થઈ બેસી રહ્યો.

સરગમ જીનલનાં ખભે‌ માથું મૂકીને રીતસરની રડી પડી.

ક્યાં સુધી એ બંને એમજ બેસી રહ્યાં.

પછી અચાનક જ જીનલ ઊભો થયો.

બગીચામાં એક ખૂણામાં ખાડો કર્યો ને વિધીસર કાચબા ને દફનવિધિ કરી પણ સરગમ તો એ જ સ્થિતિમાં બેઠી હતી.

જીનલ એને પકડીને બગીચામાં લાવ્યો.

ફૂલોને હાથ ફેરવતી રહી. એને ફૂલો ખૂબ ગમતાં. એણે જાતે ઘરને આંગણે આ બગીચો બનાવ્યો હતો. આ વસંતમાં તો પૂરબહારમાં ખીલ્યો હતો.

જીનલે સરગમને સમજાવવા કોશિશ કરી.

જો સગુ તને દુઃખ થયું એટલું મને પણ છે પણ તું કાચબા સાથે સ્નેહનો સંબંધ બાંધી બેઠી હતી.

હું પણ સ્નેહનાં સંબંધમાં બંધાઈ ગયો હતો પણ સમજવું પડશે કે આપણાં હાથની વાત નથી નહીંતર એ જીવ ને હું મરવા જ ન દેત ને ?

બિમાર પણ નહોતો સવારે હું ગયો ત્યારે તો મારાં પગ ઉપર ચઢીને ધમાલ કરતો હતો.

અચાનક જ બે ત્રણ કલાકમાં શું થયું એ સમજાતું નથી.

ચલ હવે અંદર રૂમમાં ને મોં ધોઈને ફ્રેશ થઈ જા.

 જીનલ એને પકડીને અંદર લઇ જતો હતો કે સરગમે એને રોકી અટકાવ્યો. “મને એકવાર જોવાં દેને અને એનાંથી ડૂસકું ભરાઈ ગયું.”

જીનલ એને સંભાળતા બોલ્યો તું જો સગુ સમજ તને જેટલી લાગણી હતી એટલી જ મને પણ હતી.

પણ.

“તું તો કંઈ બોલતી નથી, રડે છે, હું શું કરું.”

કહીને જીનલ અંદર જવા પગ ઉપાડ્યા..

એને રોકતા સરગમે હાથ જોડ્યા, એ જીનુ “ આજે વેલેન્ટાઈન ડે છે એ તો યાદ છે ને ? ”

જીનલ હા એટલે જ ઘરે આવ્યો હતો.

તો યાદ કર જીનુ તે જ મને બે વર્ષ પહેલાં વેલેન્ટાઈન ડે ઉપર તારે કંપનીના કામે બહારગામ જવાનું થયું હોવાથી આ કાચબો ગિફ્ટ આપ્યો હતો અને આપણે એનું નામ પણ સજજી રાખ્યું હતું.. 

કેટલાય વિવિધ ડે ગયા. તું બધું યાદ રાખીને બધી ભેટો લાવે છે, મને ગમે તો છે પણ તું વિચાર, એ બધાથી પણ મને આ કાચબો વ્હાલો હતો હું લાગણીનાં સંબંધ બાંધી બેઠી હતી.

જીનલ સરગમ નો હાથ પકડી ને..

 અરે મારી ઘેલી સગુ.

હું કંઈ જ ભૂલ્યો નથી..

અને સરગમ સામું જોયું..

ને અંદર લઈ આવ્યો..

 બંને એકબીજાને ભરપૂર ચાહતાં હતા એમાં કોઈ શંકાને સ્થાન નહોતું.

સરગમ ટુયશન વર્ગો ચલાવતી..

સાંજે ઝૂંપડપટ્ટીમાં બહેનો તથા બાળકોને ભણાવવા જતી.

કોઈની પણ તકલીફ જોઈ તે દ્રવી ઊઠતી. એની કમાણી મોટેભાગે આમ જ વપરાતી. ઘર પરિવાર સમૃદ્ધ હતો એટલે કોઈને વાંધો નહોતો.

પણ એ લાગણીશીલ હતી એટલે એ દરેક સાથે સ્નેહનાં સંબંધોમાં બંધાઈ જતી હતી.

જીનલે એને સમજાવીને અંદર રૂમમાં લાવ્યો..

ને ગરમાગરમ બે કોફી બનાવી લાવ્યો..

ને સરગમ ને કહ્યું ચલ સગું સાથે કોફી પી ને વેલેન્ટાઈન ડે મનાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama