Jeetal Shah

Crime Inspirational

4  

Jeetal Shah

Crime Inspirational

ઓનલાઇન પેમેન્ટ ફોર્ડ

ઓનલાઇન પેમેન્ટ ફોર્ડ

2 mins
389


આજ કાલ ઓન લાઈન ફોર્ડ ઘણા થઇ જાય છે. જેમ જેમ આપણી દુનિયા પ્રગતિ કરે છે તેમ ઘણી નવી ચીજવસ્તુઓનું પણ આગમન થઈ રહ્યું છે. પણ આપણે ચાવ ચેતી પણ જરૂરી છે. કહેવાય છે મનુષ્ય પણ આખરે ભૂલ ને પાત્ર.  ક્યારેક હોસ્પિટલ ના નામે તો ક્યારેક લોટરી ટિકિટ નામે, તો ક્યારેક લકી ડ્રોના નામે. 

મંજુલાબેન ખુબ જ હોંશિયાર હંમેશા બધાયને સારી સલાહ આપતા. પણ સ્વપ્નેય ખ્યાલ નહોતો કે એમની સાથે આવો ફ્રોડ થશે. એક દિવસ એમણે એમના મોબાઈલમાં એક જાહેરાત જોઈ. સોનું બધાય કરતા સસ્તું અને કોઈ પણ મેકિગ ચાર્જ વગર. તેમણે એ મોબાઈલ નંબર પર ફોન કર્યા અને પુછપરછ કરી. સોનું આટલું સસ્તું ? સાંભળીને ચોંક્યા. નામ તો જાણીતું છે. ચાલો તો ખરીદી જ લવ. ક્યાં આવવાનું છે સાહેબ. મને ખરીદ વુ છે. મંજુલાબેન બોલ્યા. 

ક્યાંય નહીં બેના અમે તમારી ધરે મોકલી દેશું. પણ તમારે અમને ફક્ત ૫૦૦ રુપ એડવાન્સ આપવા પડશે. અમે તમને એક લીન્ક મોકલી દેશું ત્યાં પેમેન્ટ કરી દેજો. 

સારું તમે મને લીન્ક મોકલો. લીન્ક પર ક્લિક કરતાં જ એક સાઈટ ખુલી ઈ સાઈટ એક દમ જ જ્વેલરી શોરૂમ જેવી. નીચે પેમેન્ટ ઓપસન આપ્યું હતું તેમાં પેમેન્ટ કર્યું. અને પછી ઓકે કહી ફોન મુકીયો. મંજુલાબેન ખુબ જ ખુશ થયા. ત્યાં તો ફોનમાં મેસેજ આવ્યો કે તમારું એકાઉન્ટ ખાલી થઈ ગયું છે. તે ચોંક્યા આ કેવી રીતે થયું. પોતે બેન્કમાં જઈ ને તપાસ કરી કેવી રીતે થયું ! તો જાણવા મળ્યું કે આ ફ્રોડ હતુ્. પાંચસો રુપિયા લઈને એકાઉન્ટ હેક થયું.

અને આ રીતે એમને ભી એક શીખ મલી કે ક્યારેય ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે કો્સ ચેક જરુર કરવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Crime