Kiran shah

Crime Inspirational

3  

Kiran shah

Crime Inspirational

આબરુ

આબરુ

3 mins
7.6K


રીયા અઠાર વર્ષની આધુનિક યુવતી. માતા પિતાનું એકમાત્ર સંતાન. અતિ લાડકોડમાં ઉછરેલી અને સ્વતંત્ર વિચારો ધરાવતી. કોલેજમાં પ્રવેશ સાથે મળેલી અઢળક આઝાદી. રીયાના માતા-પિતા બંને જોબ કરતાં. ઘરમાં પણ રીયાને ટોકવાવાળું કોઈ નહીં.

રીયાની કોલેજમાં રવિ સાથે મુલાકાત થઈ અને ધીમે ધીમે દોસ્તી વધી.

કોલેજ પછી પણ બંને સાથે ફરવા લાગ્યા. રવિ અમીર ખાનદાનનો એકનો એક વારસદાર હતો. કોલેજમાં રોજ ગાડી લઈને આવતો. ભણવા કરતાં તેનું ધ્યાન બીજે વધારે રહેતું.

વેકેશનમાં રીયાાના નાનાજીનું અવસાન થતાં રિયાની માતા તેની માતાને સાથે રહેવા લઈ આવી. શરૂઆતમાં જ રીયાને નાનીમા સાથે સારું ફાવી ગયું.. રોજ નાનીમાની કંપની. મહારાજને બદલે નાનીમાના હાથની સ્વાદિષ્ટ અને હેલ્થી રસોઈ. નાનીમાના લાડ તેની પાસેથી નિતનવી વાતો સાંભળવાની ખૂબ મઝા પડતી. નાનીમા સાથે હરવા ફરવામાં વેકેશન પુરુ થઈ ગયું. આ દરમિયાન રવિ પણ શહેરમાં નહતો એટલે નાનીમા તેના પરિચયમાં આવ્યાં નહોતા.

કોલેજ શરૂ થતાં રવિ રીયાને લેવા મુકવા આવવા લાગ્યો. રીયાને આવજો કહેવા નાનીમા કાયમ બાલ્કનીમાં આવતા અને રવિને જોઈ રહેતા. તેને રવિને જોઈ ખાસ ખુશી ના થઈ. રીયાના નાનીમા રીટાયર્ડ પ્રોફેસર હતાં. તે આજના યુવા માનસને સારી રીતે જાણતા. તેમને એક વાતતો સમજાઈ ગઈ હતી કે આજની આ પેઢી મા-બાપની આબરુ ઈજ્જતને ગણકારતી નથી. અને તેમને આ મુલ્યોને નૈતિકતા સમજાવી નહીં શકાય. તેમણે રીયાના જાણ બહાર રીયા પર નજર રાખવા લાગ્યાં કે કયાંક રીયા કોઈ ખોટું પગલું ના ભરી બેસે.

આમને આમ સમય પસાર થવા લાગ્યો. એકવાર કોલેજ ફંકશનમાં રીયા લો ઓફ સોલ્ડર ઈવનીંગ ગાઉન પહેરીને જવા તૈયાર થઈ તેને જોઈ નાનીમાના અનુભવી દિમાગમાં ખતરાની ઘંટી રણકી.

નાનીમા: “રીયા, બહુજ સુંદર લાગે છે કયાંક આજ મારી પરીને મારી જ નજરના લાગે.”

“ઓહ નાનીમા થેકયું”

“બેટા તે તારા મોમ ડેડને આજના લેઈટ નાઈટ ફંકશનની વાત કરી હતી ને..?”

“ના નાનીમા હું તો ભૂલીજ ગઈ બટ ડોન્ટ વરી હું મોમને ફોન કરી દઈશ”

“ઓકે બેટા નો પ્રોબ્લેમ હું તારા ડેડને રાતે લેવા મોકલી દઈશ”

“ના નાનીમા એતો રવિ મને ઘરે ડ્રોપ કરી દેશે.”

“ઓકે બેટા બાય એન્જોય યોર પાર્ટી”

નાનીમા રીયાને આવજો કહી અંદર આવ્યા. પણ તેેમને ચેન ના પડતાં રીયાને કોલ કરવાની ટ્રાય કરી. પણ રીયાનો ફોન નોટ રીચેબલ આવતા ઘર લોક કરી. રીયા જયાં ફંકશનમાં જવાની હતી તે પાર્ટીના સ્થળે પહોંચી ગયાં. ઝાંખી રોશની તેજ મ્યુઝિક અને ડાન્સ ફલોર પર નાચતાં લોકોમાં તેને રીયા નજરે નથી ચડતી. આમાં રીયા વિશે કોને પૂછવું તે વિચારતા આજુબાજુ નજર નાખે છે ત્યાં ઉપર કાચની બારીમાં તેને કોઈ પડછાયો દેખાયો..અને તે હઃજર બાઉન્સરની મદદ લઈ ઉપર પહોચ્યાં.. તો રવિ તેના બે ત્રણ મિત્રો સાથે રીયાની છેડતી કરતો હતો રવિ અને તેના મિત્રો નશામાં ચૂર હતાં અને રીયા પણ પોતાના હોશમાં નહોતી છતાં તે પોતાની આબરુ બચાવવા હવાતિયાં મારતી હતી. નાનીમા રીયાને પોતાની શાલ ઓઢાડી નીચે લાવ્યાં ને રવિ તથા તેના મિત્રોને આગળની કાર્યવાહી કરવા મેનેજમેન્ટને સોપી દીધાં.

રીયા સવારે પૂરા હોશમાં આવતા સૌની માફી માંગી નાનીમાને ગળે વળગી ,”નાનીમા તમે ત્યાં ના આવ્યાં હોતતો મારી સાથે.”

નાનીમા:” બસ બેટા એ બધું ભૂલી જા. આ સબક યાદ રાખી કોઈની પર આંધળો વિશ્વાસ નહીં કરતી.”

“યસ માય ડીયરેસ્ટ નાનીમા “

ચારેના હાસ્યથી ઘર ગુંજી ઉઠયું.


Rate this content
Log in

Similar gujarati story from Crime