દગો
દગો
દગો.
ગુલાબી ગુલાબી રંગીન સવાર હતી . જીતું ભાઈ અને જીગના બહેન ગેલેરી માં ખુરશી ટેબલ પર ગરમા ગરમી ચા અને મેથીની ભાજીના ગરમાગરમ ઢેબરાં માણી રહ્યા હતા. ત્યાંજ ફોનની ઘંટડી વાગી.
જીતુ ભાઇએ ફોન ઉઠાવ્યો અને ચોંકી ગયા શું? કઈ રીતે? હું હમણાંજ આવું છું.
જીગના બહેને પુછ્યું શું થયું? કેમ તમે આટલા ગભરાયેલા અને ગુસ્સામાં છો?
આવી ને વાત કરીશ, હમણા મારે જવું પડશે. જીતુ ભાઈ જલ્દી જલ્દી ઓફિસ પહોંચી ગયા. બહાર બઘા ઉભા હતા. અંદર કોઈ ને પણ જવાની પરવાનગી ન હતી. જીતુ ભાઈને પણ નહીં. ત્યાંજ હસતા હસતા જીવન આવ્યો અને બઘાને કહ્યું કે હવે આ ઓફિસ ફક્ત તેની છે.
આ ઓફિસ મારી છે જીતુ ભાઈ બોલ્યા.
તમારી હતી પણ હવે મારી છે. યાદ છે ઓલા નવી ઓફિસ માટે ના કાગળીયા જે મેં તમને આપ્યા હતા તે નવી ઓફિસ નહીં પણ આ ઓફિસ મારે નામમાં ટ્રાન્સફર ના હતા જે તમે ખુશી ખુશી મારે નામે કરી દીધી છે. શું?
આટલો મોટો *દગો* એ પણ મારી સાથે?
આ સોફ્ટવેર કંપની માટે મેં ઘણી મહેનત કરી છે.
આ બધું જોઈ, સાંભળી ને જીતું ભાઈ ને એટેક આવી ગયો. તેથી તેમને બધા સહકર્મચારીઓ એ હોસ્પિટલમાં દાખલ કરી દીધા. અને ઘરે જાણ કરી દીધી. જીગના બહેને તરતજ યશ ને ફોન કરી જાણ કરી દીધી. યશ બાપની તબિયત સારી નથી સાંભળી ને વિદેશ થી પાછો ફર્યો.
આવડો મોટો દગો મારા સગા ભાઈ એ મને આપ્યો. વિચારતા જીતુ ભાઈ. યશ બોલ્યો પપ્પા તમે આરામ કરો હું જોઈ લઈશ કાકાને. પણ તુ.હજુ જીતુ ભાઈ કઈ બોલે તે પહેલાજ યશ બોલ્યો મારા પર છોડી દો.
યશે ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કર્યો. કાકા સાથે મીંઠી મીંઠી વાતો કરી તેમનુ મન્ન જીતી લીધું. ધીરેધીરે જીવનને યશ પર ભરોશો આવવા લાગ્યો. આમ પુરી રીતે યશે એમનો ભરોસો જીતી લીધો. એક વાર એક મોટી સોફ્ટવેર કંપની આવી . અમને તમારી સોફ્ટવેર કંપની માં રસ છે. અમે તમારી સાથે કામ કરવા માંગે છીએ.
Yes ofcourse why not?
એમ કહી યશે તેમની કંપની વીશે સમજાવ્યું. આ જોઈ એ કંપની એ એમને કોન્ટ્રાક્ટ આપી દીધો. જીવન ખુબ ખુશ થયો એ તો મોટા મોટા સપનાં જોવા લાગ્યો. કામ આગળ વધ્યું અને બધાની મહેનત થી સફળ થયુ. પણ જ્યારે પૈસા લેવાનો વારો આવ્યો ત્યારે એ કંપની ફરી ગઈ. તેમણે યશને ઘણું સંભાળાવયુ. આ શું? આ કંપની આપણી સાથે આવું ન કરી શકે?
કાકા પણ તમે કોન્ટ્રાક્ટ પર સાઈન કરી છે જેમાં ચોખ્ખું લખ્યું છે કે આ કામના કોઈ પૈસા નહીં મળે. પણ તમને લાલચ આવ્યો કે થોડા સમયમા ઘણુ કમાઈ લઈશ.
જીવનને એની ભૂલ સમજાઈ અને એણે યશ પાસે માફી માંગી. કાકા મને નહીં પપ્પા પાસે માફી માંગો.
તમે એક ક્ષણ માટે પણન વિચાર્યું કે પપ્પા પર શું વીતશે. તમે એમને *દગો* આપ્યો. અને આ કંપની એ તમને.
કોઈ ને પણ *દગો* આપતા પહેલા ઘણું વિચારવું કાકા.
જીવનએ બઘું પોતાના ભાઈના નામે કરી દીધું. પછી યશ બોલ્યો આપણું કાંઈ નુકસાન થયું નથી કાકા આ મારીજ અમેરિકાની કંપનીછે. આ બધું નાટક હતું.
આ બધીજ ડીઝાઇન મારી પોતાની કંપનીનીજ છે જે ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. અને અમને એના પૈસા પણ મળી ગયા છે.આ બઘું એક નાટક હતું. તમે મારા પપ્પા સાથે દગો કર્યો અને મેં તમને તમારો ચહેરો દેખાડ્યો. ક્યારેય તમે વિચાર્યું છે કે તમારી આ એક ભુલ ને કારણે પપ્પાની આજે આ હાલત છે.
તમારા ધંધામા માટે એમણે ખુબ મહેનત કરી પણ તમે એ ધંધો આગળ ન વધારી શક્યા અને નુકશાની પામ્યા. અને તમેજ પપ્પા સાથે આવું કર્યું. પપ્પા એતો તમને ક્યારના માફ કરી દીધા હતા પણ બીજી વાર તમે કોઈ ની પણ સાથે આવું ન કરો એટલે મેં મારીજ
કંપની સાથે મળીને આ પ્લાન તૈયાર કર્યો હતો.
જીવનનું શર્મ થી મોઢું નીચું થઈ ગયું અને માફી માંગી.
