STORYMIRROR

Jeetal Shah

Crime

3  

Jeetal Shah

Crime

ઓનલાઇન ફ્રોડ

ઓનલાઇન ફ્રોડ

2 mins
212

આજ કાલ ઓનલાઈન ફોર્ડ ઘણા થઇ જાય છે. જેમ જેમ આપણી દુનિયા પ્રગતિ કરે છે તેમ ઘણી નવી ચીજવસ્તુઓનું પણ આગમન થઈ રહ્યું છે. પણ આપણે સાવચેતી પણ જરૂરી છે. કહેવાય છે મનુષ્ય પણ આખરે ભૂલને પાત્ર. ક્યારેક હોસ્પિટલના નામે તો ક્યારેક લોટરી ટિકિટ નામે, તો ક્યારેક લકીડ્રોના નામે.  

મંજુલાબેન ખુબ જ હોંશિયાર હંમેશા બધાયને સારી સલાહ આપતા. પણ સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એમની સાથે આવો ફ્રોડ થશે. એક દિવસ એમણે એમના મોબાઈલમાં એક જાહેરાત જોઈ. સોનું બધાય કરતા સસ્તું અને કોઈ પણ મેકિગ ચાર્જ વગર. તેમણે એ મોબાઈલ નંબર પર ફોન કર્યા અને પુછપરછ કરી. સોનું આટલું સસ્તું ? સાંભળી ને ચોંક્યા. નામ તો જાણીતું છે. ચાલો તો ખરીદી જ લવ. "ક્યાં આવવાનું છે સાહેબ. મને ખરીદવુ છે." મંજુલાબેન બોલ્યા. 

ક્યાંય નહીં બેના અમે તમારી ધરે મોકલી દેશું. પણ તમારે અમને ફક્ત ૫૦૦ રુપ એડવાન્સ આપવા પડશે. અમે તમને એક લીન્ક મોકલી દેશું ત્યાં પેમેન્ટ કરી દેજો. 

સારું તમે મને લીન્ક મોકલો. લીન્ક પર ક્લિક કરતાં જ એક સાઈટ ખુલી ઈ સાઈટ એકદમ જ જ્વેલરી શોરૂમ જેવી. નીચે પેમેન્ટ ઓપસન આપ્યું હતું, તેમાં પેમેન્ટ કર્યું. અને પછી ઓકે કહી ફોન મુક્યો. મંજુલાબેન ખુબ જ ખુશ થયા. ત્યાં તો ફોનમાં મેસેજ આવ્યો કે તમારું એકાઉન્ટ ખાલી થઈ ગયું છે. તે ચોંક્યા આ કેવી રીતે થયું. પોતે બેન્કમાં જઈ ને તપાસ કરી કેવી રીતે થયું. તો જાણવા મળ્યું કે આ ફ્રોડ હતુ્. પાંચસો રુપિયા લઈને એકાઉન્ટ હેક થયું.

અને આ રીતે એમને ભી એક શીખ મલી કે ક્યારેય ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે કો્સ ચેક જરુર કરવું જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Crime