Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Rahul Makwana

Tragedy

3  

Rahul Makwana

Tragedy

લાડલી

લાડલી

8 mins
584     ‘અભય નિવાસ’ માં એકદમ શાંત વાતાવરણ હતું, સવારનાં 8 કલાકની આસપાસનો સમય હતો, વ્યાસ પરિવારમાં સૌ કોઈ પોત - પોતાના રોજીંદી પ્રવૃત્તિમાં વ્યસ્ત હતાં, દાદાજી મંદિરમાં પૂજા કરી રહ્યા હતાં.

     અચાનક હોલના કોઈ એક ખૂણામાં એકદમ શાંત પડી રહેલો ટેલિફોન રણકી ઉઠ્યો...ટ્રિન….ટ્રિન…..ટ્રિન……આનંદ વ્યાસે ફોનનું રિસીવર ઉઠાવ્યું.


“ હેલો ! ગુડ મોર્નિંગ ! સર”

“ ગુડ મોર્નિંગ, હા ! કોણ ?”

“ સાહેબ ! હું અનિકેત, તમારો શેર બ્રોકર વાત કરી રહ્યો છું.”

“ઓહ ! અનિકેતભાઈ, બોલો ...બોલો..!”

“સાહેબ ! મેં તમને એ પૂછવા માટે ફોન કર્યો છે કે તમારા જે 2000 હજાર શેર છે, તેનો હાલ એક શેર દીઠ 3000 ભાવ ચાલે છે, તો તમારે એ બધા શેર રાખવા છે ? કે વહેચી દેવા છે? - એ પૂછવા માટે જ ફોન કર્યો હતો”

“ના ! હાલ તો મારે એ શેર વહેંચવાનો કોઈ વિચાર છે નહી.”

“ઓકે ! સાહેબ, આતો અત્યારે ખૂબ જ સારો ભાવ બોલાતો હતો, માટે મેં તમને પૂછવું યોગ્ય ગણ્યું, સારું તમને જેમ ઠીક લાગે તેમ, સાહેબ !” - આટલું બોલી અનિકેતે ફોન મૂકી દીધો.

***

      આનંદએ એક એવો વ્યક્તિ હતો, કે જેને આખું શહેર માનપુર્વક જોતા હતાં, તેનું કારણ હતું કે આનંદે પોતાના શહેરમાં ઘણાં બધાં સારા કામ કર્યા હતાં, જેમાં તેણે શાળાઓ, બગીચો, મંદિર વગેરેના બાંધકામમાં ઉદાર હાથે દાન આપ્યુ હતું.


     આનંદનું આખું બાળપણ એક નાનકડા ગામમાં જ વીત્યું હતું, અને ત્યારબાદ તે ગ્રેજ્યુએશન કરવા માટે પોતાના ગામથી દૂર એક કોલેજમાં એડમિશન લીધું અને ત્યારબાદ તે કાયમીક માટે શહેરમાં જ સ્થાયી થઈ ગયો.ત્યારબાદ આનંદે ગામડામાં રહેતા પોતાના વૃદ્ધ માતા-પિતાને પણ પોતાના સાથે રહેવા માટે લઇ આવ્યો અને એક પુત્ર તરીકેની એક ફરજ પૂરી કરી….જ્યારે અત્યારનાં બાળકો પોતાના માં- બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને આખા ગામમાં ડંફાંસો મારતા હોય છે કે પોતે તો તેના મા - બાપને હોટલ જેવા આલીશાન વૃદ્ધાઆશ્રમમાં મૂકી આવ્યા...શુ ? એક સંતાન તરીકે આપણે આપણા માં-બાપને વૃદ્ધાઆશ્રમમાં મૂકી આવવાથી આપણા પર રહેલા માં-બાપનાં ઋણમાંથી મુક્ત થઈ શકીએ ખરા?


    આનંદ અને તેની પત્ની આરતી પિતાના વૃદ્ધ માં-બાપાની સેવા કરવામાં કઈ કસર છોડતા હતા નહીં, બનેવ તેની ખુબજ સાંભળ લેતા હતાં.


    આનંદને એક નાનકડી પરી જેવી એક ઢીંગલી જેવી એક નાની દીકરી પણ હતી જેનું નામ પરિતા પાડેલ હતું.


    આમ આનંદ પોતાના પરિવાર સાથે ખૂબ ખુશીથી રહેતો હતો...પરંતુ આ ખુશી પર સમય કે કાળચક્રની એક ઝપાટ લાગવાની હતી, જેની કલ્પના આ વ્યાસ પરિવારનાં એકપણ સભ્યે કરી જ ન હતી.

**


એક દિવસ 

આનંદ પોતાની ઓફિસમાં બેઠો હતો અને તેની ઓફિસમાં રહેલ ફોનની રીંગ વાગી,

‘સાહેબ ! હું ધનંજય કંપનીમાંથી વાત કરી રહ્યો છું”

“હા ! બોલો..”

“સાહેબ ! અમારી કંપની તમારા બધા જ શેર ખરીદવા માંગે છે, તો તમારો શું વિચાર છે.”

“હું ! શેર તો વેચવા તૈયાર છું, પણ એક જ શરતે મને બજાર ભાવ કરતાં વધારે ભાવ મળશે તો જ ….”

“ઓકે ! સાહેબ”

“અમે તમારા બધા જ શેર, બજાર કિંમત કરતાં વધારે કિંમતમાં ખરીદશું.”

“મારી પાસે જે શેર છે, તે એક શેરની હાલ માર્કેટ કિંમત છે….3000 અને એવા મારી પાસે 2000 શેર પડ્યા છે.”

“ઓકે ! સાહેબ ! તો અમારી કંપની તમારો એક શેર 3500 રૂપિયામાં ખરીદશે…”

“ હા ! ચોક્કસ, કેમ નહીં.” - આનંદના આનંદનો હવે કોઈ પાર હતો જ નહીં, તે એક ખુશી સાથે ઝૂમી ઉઠ્યો, ત્યારબાદ આનંદે પોતાના બધા જ શેર ધનંજય કંપનીના નામે કરી દીધાં.


      એ જ દિવસે સાંજે આનંદની ઓફિસમાં એક સ્યુટકેશ ભરીને પ્રતિ શેર દીઠ 3500 રૂપિયા લેખે, રકમ પણ આવી ગઈ, અને જેવું આનંદે રૂપિયાથી ભરેલ સ્યુટકેશ ખોલી તો તેના આશ્ચર્યને લીધે તેની આંખો પહોળી થઇ ગઇ, અને જાણે પોતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવો અનુભવ થયો, કારણ કે સ્યુટકેશમાં પુરેપુરી રકમ તો હતી પરંતુ તે બધી જ ખોટી નોટો હતી, આનંદે પોતાની પાસે જે કંઈ મૂડી હતી તે પોતાએ શેરમાં રોકાણ કરી દીધી હતી, અને આવું થવાથી આનંદ એકદમ હતાશ, ઉદાસ અને દુઃખી-દુઃખી થઈ ગયો, કારણ કે આનંદ પાસે જે કાંઈ મૂડી કે બચત હતી તે આ શેર જ હતાં, જાણે આનંદનું બધું જ કે સર્વસ્વ એક ઝાટકામાં જ જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, એક કરોડપતિ વ્યક્તિ એક ઝાટકામાં જ એકદમ ગરીબ બની ગયો.

    આનંદ મનોમન ખૂબ જ ચિંતિત થઈ ગયો, હવે આગળ શું કરવું એની કંઈ સૂઝ પડતી હતી નહિ,મનોમન આનંદને પોતાના ઘરની, પરિવારની ચિંતા કોતરી ખાય રહી હતી, આનંદ વિચારી રહ્યો હતો કે પોતે હવે ઘરે શું મોઢું બતાવશે, પોતાની થોડીક રૂપિયા પ્રત્યેની લાલચનું પરિણામ પોતાના આખા પરિવારને ભોગવવું પડશે,પોતે પોતાના પરિવાર સાથે હાલ જે ઘરમાં રહી રહ્યો હતો તે ઘર પણ વેચવું પડે તેવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી.


    છતાંપણ, આનંદ હિંમત કરીને ઘરે ગયો, અને પોતાની સાથે આજે જે કંઈ બન્યું તે વિગતવાર પોતાના ઘરે જણાવ્યું, આ સંપૂર્ણ બનાવ વર્ણવતાની સાથે જ આનંદની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો, અને નાના બાળકની જેમ ડૂસકે - ડૂસકે રડવા લાગ્યો, પરિવારના સૌ કોઈએ આનંદને આશ્વાસ આપ્યું, મિત્રો આપણા સમાજમાં અત્યારની યુવાપેઢીઓ આત્મહત્યા કરે છે તેનું એક કારણ એ પણ છે કે તે વ્યક્તિ પોતાની વ્યથા કોઈને કહી શકતો નથી, અથવા કોઈ તેને સાંભળતું નથી કે સાંભળવા તૈયાર નથી હોતું, પરંતુ જો આ યુવાનોને પોતાના પરિવાર જનો, આનંદના પરિવાર જનોની જેમ સાંભળે તો યુવાનોમાં હાલ જે આત્મહત્યાનું પ્રમાણ છે તે ઘણુંખરું ઘટાડી શકાય.


    આનંદનો સમગ્ર પરિવાર જ્યારે આ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે તે જ ઘરના કોઈ એક ખૂણામાં રહેલા પિલર પાસે ઉભી -ઉભી આનંદની સાત વર્ષની પુત્રી પરિતા આ બધું નિર્દોષભાવે જોઈ રહી હતી.


     ત્યારબાદ આનંદ પોતાના પરિવાર સાથે પોતાનું આલીશાન અને અતિભવ્ય મહેલ જેવું મકાન વધી ગયેલા કર્જ કે દેણાને લીધે કાયમીક માટે છોડીને શહેરથી થોડેક દૂર રહેલા પોતાના ફ્લેટમાં રહેવા માટે જતાં રહ્યાં.આનંદ અને તેના પરિવારે ફરી એકડે એકથી માંડીને પોતાના જીવનની નવી શરૂઆત કરી.


***

    જોત-જોતામાં દિવસો, અઠવાડિયા, મહિના, વર્ષો વીતવા લાગ્યા, આનંદ ખૂબ જ મહેનતુ હોવાથી ફરીથી તેની આર્થિક પરિસ્થિતિ સુધારવા લાગી અને પહેલાની માફક જ આનંદ ફરીથી શેરબજારમાં જંપ લાવી ખૂબ જ રૂપિયા કમાઈ લીધા.


    ફરીથી આનંદ પોતાના પરિવાર સાથે પોતાના જુના આલીશાન મહેલ જેવાં બગલમાં રહેવા પાછા આવી ગયાં, બધા જ પરિવારના સભ્યો ફરીથી હસી-ખુશી રહેવા લાગ્યાં, પરંતુ કુદરતે કે વિધાતાએ આનંદ કે તેના પરિવારજનોના નસીબમાં ખુશી લખી જ ન હોય તેવું લાવી રહયુ હતું, હવે પોતાના પરિવાર સાથે એવું બનવા જઇ રહ્યું હતું કે જેની કલ્પના કોઈએ પણ કરી નહિ હોય.

    આનંદના પરિવારમાં બધાં રાજીખુશીથી રહેતા હતાં… એક દિવસ…


સમય : સવારનાં 10 વાગ્યાની આસપાસ

સ્થળ : પરિતાની શાળા

    દૈનિક ક્રમ મુજબ પરિતાને તૈયાર કરીને તેની મમ્મી તેનેે પોતાના ઘરથી થોડેક દૂર આવેલા હાઇવે પર સ્કૂલની બસમાં છોડવા માટે ગયાં

 પરિતાને તેના મમ્મીએ દૂરથી જ ફ્લાઈગ કિસ આપી, પરિતાએ પણ પોતાના નાનકડા કોમળ ફૂલ જેવા હાથની મદદથી પોતાના મમ્મીને સામું ફ્લાઈગ કિસ આપ્યું, અને એકબીજા સાથે પોતા- પોતાના હાથ હલાવતા - હલાવતા, આવજો એવું કહ્યું, પરિતા કે તેના મમ્મી એ કદાચ નહીં જણાતા હોત કે આ તેઓની એકબીજાને છેલ્લી ફ્લાઈગ કિસ હશે.


      ત્યારબાદ સ્કૂલબસ અન્ય બાળકોને અલગ - અલગ જગ્યાએથી લઈને અંતે સ્કૂલે પહોંચી, અને પરિતા દરવાજા પાસે આવેલ સીટ પર બેસી હતી, જેવી સ્કૂલબસ સ્કૂલની સામે આવીને ઉભી રહી કે તરત જ પરિતા એકદમ ઉતાવળે ઉતારવા ગઈ, જેવી પોતે પેલી બસમાંથી ઝડપથી ઉતારવા ગઈ કે પોતાનો પગ લપસ્યો, અને પરિતા પોતાના શરીરનું સમતોલન ગુમાવીને જમીન પર જોશથી પટકાય, અને તેના માથાનાં પાછળના ભાગે એકદમ ગંભીર ઇજા થઇ.

     એટલીવારમાં બધા શિક્ષકો અને આચાર્ય બધા જ ભેગા થઈ ગયાં, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી, અને સાથે સાથે તેના માતા-પિતાને પણ ફોન દ્વારા આ બનાવની જાણ કરવામાં આવી.


     આનંદ, ઉલ્લાસ અને ખુશીઓના અવાજથી ગુંજતી હતી એ બસ અચાનક નાના ભૂલકાંઓની ચીસો અને કીકીયારીમાં ફેરવાઈ ગયો.


     જમીન પર બધાએ નજર કરી તો એકદમ બેભાન હાલતમાં પરિતા રોડ પર પડેલી હતી, બાજુમાં તેની સ્કૂલબેગ પડી હતી, જેમાંથી ભાર વિનાના હાલના પુસ્તકો ડોકિયુ કરી રહ્યા હતા,અને પરિતાની વોટરબેગ બે ટુકડામાં વહેંચાય ગઈ હતી જે દર્શાવી રહ્યાં હતાં કે પરિતા કેટલી ગંભીર રીતે ઇજા પામી હશે, થોડેક દૂર પરિતાના નાના- નાના ફૂલની પાંખડી જેવા નાજુક અને કોમળ પગની રક્ષા કરતી કાળા રંગની મોજડી પડેલ હતી, આમ તો મોજડી કાળા રંગની હતી, પરંતુ તેના પર પરિતાના શરીરમાંથી વહી રહેલું લોહી લાગવાને લીધે લાલ રંગની બની ગઈ હતી, આ દ્રશ્ય જોઈ સૌ કોઈનું હૃદય દ્રવી ઉઠતું હતું, અને પુરા શરીરમાં એક ઝણઝણાટી ઉપજાવે તેવું હતું.


      આ બધું થોડીક જ વારમાં આવી પહોંચેલા આનંદ અને તેની પત્નીએ જોયું, જાણે પોતે કોઈ પાપ કરેલ હોય અને તેની સજા પોતાની જીવથી વ્હાલી એકને એક દીકરીને મળી રહી હોય તેવું આનંદને લાગી રહ્યુ હતું.આ જોઈને પરિતાના મમ્મીની આંખોમાંથી એક ચીસ સાથે શ્રાવણ -ભાદરવી શરૂ થઈ ગયો, આનંદ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હોવા છતાંપણ હૈયે હામ રાખીને એમ્બ્યુલન્સમાં પરિતાને લઈ નજીકની હોસ્પિટલમાં લઇ ગયો, દરરોજ પોતાના મીઠાં- મીઠાં અવાજમાં કાયમીક કલરવ કરતી પરિતા આજે એકદમ સુનમુન અને બેભાન હાલતમાં પોતાના પિતાનાં ખોળામાં સુતેલ હતી પરિતાના અમૃત જેવા મીઠા - મીઠાં કલરવનું સ્થાન એમ્બ્યુલન્સમાં રહેલા વિવિધ પ્રકારનાં સાધનો જેવા કે પલ્સ ઓક્ષિમિટર અને મલ્ટીપેરાના બીપ - બીપ અવાજોએ લઈ લીધું હતું.


        આનંદ એક હાથ પોતાની લાડકી ના ચહેરા ફેરવતો જતો હતો અને બીજા હાથે પોતાની આંખોમાંથી અતિશય દુઃખને લીધે આવી રહેલા આંસુને લૂછી રહ્યો હતો….

        આનંદ પરિતાના માથા પર જ્યારે હાથ ફેરવી રહ્યો હતો ત્યારે વિવિધ પ્રકારનાં સાધનોના બીપ- બીપ અવાજમાં એક લાચારી ભરેલો એક મધુર અવાજ સંભળાયો….એ અવાજ પરિતાનો હતો….


“પપ્પપ્પપ્પ….પપ્પા.” - પરિતા અટકતા અટકતા બોલી.

“હા ! મારા દીકરા બોલ,” - આનંદ ખુશીના આંસુ સાથે બોલી ઉઠ્યો.

“પપ્પા ! હું તમારી લાડકી દીકરી છું ને ?”

“હા ! બેટા, પણ તું કેમ આવું પૂછે છો??”

“પપ્પા ! હું તમારી લાડકી કે તમારો જીવ છું તો તમે મારી એક વાત માનશો?.” - પરિતાનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો..

“હા ! બેટા શું કહેવું છે તારે ?”

“પપ્પા ! તમે પહેલા મારા માથા પર હાથ મુકો.”- પરિતા હવે એક બાળ ઝીદ્દે ચડી હતી...અને આનંદ પણ આમ કરવા માટે તૈયાર થઈ ગયો, પરિતાના માથે હાથ મૂકીને આનંદ બોલ્યો,

“ બોલ ! મારા દિકરા, શું કહેવું છે તારે?”

“પપ્પા ! તમે શેરબજારનો ધંધો મારા માટે છોડી શકશો?”

“ હા” - આનંદ માત્ર આટલું જ બોલી શક્યો અને ફરી રડવા લાગ્યો.

“તો ! છોડી દેજો શેર બજાર કાયમિક માટે, હો ને પપ્પપ્પપ્પપ્પપ્પપ….”

“ હા ! ચોક્કસ” - આનંદ આટલુ બોલ્યો પરંતુ પોતાના આ શબ્દો, હવામાં જ રહી ગયાં…કારણ કે તેને સાંભળનાર પોતાની લાડકી દીકરીએ પોતાનાં ખોળામાં જ પ્રાણત્યાગ કરી દીધો હતો, આથી આનંદે, પરિતાના માથાં પરથી હાથ હટાવ્યો…..તો તેના હથેળીનો ભાગ પરિતાના લોહીને લીધે લાલા રંગમાં રંગાઈ ગયા હતાં.


     આનંદે એક જોરથી ચીસ પાડીને પોતાના પરનો સંપૂર્ણ કાબુ ગુમાવી ધ્રુસકે - ધ્રુસકે નાના બાળકની જેમ રડવા લાગ્યો, અને તેની નાની જીવથી પણ વધુ વ્હાલી દીકરીએ એ સાબિત કરી દીધું કે દીકરી પોતાના પપ્પાની કેટલી હદે ચિંતા કરતી હશે, કે મોત સામે હોવા છતાંપણ પોતે પોતાના પિતા પાસેથી શેરબજાર કાયમ માટે છોડવાનું વચન માંગી રહી હતી.


      ત્યારથી માંડીને કે આજ દિવસ સુધી આનંદે ક્યારેય પણ શેર બજાર વિશે વિચાર્યું નહિ, તેને આ શબ્દથી જ એક પ્રકારની નફરત થઈ ગઈ હતી, આ શબ્દ સાંભળે કે તરત જ આનંદને પોતાની દીકરી સાથે એમ્બ્યુલન્સમાં વિતાવેલ એકદમ પળો પોતાની નજર સમક્ષ તરી આવતા હતા.

     

        મિત્રો, પરિતાએ આજે એ વાત સાબિત કરી દીધી કે દીકરી ભલે નાની કે મોટી હોય,પરણિત હોય કે અપરિણીત,દૂર હોય કે નજીક, ડાહી હોય કે ગાંડી, સમજુ હોય કે નસમજું પરંતુ તેને હંમેશા તેના પિતાની ચિંતા થતી જ હોય છે…..એટલે જ કદાચ દીકરીની વિદાય પ્રસંગે સૌથી વધુ કોઈ વ્યક્તિ રડતું હોય તો તે વ્યક્તિ એ એક પિતા જ હોય છે…..પછી ભલે તે ઘરનાં કોઈ એક ખૂણામાં જઈને રડે પરંતુ રડે તો છે જ તે…!


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Tragedy