Girimalsinh Chavda "Giri"

Thriller

2  

Girimalsinh Chavda "Giri"

Thriller

"કુદરત ની કરામત "

"કુદરત ની કરામત "

4 mins
3.2K


જીવનમાં આવતા ઉતાર-ચઢાવ અને તેની પરિવર્તનની દિશામાં આપણે આપણું જીવનને પસાર કરીએ છીએ અને તેમાં આવતાં પ્રશ્નો અને જવાબો ની મયાજાળમાં ફસાયેલા રહીએ છીએ.

આપણા સૌના જીવનમાં સમય અને ક્યારેક કુદરત દ્વારા નાની મોટી ઘટના બનતી જોઈ છે અને ઘટના દ્વારા ઉદ્ભવેલા પ્રશ્નો અને તેમાંથી મળેલી યાદો વચ્ચે આપણે તેને હંમેશા યાદ કરતા હોય છે. ક્યારેક તે સમય આપણે આપણાથી બનતા લોકો સાથે અને તેની સાથે જોડાયેલ લાગણીઓ સાથે જોડે છે અને ક્યારેક તેનાથી દૂર પણ કરી દે છે.

સૂરજનું પ્રથમ કિરણ પડતાં જ જીવન અને ધરતી બંનેએ આળસ મરડીને પોતપોતાની કમાન સંભાળી રહ્યા હતા. પશુ,પક્ષી,વૃક્ષ અને માનવ પોતાના કાર્યોને પૂર્ણ કરવા માટે તેની શરૂઆત કરી રહ્યા હતા. અને પોતપોતાના દિવસની રાહ ઉપર ચાલવા અને દોડવા લાગ્યા હતા.

રસ્તાઓ અને રસ્તાઓ પર ચાલતા રાહબરી લોકો પોતપોતાની રાહ પર ચાલીને પોતપોતાની મંઝિલને શોધી રહ્યા હતા. અને એમાં મને પણ ક્યાંય ચેન પડતું ન હતું. કાંઈ નવું કરવાની ચાહ અને નવા વિચાર,અને મારી જીવનપંથ પર સાથ આપનારી પ્રેરણા સાથે ચાલ્યો જતો હતો. દરરોજના સમય દરમિયાન માત્ર હું જ મારી સાથે હતો.

ત્યાં અચાનક પવન અને પવનની સાથે જોડાયેલ સમય પણ થંભી ગયો. અને પોતાને થંભાવી તેને અટકાવીને મને પણ થોભાવી દીધો. ત્યાં અચાનક મારી નજર રસ્તાના જર્જરિત બાંકડા ઉપર બેઠેલી આડેધડ વયની એક સ્ત્રી ઉપર પડી.

થોડા સમય માટે કશું સૂઝતું ન હતું. શું ચાલી રહ્યું છે?..

કશું થવા જઈ રહ્યું છે, કશું નવું થઈ રહ્યું છે. આવા ઘણા બધા વિચારો મનમાં વખોડાઈ રહ્યા હતા.

હું માત્ર એ દ્રશ્ય નિહાળી રહ્યો હતો. સ્ત્રીની હાલત અસ્થિર જણાતી હતી પણ લાગતું નહોતું કે તેઓ અસ્થિર મગજના છે.

હું ઊંડો શ્વાસ લઇ સામે જોતો રહ્યો.. પણ તેની નજર તો એક (ટેડી) પૂતળા પર હતી. જે આબેહૂબ બાળક જેવું દેખાતું,

મમતાભર્યા હાથ દ્વારા તેને પંપાળીતી અને રમાડીતી, વહાલ કરતી હતી.

તેના અમૃત સમાન એવા મુખ થી મારો "દીકરો" "મારો ડાયો દીકરો" "મારો ડાયો ડાયો દીકરો" બોલી સંબોધી રહી હતી.

તેની મમતા અને તેની મમતાનું આચળ છલકાઈ છલકાઈ તેની મમતાને સાબિત કરી રહ્યું હતું, અને માં નિર્મિત પ્રેમ શું છે?......

તેની સાબિતી પુરવાર કરી રહી હતી.

