રહસ્યમય છોકરી ભાગ ૩
રહસ્યમય છોકરી ભાગ ૩
બંને એક બીજાની સામે જોઈ લેતા અને સમયે સમયે મીટ માંડી લેતા અને નીરખી લેતા.
સાહેબ.... હમણાં આવી જાહે..... હો....
આપ થોડો વિહામો લઇ લો....
મને એના બોલેલા બધા જ શબ્દો મારા માટે મરજીવો પોતાના મોતી ને જાણે દરિયામાંથી વીણીને સાચો તો એવું લાગતું હતું.
મને બધો થાક જાણે પ્રસરી ગયો હોય એવો અનુભવ થયો હતો. હું થોડા સમય માટે હોળી આગળના ભાગ પર હાથ રાખ્યો અને આરામની સ્થિતિમાં બેસી ગયો અને તેને નિહાળવા લાગ્યો.
જેમ જેમ સમય વિતતો જતો હતો તેમ તેમ મને થઇ રહ્યું હતું કે આ સમય થંભી કેમ નથી જતો પણ સમયનું કામ સમય કરી રહ્યો હતો. અને તેના એ સંકેતો જેના દ્વારા મારા મનની અંદર ઘણી બધી આશાઓ જાગવા લાગી. તે મને સમજાતી ન હતી હું માત્ર અને માત્ર મારો બનીને રહી જતો હતો.
સમયસર હમે મંદિરના ખડકના કિનારે પહોંચ્યા. અમે બંને નાવને કિનારે ગોઠવી.
ત્યાં રૂપલી નો અવાજ આવ્યો...
"હાલો સાહેબ આપણું થાનક આવી ગયું છે હાલવા માંડે પછી આપણે જવાનું મોડું થઈ જશે તો બાપુ રાડો પાડશે અને મને વઢશે"
અમે બંને ચાલવા લાગ્યા અમારી સાથે સાથે સમય પણ ચાલવા લાગ્યો હતો પણ આ કાળમુખો સમય મારી એક પણ વાત સાંભળવા નહીં. કારણકે મને એવું લાગી રહ્યું હતું કે તેને અત્યારે મારાથી પણ આગળ નીકળી જવું છે.
અને રૂપે તેની નારીયેલની જોડ હાથમાં લઈ મારી સાથે ચાલવા લાગી હું પણ મારા પગને તેમાં ડૂબવા લાગ્યો અને બંને સાથે ચાલવા લાગ્યા દરિયાની ઠંડી રેતીજાણે મારા પગથી લઇને માથા સુધી મને શાંતિ પ્રસરાવતી હોય તેવું લાગતું હતું.
બંને મંદિરના દરવાજે પહોંચ્યા અને તેણે માતાને નાળિયેર પધરાવી મા ના આશીર્વાદ લઇ મને પસાદ પ્રસાદ આપતા બોલી.
"આ લ્યો સાહેબ પ્રસાદ તમારી બધી મનોકામના માતા પૂરી કરે એવી મા પાસે પ્રાર્થના."
અમે દર્શન કરી બંને મંદિરની બહાર નીકળ્યા.
"સાહેબ.... સાહેબ.... કરી બોલવા લાગી થોડું દૂર નજીકમાં એક બીજું નાનું મંદિર છે જે ખડકોથી બનેલું છે શંકર ભગવાન બિરાજમાન છે ચાલો જતા આવીએ. મારી માવડી મને કહેતી કે જેના દર્શન કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે."
"હું બોલ્યો... હાલો હાલો ... જતાં જ આવીએ..."
દર્શન કરી ને પાછા ફર્યા કિનારે આવી મને થવા લાગ્યું તે જાણે કોઈ રણમાં ભટકેલો તરસ્યા માણસની તરસ સંતોષાઈ ગઈ હોય, કોઈ યુદ્ધમાંથી જીતેલો યોદ્ધા કોઈ રાજ્ય જીતી ગયો હ
ોય, અને કોઈ બાળકને તેની મા ની મમતા મળી ગઈ હોય. તે મને પણ મારો કિનારો આવી ગયો હોય તેઓ આભાસ થવા લાગ્યો હતું. હું ખાલી હોઉં એવું લાગવા લાગ્યું કારણકે મારે હવે રોટલી સાથેની મારી આ સફરને થંભાવી પડશે.
દર્શન કરેલા બધા સ્થળોમાંના આ સ્થળો મારા માટે ન ભૂલાય એવી ક્ષણો બની ગઈ.
"હાલો સાહેબ હવે પાછા ફરશો બાકી આ સૂરજ હમણાં ઢળી જાસે."
".....મેં કીધું ચાલો ચાલો સાચી વાત છે આપણે વહેલા સમયસર નીકળી જઈએ.".....
પણ મનમાં ને મનમાં થવા લાગ્યું કે આજે રૂપલી ને કહી દઉં કે આ દિવસની દેન દેવા બદલ તારો ખૂબ ખૂબ આભાર.
ત્યાં રૂપલી આવીને બોલી "હાલો હાલો સાહેબ હવે આપણે નાવની નજીક ચાલવા માંડીએ"
હું અને રૂપલી નજીક પહોંચ્યા ત્યાં સુધીની સફરમાં મારા મનની અંદર ઘણા બધા સવાલો ઉભા થવા લાગ્યા કે હું રૂપલી ને કહી કે તારા રૂપે મને ઘેલો કરી નાખ્યો છે મને તારી કામિની લાગી ગઈ છે.
આવા મનમાં ને મનમાં ઘણા બધા સવાલો થવા લાગ્યા પણ બધા સવાલો ને દબાવી અને અમે બંને એ નાવ ને દરિયામાં પ્રસરાવી અને તે તેના કોમળ હાથો વડે નાના હલેસા મારી મારી નાવને આગળ ધપાવી રહી હતી. પણ એના હલેસા જાણે મારી અંદરના હૃદયનાં ધબકારાને પણ હલાવી રહી હતી.
મેં કહ્યું...
"તમેં ખારવા લોકો એક જ સ્થળે વસવાટ કરો છો કે પછી બધી અલગ અલગ જગ્યાએ જઈને પોતાનું ગુજરાન ચલાવું છું મેં તેને પૂછ્યું."
"...અરે હા સાહેબ અમે પણ વણઝારાની જેમ એક સ્થળેથી બીજા સ્થળે ધંધો કરવા જતા હોઈએ છીએ....."
અને સમયની જેમ અમારી નાવ પણ દરિયાની સપાટી ઉપર ચાલવા લાગી અને અમે બંને સમયસર રુપલીના નિવાસ્થાને પહોંચી ગયા. ત્યાં તેના બાપુ અને તેની મા તેની રાહ જોઇને ઊભા હતા અમે બંને પહોંચ્યા અને તેને બાપુ રૂપલી કહેવા લાગ્યા.
"...શાબાશ દીકરા આજે તે મારી આપેલી તાલીમનો ચમત્કાર મને બતાવી દીધો અને આ સાહેબને પણ સમય સાચવી દીધો."
રૂપલીની માં આવી ને બોલવા લાગી...હાલ આપણે ઘણું બધું કામ પડ્યું છે.
..મેં કહ્યું "ચાલો હવે મને રજા આપો ક્યારેક ક્યારેક પાછુ જો આ બાજુ આવવાનું થશે તો આપણને અચૂક મળતો રહીશ અને આપની નાવની સવારી ફરીથી કરીશ કરીશ."
અને હું ત્યાંથી મારા મામાને ઘરે જવા નીકળી ગયો પણ મનમાં ઘણી બધી ગડમથલ થવા લાગી ક્યાંય પણ ચેન ન પડે. કોણ જાણે આ મથામણ શું લાગે છે.
(ક્રમશ:)