સમાધાન
સમાધાન
પ્રિયા આજ નિવૃત્ત થઈ. વિદાઈ સમારંભ પછી સ્નેહ મિલન પતાવી સૌનો આભાર માની ઘર તરફ પ્રયાણ કર્યુ. તેની લકઝર્યસ ગાડીને પાર્ક કરી ચાવીથી ઘર ખોલી ઘરમાં પ્રવેશી. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી. કોફીમેકરમાં કોફી બનાવી. ત્યાં તેની કેર ટેકર આવી, શાકભાજીને કરિયાણું રસોડામાં મૂકી, "બેન, કાલથી તમે શું કરશો ? હવે આખો દિવસ કેમ પસાર કરશો ?" પ્રિયાના માથામાં કેસરબેનના શબ્દો હથોડાની જેમ વાગવા લાગ્યાં. તે ચૂપચાપ ત્યાંથી ઊભી થઈ. બહાર ગાર્ડનમાં આવી. હિંચકા પર સ્થાન જમાવ્યું. કોફી પીતાંપીતાં તે ભૂતકાળની યાદોમાં સરકી ગઈ...
તેની સામે તેનો ભૂતકાળ ચિત્રપટની જેમ પસાર થવા લાગ્યો.
માતા પિતાના ત્રણ સંતાનમાં સૌથી મોટી. અને તેના પછી બે નાના ભાઈ. બચપણ ખૂબ જ સરસ પસાર થયું. યુવાનીના ઉંમરે પગ દીધોને નવા સ્પંદન, નવું ભાવજગત અને એ ઉંમરે વિજાતીય પ્રત્યે આકર્ષણ કયારે તેને તેના ધ્યેયથી ડગાવી ગયું તે તેને જ ખબર ના પડી. તેની સખીનો પિતરાઈ કયારે આંખથી દિલમાં ઉતરી ગયો ખબરના પડી. વાતવાતમાં એકવાર તે પ્રેમ સમક્ષ તેની લાગણીનો એકરાર કરી દીધો. પ્રેમે વળતો પડઘો પાડયો. પ્રિયા સાતમાં આસમાનમાં ઉડવા લાગી. જયારે તેની માતાને ખબર પડતાં તેણે તેના સંબંધ ત્યાં જ અટકાવી દેવાની સલાહ આપી. અભ્યાસ અને તેની કેરિયર પર ધ્યાન દેવા સમજાવી.
પ્રિયા આગળ કઈ વિચારે તે પહેલાં પ્રેમ તેને જાણ કર્યા વગર પાંચ વર્ષ માટે અચાનક લંડન જતો રહ્યો. પ્રિયાને તેની સખી સ્વાતિ મારફત આ વાતની જાણ થતાં ખૂબ જ નિરાશ થઈ ગઈ. વિચારતા પાંચ વર્ષ ચપટી વગાડતાં પસાર થઈ જશે એવું વિચારી ખુદને આશ્વાસન આપ્યું.
પાંચ વર્ષ પસાર કરવા અભ્યાસમાં મન પરોવ્યું. ધીરે ધીરે સમય પસાર થાય છે. ત્યાં તેના પિતાને પારિવારિક ધંધામાં નૂકસાની આવી. બધો વાંક તેમનો છે. એવો આરોપ તેમની પર મૂકાયો. આ તેના પિતા સહન ન કરી શકયાને તેમને જીવલેણ હાર્ટએટેક આવ્યો.
હોસ્પિટલ પહોંચે તે પહેલા તે આ દૂનિયાથી દૂર ચાલ્યાં ગયાં. આ દુઃખદ ધટના તેના પરિવાર પર વ્રજઘાત બની. પણ પ્રિયા પરિવાર માટે અડીખમ દિવાલ બની ઊભી. લડી ઝઘડીને પારિવારિક ધંધામાંથી પિતાનો હિસ્સો મેળવ્યો. પારિવારિક ધંધામાંથી પિતાના ભાગે આવેલ પૈસા ફિકસમાં મૂકી ઘરખર્ચ માટે નિશ્ચિત રકમની જોગવાઈ કરી. પોતાની જિંદગી ભૂલી મા તથા નાના ભાઈઓની જરૂરિયાત માટે દોડવા લાગી. આમાં પાંચ વર્ષ કયાં પસાર થઈ ગયાં તે વિચારવાનો સમય પણ ના મળયો. ત્યાં સ્વાતિના લગ્નમાં પ્રેમને તેની ગોરી પત્નિ સાથે જોઈ તેને સખ્ખત આઘાત લાગ્યો. એકવાર જાણ પણના કરી કે રાહના જોતી.
