Kiran shah

Others

2  

Kiran shah

Others

પુરાવો

પુરાવો

1 min
7.7K


ગેલેકક્ષીની પાસે તે ચાની લારી પર કામ કરતો. આવતાં જતાં લોકો પાસેથી ફિલ્મની સ્ટોરી સાંભળ્યે રાખતો. જ્યારથી 'દિવાર' લાગ્યું ત્યારથી જોવા તેનું બાળમન તડપતું.

પણ ટીકીટના પૈસા જેટલો તો તેનો પગાર હતો. પૈસા ખર્ચીને જાયતો ગામડે માને શું મોકલે?

લાચારને મજબૂરીથી તે લોકોની વાતો સાંભળીને મનમાં જ ફિલ્મની કલ્પના કરી લેતો.

આજ સૂરજ જાણે તેના માટેજ ઉગ્યો હતો. રાજન શેઠ ફિલ્મ જોવા આવ્યા અને દસ મિનિટમાં જ તબિયત બગડતા બહાર નીકળી ગયા. અને જતાં જતાં ટીકીટ ફેંકતા ગયા. જે છોટુની નજરમાં આવી ગઈ.

છોટુ ટીકીટ લઈ કામ પરથી છટકી ફિલ્મ જોવા જતો રહયો.

દીવાર જોઈ તે રાજાપાઠમાં બહાર નીકળ્યો... જ્યાં તેની કિસ્મત તેની રાહ જોઈ બેઠી હતી. છોટુને ચોરીના આરોપમાં પોલીસ પકડી ગઈ. ટીકીટ પુરાવો બની ગઈ.


Rate this content
Log in