Girimalsinh Chavda "Giri"

Tragedy Inspirational

2.8  

Girimalsinh Chavda "Giri"

Tragedy Inspirational

આ જિંદગી મૂંગી છે

આ જિંદગી મૂંગી છે

2 mins
190


આજે એક જિંદગી જોઈ, મૂંગી સાવ મૂંગી.સમજે બધુ સમજાવે પણ બધુ પણ કોઈ પાસે કશી અપેક્ષા નહી. દુનિયા ને જ્યારે સમજતા શીખો ત્યારે દુનિયા તમને સમજે પણ.. આ દુનિયા તમારી દરકાર નહિ જ્યારે તમે એના અનુરૂપ નહિ હોવ.

નામ જીવુબા ,ઉંમર 35 વર્ષે,રહેવું વળપુર.

ઉપરની બધી માહિતી ઉપરથી માણસ ઓળખાય પણ આપણે ક્યારે એ જાણ્યું છે કે એક માણસ એવો પણ છે જેને ગામ,નામ કે ઉંમર કોઈની જરુર પડતી નહિ.અને એ માણસ આપણી અંદર રહે છે એને એ એટલે જીવુબા. જિંદગી ઉંમરની સાથે આગળ તો ચાલવા લાગી પણ જિંદગીએ ઉંમર પ્રમાણે સાથ ના આપ્યો. 16  ઉંમરે સુધી શરીરે કોઈ રોગ નહિ કદી દવાનો પણ ઉપયોગ નહિ.ઉંમર 20 વર્ષે આવતા એક અલગ જ મોળ લઇને આવી. શરીર ને આચકી આવવાથી અંગે સાથ આપવાનું છોડી દીધું.અને ત્યારથી જિંદગીએ પણ સાથ આપવાનું છોડી દીધું. શરીર સાથ આપે પણ મગજ નહિ.

સમય વીતતો ગયો અને સાથે ઘરના સભ્યો ની ધીરજ પણ, અને જીવુબા ને સમયે જેમ હતા તેમ સ્વિકારી લીધાં અને જીવુબા એ સમયને સ્વિકારી લીધો.આજે જ્યારે એમને જોયા લાગ્યુ ઘણા ખુશ હતા.એ મને જોતા હતા અને હું એને બન્નેએ એકબીજાની જિંદગી ને સરખાવી શરત લગાવી અને હું હારી ગયો બધું હોવા છતાં.

ઘરના લોકો દેખરેખ રાખે પણ કરવા ખાતર. પણ પોતે રાજી રેતા. મૂંગા મૂંગા બધા ને સાંભળે, જાણે કે આ બધાય જીવ ને હું સમજુ છું પણ એ મને ક્યારે સમજશે એ હું ક્યારેય સમજી નહિ શકી.

એક ઘરનો ખૂણો એટલે એ એમનું ઘર,આપેલું વધેલું ઘટેલું ખાવાનું એટલે એમનો ખોરાક કપડાં 2 વર્ષે ક્યારેક એક નવી જોડ જો આપવામાં આવે તો પણ કોઈ ફરિયાદ નહિ ઘર ના લોકો ને પણ નહી કે જિંદગીને પણ નહી.

કોઈ ને વાત કરવાનું મન થતું હશે ત્યારે આ જીભ હોવા છતાં પણ મુંગા લોકો પાસે કરતા પોતાની જાત સાથે વાત કરવું વધુ યોગ્ય સમજતા.પોતાની હાલત ને કોઈ સાથે સરખાવતા નહિ જેવું તેવું મારુ જીવન છે હું જીવી લઈ એવી ભાવના સાથે પોતાને હમેંશા જીવતા.અને બીજાને જીવવાની પ્રેરણા આપતા.માણસ માણસ ના પ્રેમનો ભૂખ્યો હોય છે.સમય હોય કે ઉંમર બન્ને સાથે પ્રેમ સાથે ચાલે તો માણસને બીજું કશુ ના જોઈએ.

જીવતર ને ઝેર સમજવું એના કરતા જેવું છે તેવું રાખી સુખી રહેવાનું અમૃત પીવું સારું.

ગિરિમાલસિંહ ચાવડા ગિરિ



Rate this content
Log in

Similar gujarati story from Tragedy