Girimalsinh Chavda "Giri"

Drama

3  

Girimalsinh Chavda "Giri"

Drama

રહસ્યમય છોકરી અંત ભાગ ૪

રહસ્યમય છોકરી અંત ભાગ ૪

4 mins
654


(રહસ્યમય વાર્તા 4.પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલ ભાગ ૧ અને ૨,૩ વાંચ્યા ન હોય તો તે વાંચીને પછી ભાગ-૪ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.)


આટલું કહી ને રૂપલીના પરિવાર પાસેથી રજા લીધી અને મેં મારી વાટ પકડી લીધી. રસ્તામાં જતા ઘણા બધા વિચારો આવવા લાગ્યા તેમને શાંત રાખી ઝડપથી મામાને ઘરે પહોંચી ગયો.

મામાને ઘરે આવીને થોડો આરામ કર્યો પણ આરામ ને આરામ આજે હરામ લાગી રહ્યો હતો. શું જાણે કશું ખૂટતું હતું લાગી રહ્યું હતું કે કંઈક એવું છૂટી રહ્યું છે જે પોતાનું જ છે, રુપલી સાથેની એ મુલાકાત મારા માટે કંઈક અલગ જ પ્રકારનો અહેસાસ હતો મનમાં થતું રહેતું હતું કે કોઈ અજાણી વ્યક્તિ પાસે એટલી લાગણી બંધાઈ જવી, આપણી નવાજૂની તો થવા જઈ રહી નથી ને ઘણા બધા ગડમથલ વાળા પ્રશ્નો મનમાં ને મનમાં ઉદ્ભવવા લાગતા.


રાત પડી અને હું આરામની મુદ્રામાં સુવાની કોશિષ કરવા લાગ્યો પણ કોણ જાણે તને પણ આજે મને સાથ આપવાનું છોડી દીધું અને તે પાછી મને રુપલીના સફરમાં લઇ ગઈ, મારા માટે મારા માટે રુપલી સાથેની સફર એક સ્વપ્ન બનીને ન રહી જાય એટલા માટે હું તેને સ્વપ્નમાં જોવા લાગ્યો.


આવતાં-જતાં મનની અંદરના વિચારો અને સપનાએ મને રુપલી નો ચહેરો અને રૂપલીની વાત કરવાની છટા યાદ અપાવતી હતી.

જોતજોતામાં એક અઠવાડિયું વીતી ગયું, નવા દિવસ ની સવાર ક્યારે પડી ગઈ તે ખબર ન પડી, પશુ પંખી અને સામાજિક જીવડા એટલે કે માનવ પણ પોતાની કામ કરવાની શક્તિ અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા લઈને પોતપોતાના કામે જવા લાગ્યા. હું પણ થયું કે ચાલ આજે થોડું મામાના ઘરે આવ્યો છું તો મામાને થોડી મદદ થાય તે માટે થઈને તેના ખેતરે જઈને તેને થોડી મદદ કરું લવ.

પણ મારો જીવ ન ચાલ્યો અને હું ઘરે બેઠા બેઠા પોતાની જાતને કહેતો હતો કે ચાલ ને દરિયા આંટો મારી આવું પણ થયું કે હવે ત્યાં જઈને કશો ફાયદો નથી તારા માટે ની જે સગવડતા છે તે બધી અહીંયા જ છે એટલા માટે દરિયે જાવું પણ માંડી વાળ્યું.


દિવસ અને સમય પોત પોતાના કામમાં લાગી ગયા. સમયની સાથે સાથે દિવસો પણ નીકળી ગયા. સંજોગો વસ પોતાની જાતને મનાવતો રહેતો કે હવે તારે દરિયે જવાથી પણ મળવાનું નહીં થાય રૂપલી તારા માટે તે એક સ્વપ્ન બનીને રહી ગઈ છે. અને તું અને માત્ર તું એક મુસાફર બનીને રહી ગયો છે. આ વિચાર કોરી ખાતો હતો.


પણ મનને પણ મેં માત આપીને એક દિવસ વિચાર્યું કે આજે પાછો દરિયા જઈને આવીશ અને એ રુપની રાણીના દર્શન કર્યા વગર પાછો નહીં ફરું, અને ઘરેથી પરવાનગી લઈ મારો મેલો ઘેલો થેલો લઈ હું જે મારી વાત પકડી લીધી. રસ્તામાં માત્ર એક જ વિચાર આવતો હતો અને એ વિચાર હતો કે રૂપલી એ મને કહેલું હતું. "સાહેબ" " અમે તો વણઝારાની જેમ ભટકતા દરિયાને ખેડતા ખારવા લોકો છીએ અમારુ કાંઈ ઠેકાણું હોતું નથી અમારા માટે તો દરિયાના અલગ-અલગ કિનારા એટલે અમારું ગામ."


