ગેરસમજ
ગેરસમજ
"ના પાડી.. કેટલી વાર કહું? ના મતલબ ના, દરવખતે આ એકની એક વાત શું કામ?"
પ્રાંજલને આટલું કહેતા તો હાંફ ચડી જાય છે. તેને છાતી પર અસહ્ય વજન લાગે છે. શરીર પસીને રેબઝેબને ઠંડુ પડવા લાગે છે. તે મીતને બૂમ મારે છે.. પણ મીતની આંખો પર પડેલ શંકાનો પર્દો તેને પ્રાંજલની પરિસ્થિતિ સમજવા નથી દેતો. તેઃ"બસ બહુ થયું તારુ આ નાટક બંધ કર મને તારા આ નાટકની કોઈ અસર નહીં થાય. મને સત્ય જોઈએ છે.
પ્રાંજલ દર્દથી પીડાતા અવાજે બોલી,"સાચું જ કહ્યું.. મને નથી ખબર કે આ બ્લેંક કોલ કોણ કરે છે. મેં જ તો તને કહ્યું હતું. તું કોલર આઇડી લગાવ અને તપાસ કર.. સાચે હું નથી જાણતી." આટલું કહેતાં તે પીડાને લીધે બેભાન થઈ પડી જાય છે.
ત્યારે મીતને સમજાય છે કે પ્રાંજલ સાચે પીડા અનુભવતી હતી ને તેને મદદની જરુર હતી. મીત પ્રાંજલને ઉચકી ગાડીમાં સુવડાવે છે ને તુરત ડોકટર પાસે લઈ જાય છે.
ડોકટર તેને તપાસીને એડમીટ કરી મીતને જણાવે છે કે પ્રાંજલને હળવો એટેક આવ્યો છે. તેને માનસિક કે શારીરિક પરિંશ્રમ ના પહુંચે તેનું ધ્યાન રાખશો. બીજો એટેક જીવલેણ નીવડી શકે. તો ધ્યાન રાખશો. આ સાંભળી મીત ભાંગી પડે છે. પ્રાંજલ તેની પત્નિ જ નહીં તેનું સર્વસ્વ હતી. બંનેના પ્રેમ લગ્ન એકબીજાનો અખુટ વિશ્ર્વાસ.
છેલ્લા બે મહિનાથી આ બ્લેંક કોલ અને તેની પર આવેલ અજાણ્યાનો નનામી કોલે તેના ઘરસંસારને સળગાવી દીધો હતો. મીત પ્રાંજલની વાતને વારંવાર વિચારતા તેને લાગે કે પ્રાંજલ સાચુ જ કહેતી હશે અને તે કોલરઆઇડી લગાવે છે અને તે જે નંબર ને ફલેશ થતો જોઈ કોલ કરનારને ઓળખી જાય છે.
તે પ્રાંજલની માફી માંગે છે ને હોસ્પીટલે ઘરે લાવે છે. પ્રાંજલ જયારે તેને પુછે છે કેઃ"મીત, અચાનક શું થયું આ પરિવર્તન કેમ?"
"અરે માય ડીઅર પ્રાંજલ તને આપણો ત્રીજો ખુણો યાદ છે?"
"ત્રીજો ખુણો? અરે હા! કેમ નહીં તે સતત આપણી વચ્ચે લડાઈ કરાવવા નીત નવા દાવ અજમાવતો અને નિષ્ફળ જતો ત્યારે કહેતો કે હાર નહીં માનું એકવાર તો તમારી વચ્ચે લડાઈ કરાવી ને જંપીશ!" આજ આટલા વરસે તે સફળ થયો. આ આપણા નારદમુની જેવા મિત્રનું જ કાવતરું હતું. "જો આ રહયો પ્રીત."
ને પ્રીત માફી માંગતા અંદર આવે છે ને કહે છે,"મને ખબર નહોતી કે મારી મઝાક આ સ્વરુપ લેશે, અને તમારા વિશ્વાસની ડોર સમય જતાં કાચી પડશે અને તમારી વચ્ચે ગેરસમજ પણ પ્રવેશી શકેશે.."
અને ત્રણે મિત્રો પોતપોતાની ગેરસમજ અને નાદાની પર હસી પડયા.
પણ આ મજાક પ્રાંજલ માટે જીવલેણ નીવડી હોત તો? શું પ્રીત કે મીત પોતાને માફ કરી શકયા હોત? અને પતિ પત્નિ ના વિશ્વાસની ડોર આટલી કાચી કે તેમાં કોઈ પણ ત્રાહિત વ્યક્તિ ગેરસમજણ પેદા કરી શકે? છે કોઈ જવાબ? પ્રાંજલ જવાબ શોધતી રહી.