મદદગાર
મદદગાર
એક ગામમાં એક રાજા રહેતો હતો. તે ખૂબ જ કઠોર સ્વભાવ નો હતો. ગુસ્સો જલ્દી આવતો. ગામમાં બધાં એમજ સમજતા કે રાજા કેટલો નિર્દયી છે. એકવાર ગામમાં વરસાદ ન વરસતા દુકાળ પડ્યો. બધા વિચારતા કે હવે શું થશે. પણ થોડા સમય પછી બધાય ને ત્યાં અનાજ રોજ પહોંચી જતું. જ્યાં જેની જરૂર હતી એ ચીજ પહોંચી જતી.
બધા રોજ વિચારતા કે આપણી આટલી મદદ કોણ કરે છે. એક દિવસ રાજા પોતાની પ્રજાને જોવા વેશ બદલીને આવ્યો અને બધાને ખુશ જોઈને સંતોષ પામ્યો. ત્યાં તો કાકાએ પૂછ્યું તમે કોણ છો ? આ વેશમાં શુ કરો છો ? હજુ તો રાજા જાય એ પહેલાં બધાં ભેગાં થઈ ગયા. રાજાને આ રીતે મદદ કરતા જોઈ આશ્ચર્ય પામ્યા. સો બોલ્યા મદદગાર હોય તો આપણા રાજા જેવા.
