Kaushik Dave

Drama Tragedy Inspirational

3  

Kaushik Dave

Drama Tragedy Inspirational

લાચારી- એક સમસ્યા ?

લાચારી- એક સમસ્યા ?

2 mins
188


"બસ.. બે જ ડગલા..ને મારૂં ઘર આવી જશે..."વૃજલાલ બોલ્યા.

"પણ ભાઈ તમને હું ઘર સુધી મૂકી આવું..જુઓ તમને કેવી ઠેસ વાગી હતી ને ચાલવામાં પણ તકલીફ પડે છે."

"પણ ભાઈ તમારૂં નામ ?" વૃજલાલ બોલ્યા.

"ભાઈ મારૂં નામ નવીન ભાઈ..તમે મને નવીન કહી શકો છો."

"પણ ભાઈ.. તમે ક્યાં રહો છો ? ને તમારી મદદ માટે આપનો આભારી છું. "વૃજલાલ બોલ્યા.

"જુઓ ભાઈ.. હું અહીં નજીકની એક સોસાયટીમાં રહું છું..એકલો જ રહું છું..પણ તમને એક વાત પૂછું ?"

"હા.બોલો નવીનભાઈ.. હવે તો આપણે મિત્ર બન્યા."

નવીનભાઈ એ વૃજલાલ ને ટેકો આપતા સોસાયટી સુધી પહોંચવા જ આવ્યા હતાંં.

નવીનભાઈ:-" જુઓ ભાઈ.. હું કેટલાંય દિવસથી તમને ગાર્ડનમાં સવારથી બપોરે બાર વાગ્યા સુધી જોઉં છું.. પણ હમણાંથી ગાર્ડન બંધ રહે છે.. તો તમે ગાર્ડનની નજીકના બાંકડે બેસો છો...તમારે દીકરો કે દીકરી નથી ?"

"હા..છે ભાઈ..આતો મને સવારે બહારની હવા માફ્ક આવે છે..ને આજે થોડી ઠેસ લાગતાં પડી જતો હતો ને તમે મને પકડી લીધો.. બહુ સજ્જન છો."

"એતો ઠીક ..પણ આ સંજોગોમાં કારણ વગર બહાર નીકળવું નહીં. મારે તો ઠીક. એકલો છું.ને એકલો જવાનો !"

પણ મને લાગે છે કે તમારે કંઈ પ્રોબ્લેમ છે ?

"ના..ના.."

વૃજલાલ વાત છૂપાવતા હતાં.. પણ એમની આંખો કંઈ ક કહેતી હતી..જે નવીનભાઈ એ જોયું.

"ભાઈ સાચું કહેજો કંઈ તકલીફ ? રૂપિયાની કે કોઈ બીજી ? તમને મદદરૂપ થવા માંગુ છું."

હવે વૃજલાલ ઢીલા પડ્યા.. ને નવીનભાઈ ના ખભા પર માથું મૂકીને બોલ્યા..

"બહુ દિવસ પછી જાણે મને મારો ભાઈ મલ્યો. મારા મનની વાત કોઈ ને કહી શકતો નહોતો.."

"તો ભાઈ તમે કહો ને તમારો ભાર હળવો કરો."

વૃજલાલ ગંભીર બન્યા બોલ્યા:-" ભાઈ આ વાતની મારા દીકરાને ખબર નથી.ને કહેવું પણ નથી.. મારો દીકરો જોબ પર જાય એટલે હું પણ ઘરમાંથી નીકળી ને ગાર્ડનમાં બેસતો.."

"પણ કેમ ? "

"વાત એમ છે કે મારા દીકરાની વહુ એ....એ પ્રમાણે કરવા કહ્યું છે.. સવારે દીકરો જાય એટલે ઘરમાંથી બહાર જતા રહેવું અને જમવાના સમયે બાર વાગ્યે આવી જવાનું..વહુ ને શાંતિ મળે એટલે !...ને મને..પણ..!"

એક નવી સામાજીક સમસ્યા ?..

આવી વર્તણુક કેવી ગણાય ? વૃદ્ધાવસ્થાની લાચારી..કે નવી પેઢીની શાંતિની વાત !

નવીનભાઈ એ વૃજલાલ ને કેવા પ્રકારની મદદ કરવી જોઈએ ?..


Rate this content
Log in

Similar gujarati story from Drama