પ્રેમ પાસેથી તેને જયારે જાણ થાય છે કે તે પ્રિયાના પપ્પાના પૈસાને લીધે તેની સાથે પ્રેમનું નાટક કરતો હતો. ત્યારે પ્રિયા મનોમન એક નિર્ણય કરી પ્રેમને કશું કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. આધાતથી પ્રિયાને જીવવું આકરું લાગ્યું. તે હતાશ થઈ આપધાતનો પ્રયાસ કર્યો પણ એમાં બચી ગઈ. મનોચિકિત્સકની હકારાત્મક સારવારથી જીવનનો દ્રષ્ટિકોણ બદલાયો. જિંદગીની લડાઈ હાર્યા વગર લડવાનો દ્રઢ નિર્ણય કર્યો. ભણવા હોશિયાર પ્રિયા પછી બધું ભૂલી ઉચ્ચ ડીગ્રીની તૈયારી સાથે નોકરી પણ કરવા લાગી. તેની સખ્ખત મહેનત અને લગનને કારણે તે થોડા સમયમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં એમ.ડી.ની પોસ્ટ છ આંકડાની સેલેરી પ્રાપ્ત કરવા માંડી..
આ સમય દરમ્યાન બંને ભાઈઓ ઉચ્ચ અભ્યાસ કરી પોતપોતાની ગૃહસ્થી વસાવી અલગ અલગ શહેરોમાં વસી ગયાં. પ્રિયાની મમ્મી તેને લગ્ન કરી લેવા સમજાવી તેને લાયક મુરતિયા શોધ્યે રાખ્યાં.પણ પ્રિયા તેના મન સાથે કયારેય સમાધાન નથી કરી શકતી. તે એક યા બીજા બહાને નકારતી રહી. તેની મમ્મી ધીરે ધીરે થાકી પ્રિયાને ઈશ્વરની ઈચ્છા માની. ઈશ્વર ભરોસે પ્રિયાને છોડી દીધી.. પ્રિયા તેના વિશાળ બંગલામાં માતા સાથે જીવન પસાર કરતી. કામકાજ ને જિંદગીની ભાગદોડ તેને પોતાના માટે વિચારવાનો સમય જ નોતી આપતી..
પાંચ વર્ષ પહેલાં માતાના અવસાન બાદ પ્રિયાને એકલતા લાગવા લાગી. અને તે વિચારે છે કે, 'આખરે આ બધું કોના માટે ? જેને બતાવી માટે આ રેસ લગાવી હતી તે ક્યાં જોવાય આવ્યો હતો. તેને કોઈ કયાં ફરક પણ પડયો તો પછી શું તેણે પણ સમાધાન કરવાનું ?'
પ્રિયાને સ્વાતિની દોસ્તી આજ પણ અણનમ હતી. સ્વાતિ પણ અવાર નવાર પ્રિયાને મળી આ રોકાઈ ગયેલ જિંદગીને ફરી સ્ટાર્ટ કરવા સમજાવતી રહેતી. આજ સ્વાતિ દાદી નાની બની ગઈ હતી.
તેના ભાઈઓ પણ દાદા નાનાનું બિરુદ પામી જિંદગી માણતાહતાં.
જયારે વર્ષેમાં એકવાર કે પ્રસંગોપાત બધા મળતાં ત્યારે તે પોતે ખાલીજ રહી ગઈ. એ અહસાસે કયારેક ઉદાસ થઈ જતી અનેપછી પાછી પોતાની જાતને કામમાં ડુબાડી દેતી..
પણ ઉંમર વધતા કયારેક પોતાનું કોઈ અંગત હોયતો...આ ભાવ જાગી જતો..
કેસરબેનના અવાજ સાથે પ્રિયા તેની ભૂતકાળની યાદોમાંથી વર્તમાનમાં પાછી ફરી. તે પ્રશ્નાર્થના ભાવથી કેસરબેન સામે જોયું. "બહેન, તમને મળવા આજ સ્વાતિબેન સાથે કોઈ ભાઈ આવ્યા હતા. તમે તેમની સાથે વાત કરી લ્યો. "જરાક અટકી"બહેન જમવાનું શું બનાવું?" પ્રિયા જમવાની ના પાડી કેસરબેનને જમી લેવાનું કહી. તેને આરામ કરવાનું કહી. પાછી વિચારે ચડી ગઈ. આ કેસરબેન લાંબા સમયથી તેની સાથે હતા. એકલા આગળ પાછળ કોઈ નહીં . તેની માતાને ખબર નહીં કયાંથી મળ્યાં હતાં. પણ વર્ષો વીતતા તે ઘરના સભ્ય જ બની ગયેલ . મમ્મીની માંદગીમાં તેની ખૂબ સેવા કરી. મમ્મીનો અંતિમ સમય સુધારી દીધો. મમ્મીએ પણ કેસરબેનને પ્રિયાનું ધ્યાન રાખવાનું કહી શાંતિથી વિદાઈ લીધી..
મોબાઈલની રીગથી તેની તંદ્રા તૂટી. અને તે વાત કરવા મોબાઈલ હાથમાં લીધો. અજાણ્યો નંબર જોઈ તે કોણ હશે વિચારતા, "હલ્લો"કહે છે. સામે છેડેથી એક જાણીતા સ્વર કાનમાં ગુંજીયો. પ્રિયા સહેજ કડવાશથી, "ઓહ તું. આટલા વર્ષ મારી યાદ આવી,... ઓ કે પણ હવે મળીને શું કામ છે... આટલા વર્ષે હવે કોઈ મતલબ નથી મળવાનો.. હમ્મમ સારું... કાલ સવારે સ્વાતિ સાથે ઘરે આવી જજે..." કહી પ્રિયાએ ફોન મૂક્યો.
તેણે બંગલાની લોનમાં કયાંય સુધી આંટા માર્યા કર્યા. અંતે થાકને કારણે આંખો ઘેરાતા તે પોતાના રૂમમાં જઈ સૂઈ ગઈ. સવારના આદત વશ ઊંઘ ઉડી ગઈ. તે કોફી બનાવી લાઈબ્રેરીમાં આવી. તે ન્યૂઝ પેપર જોતા તેને ત્રણ ચાર દિવસ પહેલાંના પેપરમાં આવેલ સમાચાર પર આદતવશ હાઈ લાઈટ કરી. તેણે મનમાં કંઈક વિચાર્યું . 'ઓહ...તો આ આગમનનું કારણ હોઈ શકે.' સવારનો સમય તેનો મોટે ભાગે લાઈબ્રેરીમાં જ વીતતો . તેની પાસે દસ હજાર પુસ્તકો હતાં. વાંચનના શોખે તેને પર્સનલ લાઈબ્રેરી કરવા પ્રેરી હતી. બંગલામાં પ્રિયાએ લાઈબ્રેરી, જીમ, સાથે હોમ થિયેટર બનાવેલા. પ્રિયા તૈયાર થઈ અરિસા સામે ઊભી. આજ તૈયાર થવામાં થોડીક કાળજી લીધી. લાઈટ પીક બોર્ડરવાળી સાડી. સાથે હળવો મેકઅપ કાનમાં નાના ઈયરીગ, એક પતલી ચેઈન અને હાથમાં બ્રેસલેટ સાથે રીસ્ટ વોચ.
પોતાના પ્રતિબિંબને નિહાળતા મનોમન , 'કેમ હું મને જ ઓળખી નથી શકતી ? આજ આટલા વર્ષ પણ એ નામે કેમ મને બેચેન કરી મૂકી ? હું કેમ ભૂલી નથી શકતી ?આજ બધું જ હોવા છતાં જિંદગી ખાલી અને અધૂરપવાળી કેમ લાગી ? ઓહ...આ મન આટલું વિહવળ અને ઉતાવળું કોના માટે બન્યું?'
પ્રિયા મનને સમજાવી બહાર આવી. "કેસરબેન, આજ સ્વાતિ અને તેનો પિતરાઈ અહીં જમવાના છે. તો આજ રીંગણ બટેકાનું ભરેલું શાક, ભરેલ ભીડા, રાઈતા મરચાં, દાળ ભાત સાથે ભાખરીને રોટલી. અને હા દહીં ને છાશ પણ." ત્યાં કેસરબેન વચ્ચે બોલી ઉઠ્યાં, "પણ બેન સ્વાતિબેનને તો વેડમી ફાવે અને એ આવવાનો હોય ત્યારે તો તમે. એજ બનાડાવો છો. તો આજ આ બધું કોની પસંદ !"
