Girimalsinh Chavda "Giri"

Others

3  

Girimalsinh Chavda "Giri"

Others

એક પત્ર પ્રેમને નામ

એક પત્ર પ્રેમને નામ

1 min
218


નામ જિંદગી,

મુકામ જિંદગી,

હું પોતે જિંદગી હરેક પરિસ્થિતિમાં તું મને અનુભતો, માણતો હશે.જ્યારે મારી હાજરી વગર તારું અસ્તિત્વ જ નથી. તું જે છે અને જે ભવિષ્યમાં હોવાનો એ એટલે હું. તારા હરેક કામમાં હું તારો સાથ અને હાથ બન્ને આપું છું. પણ મને લાગે છે હું તારા વગર અધૂરી છું. મારી પૂર્તિ તું છે. ચાલતા ચાલતા જ્યારે હું થાકી જાવ છું મને હાથ પકડવો પડે છે, મને ખબર મારી અંદર ઘણી ખામીઓ, ત્રુટીઓ અને ગુના છે. પણ એની સજા મને તું નથી મળતો ત્યારે મળી જાય છે. હું ભલે તારાથી દુર થઈ ને જીવવા ચાહતી પણ તારી ચાહ વગર હું બધી બાજી હારી જાવ છું ને જીવવાની રાહ ખોઇ બેસું છું.

આમ તો મારું કામ તને મહેનતુ અને સ્વપ્નદર્શી બનાવવાનો છે,પણ હું ક્યાંક ને ક્યાંક એ ચુકી જાવ છું. ક્યારેક તારામાં રહેલું મારુ અસ્તિત્વ મને મારા અસ્તિત્વ સુધી આવતી તારી લહેર મોકલવામાં પાછળ રહી જાય. પણ હવે તારી હરેક જરૂરિયાતમાં હું તારી સાથે હંમેશાંની માટે તારી નજીક ઊભી રહી અને તારા એક થાક ને હું મારા સાથ સાથે દૂર કરીશ.

જેમ તારા વગર હું અધૂરી છું તેમ મારા વગર તું અધૂરો છે એની જાણ મને પણ છે.અને હવેથી આપણે વિરુધાર્થી નહિ પણ એક બીજાના સમાનાર્થી બનીને રહીશું. અને હા....

એક ચોખવટ કે જ્યારે મને તારી જરૂર પડે મારી નજીક હમેશા રહેજે.

લી, તારી જિંદગી.

 નામ : પ્રેમ

 મુકામ :જિંદગી


Rate this content
Log in