નિર્ણય
નિર્ણય
ક્રિષા ચિંતિત વ્યથીત અજંપા ભરી હાલતમાં રૂમમાં આંટા મારે છે. તે તેના સવાલોના જવાબ મેળવવા ફાંફા મારે છે. તેને સમજાતુ નહોતું કે તેણે શું કરવું જોઈએ સમજાતું જ નથી. આજ સાંજ પહેલાં તેણે કોઈ નિર્ણય પર પહોચવુ ખૂબ જરૂરી છે. તેના માટે આ પ્રશ્ર્ન જીવન મરણનાં સવાલ જેવો છે.
ક્રિષા છવ્વીસ વર્ષની આધુનીક યુવતી. એમ.બી.એની ડીગ્રી લઈ મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી યુવતી. આકર્ષક બાંધો, ચુંબકીય વ્યક્તિત્વ, એકવાર જે જોવે તે તેના પરથી નજર ન હટાવી શકે. તેના લાંબા કાળા વાળ, હોઠ પર તલ તેની સુંદરતામાં વધારો કરતું હતું. સાથે તેનો મિલનસાર સ્વભાવ. તેના મિત્ર વર્ળતુની સંખ્યા વિશાળ હતી. પણ તેમાં વિરાજને મેહુલ ખાસ મિત્રો ત્રણે વચ્ચે બચપણની દોસ્તી જયાં જાય ત્યાં સાથે ને સાથે. ઈશ્વરે જાણે એક જીવ ને ત્રણ શરીર આપ્યા હોય! આજ સુધી સાથે ને સાથે.
આજ બંન્ને એક સાથે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે બેમાંથી એકને સ્વીકારી લે. ત્યારથી ક્રિષા અવઢવમાં હતી કે શું કરવું તે વિચારી રહી હતી. ક્રિષા એ જયારે બંનેની વાત સાંભળી સ્તબ્ધ હતી તે માની જ નહોતી શકતી કે આવી રીતે બેય એક સાથે પ્રપોઝ કરે અને બીજી વ્યક્તિ જીવન ભર મિત્રતાનું વચન આપે. ક્રિષાના નિર્યણ ન લઈ શકવા નું કારણ તેની મિત્રતા જ હતી.
તે બેમાંથી એકને પણ ખોવા નહોતી માંગતી. તેને ભવિષ્યના વિચાર આવે છે. તે વ્યથિત અને ચિંતિત અવસ્થામાં આંટા મારે છે. થાકીને ક્રિષા કીચનમાં જઈ પોતાના માટે મસાલા વાળી ચા બનાવી તે બાલ્કનીમાં હીંચકા પર ગોઠવાઈ.
તેનાં સીડી પ્લેયરમાં જગજીતસીગની ગઝલ ચાલતી હોય છે. તે થોડીવાર બધું ભૂલી ગઝલ સાંભળે છે. સાંભળતાં જ તેના ધેરાયેલ વાદળા હટી જાય છે તેના હોઠો પર મંદ મુસ્કાન આવી જાય છે. આમ ને આમ તે સુર્યાસ્ત સુધી બેસી રહે છે. ઉઠે છે ત્યારે તે તેનો નિર્ણય લઈ ચુકેલ. તે મંદ મંદ મુશ્કુરાતી મોબાઇલ હાથમાં લઈ વિરાજને અને મેહુલને પોતાને ત્યાં ડીનર માટે ઇન્વાઇટ કરે છે. અને તે કીચનમાં જઈ ડીનરની તૈયારીમાં લાગી જાય છે.
ક્રિષા મુંબઇમાં એકલી જ રહેતી હોય છે તેને વિશ્વાસ હોય છે કે તેના માતા પિતા તેને સમજી તેના નિર્ણયને સ્વીકારશે. ક્રિષા મનમાં ગીત ગણગણતી કીચનમાં કામે વળગી જાય છે. રાત્રે ડીનર પછી તે વિરાજને અને મેહુલને પોતાનો નિર્ણય જણાવે છે.
બંને થોડીવાર ક્રિષાના નિર્ણયથી નારાજ થાય છે પણ જયારે ક્રિષા બંનેને પોતાનો દષ્ટિકોણ સમજાવે છે ત્યારે બંને તેની સાથે સંમત થઈ તેના નિર્ણયને સમર્થન આપે છે.
આ ત્રણ મિત્રો આજીવન મિત્રતામાં જ બંધાઇ રહેવાનું નક્કી કરે છે. અને ત્રણેના જીવનમાં સાથીદાર રૂપે બીજી વ્યક્તિનાં પ્રવેશ પરનો એન્ટ્રીનું બોર્ડ લાગી જાય છે.