STORYMIRROR

Jeetal Shah

Children Stories

2  

Jeetal Shah

Children Stories

રંગ સફેદ

રંગ સફેદ

1 min
42

સફેદ રંગ શાંત અને વફાદારી માટે વપરાય છે. નવરાત્રી મહોત્સવ પ્રારંભ થવાનો હતો. અને અમારા ઘરમાં ગરીબો પધરાવવાનો હતો. એટલે બે ત્રણ દિવસ પહેલા જ બધી તૈયારી કરી લીધી હતી. શ્રાધ્ધ પતે ને નવરાત્રીનું આગમન થાય. 

પહેલું નોરતું આજે છે. એટલે અમારા ઘરની બધી જ સ્ત્રી એકટાણાં કરે . પહેલા નોરતે અમે બધાજ સંધ્યા ટાણે સફેદ વસ્ત્ર ધારણ કરીએ.

પાર્થ હવે સમજણો થયો. એટલે પૂછ્યું, "કેમ સફેદ વસ્ત્ર પહેરવાના ?" તો દાદીમાએ કહ્યું કે, "આ દિવસે દેવી બ્રહ્મચારિણીનો દિવસ હોય છે. આ દિવસે દેવીનું આગમન થયું હતું. અને આ જે આપણે એમને સફેદ પુષ્પ અર્પિત કરશું."

અને અમે સૌ એ આરતી કરી ને પ્રસાદ લીધો. અને ગરબા રમવા ગયા.


Rate this content
Log in