Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kiran shah

Inspirational


3  

Kiran shah

Inspirational


સમજણનો ઉજાસ

સમજણનો ઉજાસ

3 mins 484 3 mins 484

"મમ્મી- પપ્પા તમને આ છેલ્લી વાર કહું છું.. મને મારા રીઝલ્ટ પહેલાં નવો મોબાઈલ અને બાઈક જોઈશે.. તમારી પાસે મહીનાનો સમય છે." આટલું બોલી અલ્પેશ ઘરની બહાર નીકળી ગયો. પાછળ રહી ગઈ ઉદાસી, મુંઝવણને ન સમજાવી શકાય તેવી પીડા.


મહેશભાઈ અલ્પેશના પિતા, "સુમન થોડા સમય પહેલાંની વાત હોતતો તેની વાત પૂરી થયા પહેલાં તેની ઈચ્છા કે માંગણી મેં પૂરી કરી હોત ..પણ અત્યારે ...આ શકય નથી..."

સુમન અલ્પેશની માતા , "અરે તમે શું કામ ચિંતા કરો છો..કંઈક રસ્તો નીકળશે.."

"મમ્મી, તું જાણે છે ભાઈ કયારેય તેની લીધેલ વાત ભૂલતો નથી. આ વખતે પણ તે નહીં માને..."

સુમનબેન તેની નાની દિકરી રીનાને અભિમાનથી જોઈ રહ્યાં. રીનાએ આ વખતે દસમાંની પરીક્ષા આપી. અલ્પેશ કરતાં બે વરસ નાની, પણ સમજણમાં તેના કરતાં ખૂબ આગળ.


મહેશભાઈને પોતાનું સ્વતંત્ર કામ હતું. થોડા સમય પહેલાં અચાનક થયેલ કોમી રમખાણમાં તે સર્વસ્વ ગુમાવી ચૂકેલા. ઘરખર્ચ માટે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતાં. બચેલા સમયમાં જૂનું કામ પાટે ચડે તે માટે મથ્યાં રહેતાં. સુમનબેન ૨/૩ ઘરે રસોઈ અને નાસ્તાના ઓર્ડર લઈ પતિને બનતી મદદ કરતાં. નાની રીના પણ આજુબાજુના બાળકોને પ્રાઈવેટ ટયુશન આપી પોતાનો ફાળો નોંધાવતી.


બસ, આમાં ઘરનો વારસદાર આ બધી વાતથી અજાણ પોતાની મસ્તીને મોજમાં રહેતો. ઘરનાં પણ તેને તકલીફ ના પડે તેની કાળજી રાખતાં.


અલ્પેશતો પોતાની વાત પૂરી કરી નીકળી ગયો. પાછળ ત્રણેય જણ એકબીજાને જાણે શું કરીશું એવા ભાવથી તાકી રહ્યાં.

મહેશભાઈ સુમનબેન અને રીનાને આશ્વાસન આપતા બોલ્યા, "ચિંતા ના કરો. કંઈક વ્યવસ્થા કરવાની કોશિષ કરું." પણ મહેશભાઈને પોતાના શબ્દો જ ખોખલા લાગ્યાં.

સુમનબેન અને રીના એકબીજા સામે જોઈ કોઈ નિર્ણય પર આવ્યાં.


મહેશભાઈએ લાગતા વળગતા બધા પાસે થોડા ઉધાર માટે કરગર્યા. મહેશભાઈની સ્થિતિથી પરિચિત સૌએ તેમને નકારી દીધાં. મહેશભાઈએ નોકરીમાં પણ એડવાન્સ માટે વાત કરી પણ ત્યાંથી નકારો જ મળ્યો.


આ બાજુ સુમનબેન રસોઈ માટે બીજા બે ઘર બાંધ્યા અને દરેક જગ્યાએ પગાર એડવાન્સમાં લીધો. રીના પણ ટયુશનવાળાને મળીને એડવાન્સ પૈસા લઈ આવી. 


મહેશભાઈના હાથમાં સાંજે વીસ હજાર જેવી રકમ મૂકી. મહેશભાઈને પૂરી વાત કરી. મહેશભાઈ તેની પત્નીને દિકરીની મદદથી ભાવ વિભોર થઈ ગયાં. મનમાં અફસોસ કરતાં મારી એક જરાક અમથી બેદરકારીને કારણે મારા કુંટુંબને આ તકલીફ સહન કરવી પડી. મેં સમયસર વીમો રીન્યુ કરાવી લીધો હોત તો...આજ આ પરિસ્થિતિ ના આવત. આટલું વિચારતા તેમને એકદમ ચક્કર આવ્યાંને પડી ગયાં.. સુમનબેન અને રીના તેમને તરત ડૉકટર પાસે લઈ ગયાં.. ડૉક્ટર તેમને એડમીટ કરી, રીપોર્ટને અંતે હાર્ટ એટેકનું નિદાન કરી ૩/૪ દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે તેમ કહ્યું. 


આ સાંભળીને સુમનબેનના માથે જાણે વીજળી પડી. રીનાએ મુશ્કેલીથી મમ્મીને સમજાવ્યા. રીના નાની ઉંમરે ખૂબ જ સમજદારને ઠરેલ બની ગઈ.

ઉતાવળમાં અલ્પેશને ફોન નહોતો કર્યો. તે ફોન કરી અલ્પેશને હોસ્પિટલ આવવાનું કહ્યું. અલ્પેશ પપ્પાને એટેક આવ્યો જાણી એકદમ શોક પામ્યો..પણ અત્યારે કંઈ પૂછવું નથી એમ વિચારી ચૂપ રહયો. ત્રણ દિવસ પછી તબિયતમાં સુધારો આવતા ડૉકટરે ડીસ્ચાર્જ કર્યા. આ ત્રણ દિવસમાં અલ્પેશને પિતાના સંઘર્ષની માતા તથા નાની બેનના કર્તવ્ય પાલનની ખબર પડી. કઈ રીતે પિતાને ધંધામાં નૂકસાન ભોગવવું પડયું. માતા તથા નાની બેન પણ પોતાની બનતી મદદ કરવાની કોશિષ કરતાં. આ બધી પરેશાનીને તકલીફની છાયા પણ તેની પર નથી પડવા દીધી. આમ પૂરી વાતની જાણ થતાં તેને સાચી સમજણ આવી. પોતાની જીદને શોખ માટે આખો પરિવાર મહેનત કરે. તે અજાણ બની પોતાનામાં જ મસ્ત? આ બધુ જાણી તેને પોતાની જાત પ્રત્યે ઘૃણા થઈ.


અલ્પેશે નિશ્ચય કર્યો કે હવે પહેલાં મારા પરિવારની ખુશી પછી મારી ઈચ્છા. તે માતા પિતા તથા લાડલી નાની બેનની માફી માગતાં, "પપ્પા, મમ્મી રીના હું તમારો ગુન્હેગાર છું. મેં મારી જીદને બીજાની સાથે સરખામણી કરી તેમના જેવા ભૌતિક સાધનો માંગ્યા. તમે મારા તરફની લાગણીને લીધે મને આ તકલીફને પરેશાનીથી દૂર રાખ્યો. તમે લોકો મુશ્કેલીઓ ભોગવતા રહ્યાં, પણ ના હવે હું અભ્યાસ સાથે પાર્ટ ટાઈમ જોબ કરીશ. રીના તારે ટયુશન કરવાની જરૂર નથી. અને હા મમ્મી તારે પણ કોઈને ત્યાં રસોઈ કે નાસ્તા કરવા જવાની જરૂર નથી. હું ને પપ્પા આ ઘરની જરૂરીયાતનું ધ્યાન રાખશું. બરાબરને પપ્પા?"


આ સાંભળી સૌની આંખ ભીંજાય ગઈ. સૌને લાગ્યું કે આ મુશ્કેલીરૂપી વાદળા દૂર થશેને સૂર્યનો સોનેરી પ્રકાશ જીવનને ઉજાસથી ભરી દેશે.


Rate this content
Log in

More gujarati story from Kiran shah

Similar gujarati story from Inspirational