તેની મમતાને જોઈને લાગતું હતું કે એક માં જાણે પોતાના બાળક ઉપર મમતા ને સાગરને છલકાવતી હોય. તેવું દ્રશ્ય હતું મારું હૃદય દ્રવી ઉઠ્યું મને પળવાર માટે અને શું બની રહ્યું છે બસ તેને નિહાળતો હતો.

થોડો સ્વસ્થ થઈને મેં આગળ જોયું તો એક મકાનની અંદર એક વયોવૃદ્ધ દાદા બેઠેલા હતા. અને પોતાનું કામ પતાવીને આરામ ખૂરશી આરામ કરી રહ્યા હોય તેવું જણાતું હતું.મને ચહેરા ઉપર તો જોઈને લાગ્યું કે આ દાદા આ સ્ત્રીના પિતા હોઈ શકે, હું મારા અડગ મનના મુસાફર રૂપી પગને ઉપાડીને ઘરમાં પ્રવેશ્યો.

હેલો દાદા નમસ્તે......

હું તમારાથી થોડે દૂર રૂપાવડી માં રહું છું.. અને અત્યાર અહીંથી પસાર થઈ રહ્યો હતો, તો મારી નજર ત્યાં બેઠેલી સ્ત્રી ઉપર પડી. તમે તેમને ઓળખો છો... તેને શું થયું છે? તે પૂતળાં (ટેડી- બાળક જેવું દેખાતું) જોડે આવી રીતના વર્તન કેમ કરી રહ્યા છે.....

દાદાએ વળતા જવાબમાં કહ્યું :

"દીકરા... તે મારી ચોથા નંબરની દીકરી ઉષા છે તે તેના સાસરેથી તરછોડી દેવામાં આવે છે અને અત્યારે તે મારી સાથે રહે છે પણ તેનું મગજ હવે તેને સાથ નથી આપતું તે માત્ર ને માત્ર તેનો આખો સમય જે ટેડી (બાળક જેવું દેખાતું પૂતળું) જોડે પસાર કર્યા કરે છે અને તેને પંપાળ્યા કરે છે અને રમાડીતી રહે છે......"

દાદાના અવાજમાં દુઃખ અને તેની દીકરીની પીડા વ્યક્ત થઇ રહી હતી...

"દાદા..એવું તો શું? બન્યું કે અત્યારે તેમની હાલત આવી છે."

દાદા : એક વર્ષ પહેલા અમે તેના લગ્ન એક પૈસાદાર અને ખાનદાની પરિવાર સાથે કર્યા હતા અને અમને પછી જાણ થઈ ત્યારે બધા અભાગ્ય કે અમારી દીકરીને તરછોડીને તે લોકો અત્યારે રાજીખુશીથી રહે છે.

મારી દીકરી ઉષા ને ભગવાને પહેલા ખોળે દીકરો આપ્યો હતો. અને તમે બધા રાજી ખુશીથી રહેતા હતા. પણ કાળ ની કરામત અને કુદરતની કરામત સામે કોનું ચાલવાનું છે, તે સમય અમારા બધા માટે ખૂબ જ આકરો સમય હતો અમે બધા ગમગીનીમાં ડૂબી ગયા હતા.

તે સમયે નો દીકરો ૭ મહીનાનો હતો. દીકરાને અચાનક તાણ આંચકી (ખેંચ) ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ ડોક્ટરની બેદરકારીને લીધે અમારે ઉષા ને તેનો દીકરો ખોવો પડ્યો.... અને ત્યાર પછીથી ઉષાની અસ્થિર અને દુઃખ ભરી રહે છે. અમે બધા લોકો બહુ ઇલાજ કર્યો પણ કશો ફરક પડ્યો નહિ....

દાદાને થેંક યુ કહી ત્યાંથી નીકળી ગયો...

અને તે માંની મમતાને ધન્યતા આપી કે અસ્થિર મગજના હોવા છતાં પણ માતાની મમતા એવી ને એવી જ રહે છે તેમાં કશો ફરક પડતો નથી, કહેવાયું છે ને કે "માં તે માં બીજા વગડાના વા" અને આ કહેવત અહીં સાર્થક થતી હોય એવું લાગે છે..


Rate this content
Log in

Similar gujarati story from Thriller