ચાલી ને આવતા આવતા થોડો સમય વધુ લાગે છે એવું લાગતાં મે મારા પગ ને ગતી આપી. ઝડપ વધારી શકાય એટલી ઝડપ થી ચાલવા લાગીઓ થોડા સમય પસાર થતા હું દરિયે પહોંચી ગયો. ચારે બાજુ નજર કરી જોઈ પણ કોણ જાણે આ ચારેય દિશા મા પથરાયેલો દ્રધી પોતાની ચૂપકીદી તોડતો નહતો.. ખડક પણ મુંઢ બની મૂંગા બની ને બેઠા હતા. મારી સવથી વલ્સોયી રેતી આજે હાથ માં આવ્યા ની તરત્ત જ લપસી જતી હતી.. દરિયાનું પાણી સાવ શાંત લાગી રહ્યું હતું..

કોણ જાણે આ પ્રકૃતિની માયાજાળ મને કઈક કેવા માગે છે. પણ હું સમજી નહીતો શકતો.. એ વિખૂટા પડિયો નો ડર કે પછી રૂપલીની મુલાકાત.


દરિયાની ચારે કોર નજર કરી જોઈ. નાવિકો ની હરોડ ના જોવા ના મળી... હું સ્થિર થઇ ગયો.જાત પૂછવા લાગીયો "તું ક્યાં આવી ગયો છે.. ?"

હું આમ થી તેમ બેબાકળો બની જોવા લાગીયો. કશું નજર આવી રહ્યુ નહતું. થોડો આગળ ચાલ્યો તો એની તેની પવન જોકા ખાઈ ખાઈ ને ભાંગી પડેલી ઝૂંપડી નજર આવી હું ઝડપ થી અંદર ખાસિયો...અંદર જોયું તો ચૂલા કાળા કોલસા ચૂલામાં પાળેલા હતા. પણ ખાલી પડેલી એ ઝૂંપડી માં કોઈ નજરે ચડતું નહોતું. ક્યાં ગયા હસે બધા.. મન મનમાં રૂપલી યાદ આવી જતી હતી.. પણ હવે કશું વળવાનું નહતું..મારી યાદો માં માત્ર રૂપલી ની યાદો જ ભગવાને બક્ષી છે.


અચાનક મારી નજર એક કપડાં પર પડી કો જોયું તો એ કપડું રૂપલી એ એના હાથમાં બાંધેલું હતું. કપડું મારા હાથમાં બાંધી

હું નિરાશામાં આશા સાથે દરિયાની બધી બાજુ ફર્યો.પણ નિરાશા જ હાથ માં આવી..

અને હું સૈફ પાલનપૂરી "શાંત ઝરૂખે વાટ નિરખતી" ગઝલ ને દોહરવવા લાગીયો.

શાંત ઝરૂખે વાટ નિરખતીરૂપની રાણી જોઇ હતી મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,

એની આંખનું કાજળ હસતું’તુ,

એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું’તુ.

એના સ્મિતમાં સો સો ગીત હતાં,

એની ચુપકીદી સંગીત હતી,

એને પડછાયાની હતી લગન,

એને પગરવ સાથે પ્રીત હતી.એણે આંખના આસોપાલવથી,એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,

જરા નજરને નીચી રાખીને,

એણે સમયને રોકી રાખ્યો’તો.એ મોજાં જેમ ઉછળતી’તી,ને પવનની જેમ લહરાતી’તી,કોઇ હસીન સામે આવે તો ,બહુ પ્યારભર્યું શરમાતી’તી. તેને યૌવનની આશિષ હતી,

એને સર્વ કળાઓ સિધ્ધ હતી,એના પ્રેમમાં ભાગીદાર થવા,ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજેએ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી;

ત્યાં પગરવ સાથે પ્રીત નથી. ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,ને ઉર્મિઓના ખેલ નથી.

બહુ સૂનું સૂનું લાગે છે,બહુ વસમું વસમું લાગે છે.

એ ન્હોતી મારી પ્રેમિકા, કે ન્હોતી મારી દુલ્હન,મેં તો એને માત્ર ઝરૂખેવાટ નીરખતી જોઇ હતી. કોણ હતી એ નામ હતું શું ?

એ પણ હું ક્યાં જાણું છું ?એમ છતાંયે દિલને આજેવસમું વસમું લાગે છે,બહુ સૂનું સૂનું લાગે છે…….

અને આંખો ભીની વાટ મે પડકી અને ફરી પાછો મારા મામાના ઘર બાજુ નીકળી ગયો..!


Rate this content
Log in

Similar gujarati story from Drama