Jeetal Shah

Abstract

2  

Jeetal Shah

Abstract

કસોટી

કસોટી

2 mins
48


ઈશ્વરની લીલા પણ અપરંપાર છે. જુના જમાનામાં દાનવોનુ રાજ હતું. એક ગામમાં પતિ પત્ની રામ નામના જાપ કરતા હતા. એ ગામમાં ફક્ત હિરણ્યકશ્યપનું રાજ હતું.  

એક દિવસ હિરણ્યકશ્યપનો પૂત્ર પ્રહલાદ વનમાંથી પસાર થઈ રહ્યો હતો.

એણે દંપતીને પૂછ્યું, "તમે શા માટે રામનું નામ જપો છો ? આપણાં તો રાજા હિરણ્યકશ્યપ છે. એમના નામનાં જાપ કરવા જોઈએ ને !"

દંપતી : "હા, દીકરા, પણ આ ખાડામાં એક બિલાડી તેનાં બે બચ્ચાં સાથે ફસાઈ ગઈ છે. અમે ઘણી કોશિશ કરી, પણ તેને બહાર ન કાઢી શક્યાં. હવે તો બસ ભગવાનનો ભરોસો છે."

આટલું કહી, એમણે ફરીથી રામનામનાં જાપ શરૂ કરી દીધો. હવે તો બસ ઈશ્વરનો ભરોસો છે. પ્રહલાદ ત્યાંજ ઊભો રહ્યો. દંપતીએ પાછું રામ નામ ચાલુ કર્યું અને થોડી જ વારમાં બિલાડી અને તેના બે બચ્ચાં બહાર આવ્યા. તેમને કોઈ પણ ઇજા કે હાની નહોતી થઈ.

પછી તો શું. પ્રહલાદને પણ રામ નામની ભક્તિનો ચસ્કો લાગ્યો. તે દિવસ રાત એક જ નામ જપતો. રામ રામ રામ.

પ્રહલાદના પિતાને ખુબ જ ગુસ્સો આવ્યો તેમણે ઘણી બધી વાર પ્રહલાદને સમજાવ્યો પણ તે ટસથી મસ ન થયો. આખરે હિરણ્યકશ્યપ પોતાની બહેન હોલિકાને બોલાવી પ્રહલાદ ને દંડ આપવા નક્કી કર્યું, પહેલા તેમણે ઉકળતાં તેલમાં દીકરાને બેસાડયો . રામ નામના જાપ કરતાં કરતાં પ્રહલાદ ને કોઈ હાની ન પહોંચી. ઉકળતાં તેલમાં ફૂલ પથરાઈ ગયા. પછી હોલિકાએ પ્રહલાદ ને પોતાના ખોળામાં બેસાડી આગમાં પોતે બેસી ગયા. 

આ વખતે હોલીકા બળી ને રાખ થઈ ગઈ. અને રામ નામનું જાપ કરતા પ્રહલાદ બચી ગયા. આ કસોટીમા ભક્ત પ્રહલાદનો વિજ્ય થયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract