Kiran shah

Drama Thriller

4  

Kiran shah

Drama Thriller

કસોટી

કસોટી

7 mins
944


"ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, 

જે સારા હોય એની દશા સારી નથી હોતી.....!"


માયા 'બેફામ'ની આ પંક્તિ ગણગણતા ભૂતકાળમાં સરી પડી. સંપન્ન પરિવારમાં જન્મેલી બે બહેનોમાં નાની . ઘરના સૌની લાડકી. દાદા દાદી, માતા પિતાને બે બહેનો સાથે હસતો રમતો પરિવાર. ધારા મોટી બહેન કરતાં સહેલી વધારે લાગતી . અભ્યાસમાં તેજસ્વી..ઈતર પ્રવૃત્તિમાં પણ અગ્રેસર.. ધારાને નૃત્યમાં વધારે રુચી સાથે બેડમિન્ટનમાં પણ રાજય કક્ષાએ નંબર લાવતી.

માયા સૂરોની મલ્લિકા.. સાથે બાસ્કેટબોલ ચેમ્પિયન. માતા વીણા અને પિતા મહેશભાઇનો સાંસ્કૃતિક વારસો બંને બહેનો એ ખૂબ સરસ રીતે સાચવ્યો હતો.


મહેશભાઈ ક્રિકેટના સારા ખેલાડી તથા કોચ તરીકે કામ કરતાં. વીણાબેન સંગીત નૃત્ય એકાદમીના કર્તાહર્તા. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા.


દાદા વિમલભાઈ નિવૃત્ત જજ ને દાદી રમાબેન સાહિત્યમાં જાણીતું નામ..આવા સંપન્ન, સંસ્કારી કુટુંબનો વિવિધતાનો વારસો મળેલ. સ્વર્ગની અપ્સરાને ઝાખું પાડે તેવું રૂપ ગુણ

અને સંસ્કારથી વધારે ધ્યાનાકર્ષક બનતું..


માયા સ્વભાવની સૌમ્ય. લાંબા લહેરાતા કેશનો ઢીલો ચોટલો કમરથી નીચે પહોચતો..લંબગોળ ચહેરા પર વારંવાર આવતી લટ..સ્વપ્નો ભરેલી કાજળભરી મોટી આંખો. જમણા હોઠ પર કાળો તલ, પરવાળા જેવા ગુલાબી ઓષ્ઠ તેના સૌન્દર્યમાં વૃદ્ધિ કરતાં..

માયા સુખના સમંદરમાં હિલોળા લેતી..


માયા પી.એચડી. માટે એપ્લાય કરી લેકચરરની જોબ સ્વિકારી. એક પ્રોગ્રામમાં માયાની મુલાકાત કેયુર સાથે થઈ. કેયુર છ ફીટ ઉચાઈ.. કસરતી બદન આકર્ષક ચહેરો ધરાવતો હેન્ડસમ યુવક ..તેને જોઈ નજર ત્યાં તેના પર જ થંભી જતી. વ્યવસાયે ડૉકટર કેયુરને પણ સંગીતમાં ઊડી રુચી.. પહેલી મુલાકાતે કેયુર ને માયા દોસ્ત બની ગયાં.. સમયાંતરે દોસ્તી કયારે પ્રેમમાં પરિણમી તે ખબર જ ના પડી..


માયા કેયુર સાથે લગ્નની વાત કરી ત્યારે તેના દાદા ખાસ રાજી ના થયા. ઘરના સર્વની પરવાનગી જોઈ તે સૌની હા માં હામી ભરી દીધી. ધારાને જયારે તેની સાસરીમાં નાની બેનના લગ્નની જાણ થતાં તેણે ખૂબ ખુશી જાહેર કરી ભારત આવવાની તૈયારીમાં લાગી ગઈ. માયાના લગ્ન બાદ માયા ને કેયુર પોતાના સંસારમાં ખોવાઈ ગયાં.


શરૂઆતના દિવસો કયાં પસાર થયા તે ખ્યાલ ન રહ્યો. લગ્ન બાદ કેયુરના અસલી મિજાજનો પરિચય થયો. કેયુરના શંકાશીલને પથ્થરદિલ સ્વભાવનો પરિચય થતાં માયાને આઘાત લાગ્યો..પણ તેણે માન્યું કે તે પ્રેમ ને વિશ્વાસથી કેયુરનો સ્વભાવ બદલી શકશે. કેયુર તેને કયાંય એકલી જવા ન દેતો. તેને માયાનું કામ કરવું પ્રોગ્રામ આપવા એ બધું પસંદ નથી કહી તેને માત્ર માયા પોતાની સાથે જ હોવી જોઈએ એવો હઠાગ્રહ સેવવા લાગ્યો. માયા કોઈ વાતમાં દલીલ કરતીતો મારપીટ પર ઉતરી આવતો. માયાની સમજાવવાની અનેક કોશિષો વિફળ જતી. એકાંતમાં નિર્દયી વર્તનને જાહેરમાં ખૂબ પ્રેમાળ વર્તન દાખવતો. ધીરે ધીરે કેયુરે માયાની જોબ છોડાવી દીધી. માયાના પ્રોગ્રામ તથા બહાર જવા પર પ્રતિબંધ મૂકયો..માયા પર સતત વોચ રાખી તેને તેના કુટુંબથી અલગ પાડી દીધી.. ઘરનો ફોન માયાનો મોબાઈલ બધું બંધ કરી દીધું. 


માયાના પરિવાર તથા જાણીતા લોકો સમક્ષ માયા રીસર્ચ કરવા અમેરિકા ગઈની વાત ફેલાવી. આ બધી વાતોથી તદન અજાણ માયા વારંવાર કેયુરને સમજાવવાની કોશિશ કર્યા કરી પણ આતો પથ્થર પણ પાણી..કેયુર તેના અલગ રુમમાં માયાને પ્રવેશવા ના દેતો. 


તેના દર્દીઓ પણ ચિત્ર વિચિત્ર આવતાં તેને તપાસવા તેના રુમમાં લઈ જતો. દવાના મોટા પેકેટો આપતો...આજુબાજુમાંથી કોઈ દવા માટે પૂછે તો તેમને ધૂત્કારી દેતો..આવી કેટલી સ્વભાવની વિસંગતતા માયા મનોમન નોંધતી રહેતી.. આ બધાં વચ્ચે માયાની હાલાત કેદમાં પૂરાયેલ પંખી જેવી હતી. બેચાર વાર નજર ચૂકવી ફોન કરવાની કે બહાર જવાની કોશિશ નાકામિયાબ થઈ અને તેનું પરિણામ પણ માયા એ ભોગવ્યું.


માયા પોતાની હાલત વિચારતાં તેને એજ નથી માન્યામાં આવતું કે તે મહેશ વિમલભાઈની દીકરી છે પોતાને આટલી લાચાર બેબસ વિચારી જ નથી શકતી. 


આમને આમ પરિસ્થિતિ કાબુ બહાર જતાં માયા કેયુરથી અલગ થવાનો નિર્ણય કર્યો. ઘરમાંથી કઈ રીતે બહાર નીકળવું તેનો પ્લાન વિચારતા તેને રાતનો સમય યોગ્ય લાગ્યો. 

કેમકે કેયુર બહાર જતાં ઘરને તાળું મારી ને જતો. આમ માયા એક રાતે લાગ જોઈ કેયુરના ઊંઘી ગયા બાદ ચૂપકીદીથી ઘરની બહાર નીકળી ગઈ. 


માયા રાતના સમયે એક ટેક્ષી કરી પોતાના ઘરે પહોંચી. ઘરના તેને રાતના સમયે જોઈ અચંબો પામ્યાં. તેની દાદી ને મા એકસાથે,"માયા તું કયારે પાછી આવી? જાણ કર્યા વગર આમ અમેરિકા કેમ ગઈતી...તે રિસર્ચ કયારે શરુ કર્યું? કોઈ સંપર્ક કેમ ના કર્યો?" આ વાત સાંભળીને માયાને તેના પરિવારે અત્યાર સુધી તેને મળવાની કોશિશ કેમ ના કરી તે સમજાઈ ગયું.. માયાની હાલત જોઈ દાદા વિમલભાઈ , " તમે લોકો તેની હાલત જુઓ.. શાંત રહી તેને તેની વાત કરવા દો.." 

આ સાંભળી બધાં ચુપ થઈ ગયાં. માયા પોતાના પરિવાર વચ્ચે પોતાને સલામત જાણી ઘરના સામે દિલ ખોલી વાત કરી..તેની વાત સાંભળી સૌ હેતબાઈ ગયા. આટલા શિક્ષિત વ્યક્તિનો આવો ભયાનક ચહેરો..? ચહેરાની સુંદરતા પાછળ આટલી વિકૃતિ?


માયાની હિંમતને દાદ આપી ઘરનાએ તેને આ તારું જ ઘર છે કહી સાંત્વના ને હુંફ આપી...


હવે આગળ શું કરવું ? તેની વિચારણામાં લાગ્યા. વિમલભાઈ પોતાના પરિચિત પોલીસ અધિકારીનો સંર્પક કરી કેયુરનો ઈતિહાસ ખોળવાનું કામ સોપ્યું..


આ બાજુ કેયુર માયાને ઘરમાં ન જોતા મગજનો પારો ગુમાવી બધું આમતેમ ફેંકી.. કારની ચાવી લઈ માયાને શોધવા નીકળ્યો..


માયાના ઓળખીતા પાળખીતાને ત્યાં તપાસ કરતા તેને તેનું જુઠાણું આડે આવ્યું ..


માયા કયાંય ન મળતા તે માયાને ઘરે પહોંચ્યો..પણ ત્યાં તેને માયાના કોઈ એંધાણ ઘરનાની વાત પરથી ના મળ્યાં . ઉલટું ત્યાં બધા માયા સાથે વાત કરાવોની જીદ કરવા લાગ્યાં..

કેયુર પોતાની જાળમાં પોતાને ફસાયેલો જોઈ ગભરાઈ ગયો.. તે ત્યાંથી બહાનું બતાવી છટકી ગયો..


માયા આ બધું રુમમાં રહી સાંભળતી ને જોતી હતી. કેયુર તેની સાથે આવું કેમ કર્યું તે જ સમજી નથી શકતી.. આ વિશ્વાસઘાત સહન ન થતાં આંખો ભરાઈ ગઈ ... મહેશભાઈ તેની લાડલીની આવી હાલત જોઈ નથી શકતા. મહેશભાઈની આંખોમાં પણ પાણી આવી ગયા. આ બધાંમાં વિમલભાઈ શાંત રહી આગળ શું કરવું તે વિચારવા લાગ્યાં. ત્યાં જ તેમના મોબાઈલની રીંગ સાંભળી , "હલ્લો, હા કોણ..." કહી સામેવાળાની વાત સાંભળી તેને આખો મામલો સમજાઈ ગયો.


"માયા બેટા બહાર આવ .." કહી માયાને બુમ મારી સાથે ઘરના સૌને ભેગા કર્યા.


વિમલભાઈ માયાને પોતાની પાસે બેસાડી વાત માંડી, “ આ કેયુરને મળી મને મનમાં સંદેહ જાગ્યો હતો...પણ તમારા બધાંની ખુશી માટે હું ચુપ રહ્યો.. મેં ત્યારે તપાસ કરાવી હોત તો આપણે આજ આ મુશ્કેલી ભોગવવી ના પડત.. કેયુરે પોતાની ઓળખાણ છુપાવી આ નામ ધારણ કર્યુ.. તેનું સાચું નામ 'અલમખાન' છે. તેણે આપણી સામે બદલો લેવા આમ કર્યુ હશે.”

આટલું બોલી વિમલભાઈ શ્વાસ લેવા રોકાયા.. સૌના ચહેરા પર પ્રશ્નો વંચાયા . વિમલભાઈ, "તમારા બધા સવાલના જવાબ તમને મળી જશે. મારી વાત પૂરી થવાદો.. અમલના પિતા મહેશ સાથે ભણતા બંને વચ્ચે સારી મિત્રતા.." 

મહેશ, " અરે , પપ્પા તમે સલીમની વાતતો નથી કરતા ને..."

"હા, મહેશ હું તેની જ વાત કરું છું આ અલમ તેનો જ દીકરો." 

આટલું સાંભળતા રમાબેન, "અરે જેને કારણે આપણે કેટલા દુઃખ સહન કર્યા. પહેલાં પણ અઢળક મુશ્કેલી ભોગવી તે પાછો આપણી જિંદગીમાં આવ્યો..?"

વિમલભાઈ , " શાંતિ રાખો, એ પહેલાં પણ સફળ નો'તો થયો આ વખતે પણ નહીં થાય." 

"માયા, સાંભળ અલમના પિતા એક આતંકવાદી હતા.. આ વાતની મહેશને જાણ થતા તેણે ડર્યા વગર સલીમનું કાવતરું નિષ્ફળ બનાવી તેને સજા અપાવેલ. અને એને ફાંસીની સજા મેં જ મુકરર કરેલ . પણ દયાની અરજી કરી ફાંસીને ઉમ્રકેદ કરાવવા તેના ઘરના સફળ થયેલા. આ સલીમનું બે વર્ષ પહેલાં જેલમાં અવસાન થયું. અલમ કે ઘરના બીજા કોઈ લાશ લેવા આવેલ નહીં તેની દફનવિધિ જેલમાં જ થઈ હતી."

વિમલભાઈ પાણી પીવા અટકયા.


ત્યારે માયા, "મતલબ કેયુર બની તે મારી જિંદગીમાં બદલાની ભાવના સાથે આવ્યો કે આ સિવાય પણ તેનો બીજો કોઈ ઈરાદો હોઈ શકે? આટલું છળ પ્રેમના નામે?"

વીણાબેન માયાને માથે હાથ પ્રસારી સાંત્વના આપતા, " બેટા એમ જિંદગીમાં નિરાશ ના થવાય..એક બાજી હાર્યા તો શું થયું.. જિંદગી બહુ લાંબી છે.. "

વિમલભાઈ વાતનું અનુસંધાન કરતાં, તેનો ઈરાદો તને હેરાન કરી માત્ર બદલો લેવાનો નથી તે તેના પિતાનું અધૂરું કામ પૂર્ણ કરવા આવ્યો છે; માયાને માનવ બોમ્બ બનાવી દેશના ઉચ્ચ હરોળના નેતાની હત્યા.."

આટલું બોલ્યા પછી વિમલભાઈ આગળ કશું નથી બોલી શકતા. રુમમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ..


અચાનક માયાની નજર કેલેન્ડર પર પડી અને તેનો હાથ તેના પેટ પર ..અને તેનાથી એક નિશ્વાસ નીકળી ગયો. આ વીણાબેનની ચકોર નજરમાં આવી ગયું. તેણે સાસુ તરફ ઈશારાથી વાત કરી ..બંનેના ચહેરા પણ ક્ષણિક આનંદની લહેરખી આવી ન આવી કે ચિંતા છવાઈ ગઈ. આગળ હવે શું થશે? ના વિચારમાત્રથી પાંચે ચહેરા પર ખામોશી લીપાઈ ગઈ.


વિમલભાઈ પોલીસ અધિકારીને મળવા બોલવ્યાં . થોડી વારમાં જ સાદા કપડાંમાં ઝા સાહેબ આવી ગયાં. 

આવતાં જ , “માયાજી તમે ખૂબ નશીબદાર છો કે ત્યાંથી છટકી શક્યા, અલમે ઘરની બહાર સખ્ખત પહેરો રાખેલ.. એના માણસોની નજર તમારા પર ના પડી બાકી તમારી સાથે તમારો પૂરો પરિવાર જોખમમાં મૂકાઇ જાત."


"વિમલસર, તમે તમારા પરિવારના સભ્યોને અહીં બોલાવી લો..કેમકે અમલનું ગ્રુપ ખૂબજ નિર્દયી અને અનેક દેશોમાં ફેલાયેલું છે તેના માટે કશું અશક્ય નથી.

તમે ધારાજીને અહીં બોલાવી લો..ત્યાં તેમની સલામતીની વ્યવસ્થા નહીં કરી શકાય."


ચર્ચા વિચારણા ચાલતી રહી એ દરમિયાન મહેશભાઈ ધારાને ફોન કરી સહપરિવાર ભારત આવવાનું કહી દીધું.

ઝા સાહેબ તેની સાથે આવેલ માણસોને આજુબાજુમાં નજર રાખવા ગોઠવી સલામતીની વ્યવસ્થા ગોઠવી દીધી.


આ બાજુ કેયુર ઉર્ફે અમલ તેના માણસોને ધમકાવી માયાને શોધવા મોકલ્યા.. ઉપર તેના આકા ઓને માયાના ગુમ થયાની જાણ કરતાં ..પ્લાન બી અમલ કરો નો હુકમ આવ્યો..પ્લાન બીમાં ધારા નિશાને પર હતી.. પણ ધારા ત્યાં ન મળતા તેમનો પ્લાન સફળ ના થયો. અમલના આકાઓ અમલ પર ખૂબ રોષે ભરાયાં. 


ધારાના આવ્યા પછી ઝા સાહેબ અમલ અને તેના આકાઓને પકડવા છટકું ગોઠવ્યું. પ્લાન મુજબ ધારા અને માયાને એરપોર્ટ રવાના કર્યા . માયાને પી.સી.ઓ. માંથી કેયુર જોડે વાત કરવાનું કહ્યું. માયાનો અવાજ સાંભળી કેયુર બેબાકળો થઈ તેને પકડવા માટે તેના આકાની મદદ લઈ એરપોર્ટ તરફ ભાગ્યો. રસ્તામાં જ ઝા સાહેબ કુનેહથી અલમ ઉર્ફે કેયુર અને તેના સાથીઓને પકડવામાં સફળ થયાં.આજ આ વાતને વર્ષો વીત્યાં ..માયા તેની દરેક કસોટીમાં ઉત્તીર્ણ થઈ.


તેના પરિવારના સાથ સહકારથી તે કડવી યાદોને ભંડારી શકી.ડોરબેલનાં અવાજે માયા ભૂતકાળની સફરમાંથી બહાર આવી..

દરવાજો ખોલી તેની જિંદગીને આવકારવા તૈયાર થઈ...


અસ્તુ....Rate this content
Log in

Similar gujarati story from Drama