Jeetal Shah

Tragedy Inspirational

3  

Jeetal Shah

Tragedy Inspirational

એક બાળકની વ્યથા

એક બાળકની વ્યથા

1 min
172


પિન્કી ને જયના લગ્નને ફક્ત એક જ વર્ષ પુરું થયું હતું. પિન્કી સ્કૂલમાં ટીચર હતી. તે સવારે સ્કૂલમાં ૯ થી ૧૧ ભણાવતી પછી ઘરે આવીને ઘરનું કાર્ય પુરૂ કરી ઓનલાઈન ભણાવતી. પિન્કી ગર્ભવતી થઈ તો પણ તે પોતાનું કાર્ય કરતી રહી. ૯ મહિના પછી તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. 

શથોડોક બ્રેક ત્યારે તેણે લીધો હતો. પછી પાછુ ભણાવવાનું ચાલુ કરી દીધું. આસ્તે આસ્તે વિહા મોટી થવા લાગી. તે બધું'જ સમજતી હતી. પિન્કી અને જય બેઉં પોતાના કાર્યમા એવા મશગુલ થઈ ગયાં કે વિહા શું કરે છે ? તેનો ખ્યાલ ન આવતો. વિહા‌ ૫ વર્ષની થઈ હતી. ત્યારથી જિદ્દ કરતી મને એક ફોન જોઈએ છે. રોજ,રોજ જયને પિન્કી સામે જિદ્દ કરતી હતી. છે   એક દિવસે પિન્કીએ વિહાને પૂછ્યું કે કેમ તને ફોન જોઈએ છે? તારે ફોન નું શું કામ છે? ત્યારે વિહા બોલી કે મમ્મી તમે સ્કૂલેથી આવો એટલે તમને રસોડું દેખાય. અને પછી તમે તમારું બઘું કાર્ય કરીને પછી ફોનમાં લાગી જાવ છો. "મારા માટે તો તમારા બેઉ પાસે સમય નથી. તો ફોનથી રોજ હું તમારી સાથે વાત કરીશ."

 આટલું સાંભળતાં પિન્કીને જયની આંખમાં આંસુ આવી ગયાં. ત્યારપછી તેઓએ શનિવાર, રવિવાર પોતાનો પૂરતો સમય લાડલી વિહા‌ને આપવાનું નક્કી કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy