Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Girimalsinh Chavda "Giri"

Inspirational


4.0  

Girimalsinh Chavda "Giri"

Inspirational


બાડો- એક સંઘર્ષ કથા

બાડો- એક સંઘર્ષ કથા

3 mins 189 3 mins 189

  આજે અમારે ઘણાં દુ:ખ ભર્યા શબ્દોથી લખવું પડે છે કે, "બાડો" નામ પડે એટલે માલધારી ધ્રૂજવા માંડે, માલનાં કેળા બદલાવી નાખે, રોડ ઊપર બેઠેલ બાડાને જોઈ ગાડી પાછી વારી લેવી પડે. આ "બાડો" એ કોઈ માણસનું નામ નથી. જંગલની શાન ગણાતા જંગલનાં રાજા સિંહનું નામ છે.

 "બાડો" અને "નાગરાજ" આ બંને સિંહની જોડી. આ બંને નર મૂળ કુટીયા, રાજપરા, દુધાળા વિસ્તારમાં રહેતા, પછી ધીમે ધીમે તેમણે વિસ્તાર વધારી કાસીયામાં આવ્યા. કાસીયા મા પોતાનું સામ્રાજય સ્થાપ્યું. સમય વધતા ધીમે ધીમે ટુરીઝમ વિસ્તારમાં આવ્યા અને દેડકડી, કેરામભા, સાતવડલા, ખડા, ગંધારીયા, પાંચારી, પારવયા દુઘાળા આ વિસ્તાર પર સામ્રાજ્ય જમાવ્યું. ટુરીઝમમાં બાડો અને નાગરાજનાં નામની હાંક ઢાંક બોલવા લાગી. બીજા નરથી આ વિસ્તારમાં પગ ના મૂકાય. બાડો હંમેશા યુધ્ધ કરવા તૈયાર જ હોય. બાડા ને આંખ પાસે ઈનફાઈટમાં વાગેલાનું નિશાન હોવાથી તેને બાડો નામથી સાસણ વાઈલ્ડ લાઈફ ટ્રેકર ટીમ ઓળખતી.

એકવાર ઈનફાઇટમાં બાડાને આંખ પાસે ઘણી ઈજા થઈ હતી. બાડાને સાસણ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો. એકબાજુ બાડો જંગલ છોડીને રેસ્ક્યું સેન્ટરમાં સારવાર લેતો હતો, ત્યાં બીજી બાજુ જંગલમાં બાડા નાં પરિવાર પર આફત આવી પડી. ઘાત લગાવીને બેઠેલ બે નર સિંહે વિસ્તાર પર સામ્રાજ્ય જમાવવા નાગરાજ અને સિંહણો તથા બચ્ચા પર જબરદસ્ત હુમલો કર્યો.

પરિવાર તહસ નહસ થયો. બધા ભાગી ગયા અને એ પરિવાર બાડાની રાહ જોઈ રહયો. નાગરાજ નિરાશ થઈ બાડા ને ચારેબાજુ શોધવા લાગ્યો. રોજ આખો દિવસ નાગરાજ હૂંકતો રહેતો પણ સામેથી બાડાની હૂંક સંભળાતી નહોતી. એક મહિનો નિરાશા અને બીજા સિંહથી બચીને પરિવારે સમય કાઢ્યો. રેસ્ક્યું સેન્ટરમાં સતત એક મહીનાની સારવાર બાદ બાડો સિંહ સંપૂર્ણ સાજો થઈ ગયો. વનવિભાગે ટ્રેકર્સની સલાહ સૂચન પ્રમાણે બાડાને પાછો જંગલમાં છોડવાનો નિર્ણય લીધો.

હિંદી ફિલ્મની જેમ સાસણનો હિરો બાડો જંગલમાં પરત ફરી રહ્યો હતો, નિરાશ નાગરાજ હૂંકતો હૂંકતો સામેથી બાડાની હૂંકની રાહ જોતો જંગલમાં ફરતો. પરંતુ આજે દિવસ અલગ હતો, જેવો નાગરાજ હૂંક્યો અને સામેથી હૂંકનો જવાબ આવ્યો, નાગરાજ અને બાડાનું મિલન થયું. નાગરાજમાં હિંમત આવી ગઈ અને પછી બંને ભાયુ ભેગા મળીને બહારથી આવી સામ્રાજ્ય જમાવેલ બે સિંહને શોધી કાઢ્યા, પછી તો સિંહોની ત્રાડોથી ધરતી ધ્રૂજી અને આકાશ થથરવા માંડ્યું, સિંહોએ મહાસંગ્રામ કર્યો. બહારથી ઘૂસી આવેલ સિંહોને માર ખાઈને ભાગવુંં પડ્યુ. ફરી એકવાર જંગલ પર બાડા અને નાંગરાજનું સામ્રાજ્ય સ્થપાયું. બંને ભાયુનો દબદબો ચાલવા લાગ્યો, વિખાયેલ પરિવાર પાછો ભેગો થયો. બાડો અને નાગરાજ તથા તેમનો પરિવાર ખુશી ખુશીથી રહેવા લાગ્યો. પરંતુ જંગલ અને કુદરતનાં નિયમ ખુબ જ કડક હોય છે. ગંધારીયા વિસ્તાર એક દિવસ ફરતાં ફરતાં બંને ભાયુઓનો સામનો એ વિસ્તારનાં બે સિંહ સાથે થયો. ફરીથી જંગલ ડાલામથ્થાની ત્રાડોથી ગાજ્યું. જબરદસ્ત યુદ્ધ થયું અને નાગરાજ અને બાડા ની જીત થયી. વિસ્તાર પર કબજો જમાવી ત્રણ દિવસનાં રોકાણ કર્યા. પરંતુ ચોથા દિવસે નાગરાજ અમારા અવલોકનમાં આવ્યો, બાડો હાજર નહતો. આ એમનું કુદરતી રહનસહન હોવાથી અમને એમ હતું કે, બાડો આવી જશે.

બે દિવસ રાહ જોયા બાદ,અમે ટ્રેકર્સ ટીમ બાડાને શોધવા નાં અતિમહત્વપૂર્ણ કામ માં લાગી ગયા. તપાસ બે દિવસ ચાલી પણ બાડાનાં સગડ નાં મળ્યા. ત્રીજા દિવસે અમને સમાચાર મળ્યા કે, એક સિંહ કરમદીનાં ઢુવામાં બેઠો છે. તાત્કાલિક અમારી ટ્રેકર્સ ટીમ ત્યા પહોંચી, અને જોયું તો સિંહ મૃત પામેલ હાલતમાં હતો.

અમે એકબીજા સામે જોવા લાગ્યા કે,આ ક્યો સિંહ હશે? અમારા ધબકારા વધી ગયા હતાં. અમે થોડા નજીક જઈને જોયું, અમારા બધાનાં મોં પડી ગયા, અમારી આંખોમાં પાણી આવી ગયા. કારણ કે, અમારો મહાયોધ્ધો "બાડો" સિંહ આ દુનિયા છોડી ને જતો રહ્યો હતો. અમારા પરિવારમાંથી એક સભ્ય ઓછો થઈ ગયો. ભવ્ય નર "બાડા"નાં શહીદ થયાનું અમને દુ:ખ હતું, સાથે ડર પણ લાગી રહ્યો હતો કે, હવે બાડાનાં બચ્ચા તથા સિંહણો અને નાગરાજને માથે મુસીબત આવશે જ. બીજાં સિંહ સામ્રાજ્ય પર કબજો જમાવવા આવશે. બાડાનાં પરિવારમાં 13 સિંહણ, 3 પાઠડા, 3 બચ્ચા અને નાગરાજ હતો.

એક સિંહનું જીવન પણ ઘણું બધું શીખવી જાય છે... એક આંખ ગુમાવ્યા પછી પણ સઘંર્ષ ભર્યું જીવન જીવીને બતાવ્યું.


Rate this content
Log in

More gujarati story from Girimalsinh Chavda "Giri"

Similar gujarati story from Inspirational