"અરે કેસરબેન સાથે રવાનો શીરો ના ભૂલતા .." કહેતા પ્રિયા જવાબ ગળી ગઈ.
બગીચામાંથી રાતરાણી, ચંપો ને લીલીના ફૂલ લાવી વાઝમાં ગોઠવ્યા.
પ્રેમને સફેદ સુગંધી ફૂલો ખૂબ ગમતાં. મનહર ઉધાસની ગઝલના સૂરો સાથે તે પણ ગણગણતી અહી તહી ચક્કર મારવા લાગી સાથે યાદોની વણઝાર પણ ચાલુ જ.
તેને પ્રેમ સાથેની એ દરિયાકિનારાની સાંજ યાદ આવી. પ્રેમ તેને પ્રપોઝ કર્યુ હતું અને તેને રીગ પહેરાવી હતી. પ્રિયા ખુશીથી પાગલ બની પ્રેમના બાહુપાશમાં સમાઈ ગઈ. તેના અધર પ્રેમને પાગલની જેમ ચૂમતા હતાં ત્યારે પ્રેમ હળવેથી તેના ઓષ્ઠ પર ઓષ્ઠ મૂકી ચુંબન કર્યુ. પ્રિયા આ પહેલાં સ્પર્શથી અને ચુંબનને લીધે ઉતેજીત થઈ એકમેકમાં ઓગળવાની તૈયારી હતા, ત્યાં પ્રિયા પ્રેમથી અલગ થતાં બોલી, "પ્રેમ હું તારી જ છું ભવોભવ તારી જ પણ અમૂક મર્યાદા આપણે જ નક્કી કરવાની. સાથ આપીશ ને ?" પ્રેમ તેને પાછી બાહોમાં ભરતા હામી ભરી. પ્રિયા એ તેની ચેઈન પ્રેમના ગળામાં પહેરાતા કહ્યું આ તને મારી યાદ અપાવતી રહેશે.
આ યાદો સાથે પ્રિયાની કાયમની ગંભીરતા આજ જરાપણ ચહેરા પર દેખાતી નથી. વચ્ચે વચ્ચે ફોન અને મેસેજ પર નજર ફેરવી લેતી.
તેની આંગળી સતત રીગ વીંટીને સ્પર્શી રહી હતી અને તેની નજર વારંવાર દરવાજા પર સ્થિર થઈ થતી. કેસરબેન તેને બે ત્રણ વાર નાસ્તા કે કોફી માટે પૂછયું. પ્રિયા તેની ના પાડી સ્વાતિ સાથે 'ચા' પીશે તેમ કહ્યું. અને ચા શબ્દ સાંભળી કેસરબેન આશ્ચર્યમાં પડી ગયાં. તેને પ્રિયા ને 'ચા' ..એ સમજાયું નહીં. એ સાથે આવનાર કોઈ ખાસ વ્યક્તિ છે એ સમજાય ગયું.
બહાર સ્વાતિની કારના હોર્ન સાથે પ્રિયા દરવાજે પહોંચી ગઈ.
ગોળમટોળ સ્વાતિને ગળે મળી આવકારી. પાછળ પ્રેમ તરફ નજર જતાં તેની નજર પ્રેમ પર સ્થિર થઈ ગઈ. જાણે વર્ષો ત્યાં જ સ્થંભી ગયાં.
વાળમાં સફેદીનું નામ નિશાન નહી. એજ એકવડિયો બાંધો. ચહેરા પર રીમલેશ ચશ્માં, લાઈટ બ્લુ જીન્સ અને રેડ ટીશર્ટ ખૂબ શોભી રહ્યા હતાં.
તેણે પ્રેમ સાથે હાથ મીલાવી આવકાર આપતા. ડ્રોઈંગ રૂમમાં લાવી. પ્રેમ તેના હાથમાં રહેલ ગુલાબ પ્રિયાને આપતા બોલ્યો, "તારૂ મનપસંદ લાલ ગુલાબ."
પ્રિયા હળવા સ્મિત સાથે, "ઓહ તને હજી યાદ છે?"
સ્વાતિ હળવેથી ત્યાંથી ખસી ગઈ. કેસરબેન ચા મૂકી જતા જતાં પ્રેમને જોતા વિચારે છે કે આજ તો કાલ મળવા આવ્યા હતાં. વાતાવરણમાં ખામોશી પડઘાવા લાગી. પ્રેમ ને પ્રિયા વાતની શરૂઆત કોણ કરે એ ગડમથલ અનુભવી રહ્યાં. ધીરે રહી પ્રિયા ખામોશી તોડતા બોલી.
"બોલ શું કામ મળવું હતું ? મે પેપરમાં તારી કંપનીના એમ.ડી અને તેની ડોટરના એકસીડન્ટના સમાચાર વાચ્યાં. બોલ તારે શું કહે વું છે ?" આટલું બોલતા તેની નજર પ્રેમે પહેરેલી ચેઈન પર ગઈ. આટલાં વર્ષે પણ આ ચેઈન ગળામાં છે મતલબ...
પ્રેમ એક નિશ્વાસ સાથે પોતાની વાત આરંભે છે,"પ્રિયા પહેલાં તો તું મને માફ કરી શકે તો તારી માફી માંગું છું. ટ્રેસી સાથે મારા લગ્ન એક મજબૂરી હતી. ટ્રેસીના પિતા કંપની ના એમ.ડી. હતા તેમણે ટ્રેસી માટે મને એક ખોટા કેસમાં ફસાવી લગ્ન કરવા મજબૂર કર્યો. ટ્રેસી ડ્રગ એડીકટ હતી..
અમારું લગ્નજીવન દુનિયાની દ્રષ્ટિએ સુખી હતું. પણ અમારી વચ્ચે કયારેય મિત્રતાથી સંબંધ આગળ વધ્યો નહીં. ગયાં વીકમાં ટ્રેસી અને મારા સસરાનું એકસીડેન્ટમાં અવસાન થયું. હું ત્યાંથી બધું સમેટી અહીં ભારત પાછો ફર્યો. તારી સામે સ્વાતિના લગ્ન સમયે કહેલી વાત 'તું મને ભૂલી તારો સંસાર વસાવી લે' તે માટે કીધેલ. મને તારા સમાચાર મળતા રહેતાં અને હું તારો ગુન્હેગાર છું એ અપરાધ ભાવ મને ખૂબ પીડતો હતો. હવે માફી તારા હાથમાં છે. માફ કરી શકીશ ?"
આટલું કહેતા પ્રેમ થાકી ગયો. તેની આંખ ભીની થઈ ગઈ. તેની નજર પ્રિયા વારંવાર હાથમાં પહેરેલી વીંટીને ગોળ ગોળ ફેરવતી હતી. વીંટી નજરે પડતા મનોમન તને ખાત્રી થઈ કે પ્રિયા આજ પણ તેને ભૂલી નથી. પ્રિયા તો આટલું સાંભળતા, આંખો વરસી પડી. તે કોઈ જવાબ આપે તે પહેલાં સ્વાતિ આવી બોલી, "હવે તમારી વાતો પૂરી થઈ હોયતો લંચ રેડી છે." બંને ડાઈનીંગ ટેબલ પર બેઠા સ્વાતિ પ્રિયાની બાજુમાં બેસતાં બોલી, "મેડમ આજ મને ભૂખી રાખવા આ મેનૂ પ્લાન કરેલું કે પછી પ્રેમની પસંદ ધ્યાનમાં લીધી."
પ્રિયા કંઈ પણ જવાબ આપ્યા વિના કેસરબેનને પીરસવાનું કહ્યું . જમતા જમતા વાતો ચાલતી રહી. પ્રેમ વારંવાર પ્રિયા સામે જોઈ તેના મનની વાત વાચવા પ્રયત્ન કર્યો. પ્રિયા ત્રાસી નજરે બધું જોઈ એક નિર્ણય પર પહોંચી. અને તેના હોઠ પર સ્મિત છવાઈ ગયું. સ્વાતિની ચકોર નજરમાં એ સ્મિત આવતા તે ખુબ ખુશ થઈ..
પ્રેમે પ્રિયાની રજા માંગી. પ્રિયા તેની આંખમાં આંખ પરોવી, પ્રેમ જે થયું તે બદલી ના શકીએ પણ આવતીકાલતો આપણા હાથમાં છે. શું આપણે આ જીવનનો ઉતરાર્ધ સાથે વિતાવી શકીએ. જો તને મંજૂર હોયતો !
આ સાંભળી ત્યાં હાજર સૌ ખુશીથી ઝુમી ઉઠયા..
બંને ખરા અર્થમા સમાધાન નહીં પણ ગમતાંનો ગુલાલ કરવા જિંદગી તરફ પ્રયાણ કર્યુ.